________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સમભાવના પ્રભાવ
અજ્ઞાન અને મેહને કારણે બાહ્ય વસ્તુએમાં સાનુકૂળ અને પ્રતિકૂળ મનેાવૃત્તિ થતાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. “આવી મનેાવૃત્તિ એજ સંસાર અને તેને ક્ષય એજ મેક્ષ' માટે આત્મસુખના અભિલાષીએ સર્વવિધ્નાનેા દૃઢતાથી સામને! કરી મનને રાગદ્વેષરહિત સમભાવવાળુ બનાવવુ જોઈએ અને સા સમભાવમાં રહેવા પ્રયત્ન કરવા જોઇએ; કારણ કે ક્ષેપકશ્રેણિ પર ચઢવાને માટે સમભાવ એજ ઉત્તમ ઉપાય છે. જેણે આત્મનિશ્ચય કર્યો છે તે જ આવી ઉત્તમ સમભાવશ્રેણ ઉપર આગળ વધી શકે છે. “સમભાવે આત્માને જેણે ભાળ્યા છે તે કોઇ પણ સંપ્રદાયના હાય તા પણ મુકિત પામે છે- તેમાં સ ંદેહ નથી.' કારણ કે જેની સતત ધ્યાનદશા વતી હોય તે જ શ્રેષ્ઠ સમત્વને ધારણ કરી શકે છે.
લેખક : ગિરિશકુમાર પરમાનંદ શાહ, ‘કલ્પેશ ’
જયાં સુધી મનના સંકલ્પ વિકલ્પ ટળતાં નથી ત્યાં સુધી સમતા આવતી નથી. પરન્તુ જયારે જ્ઞાનગર્ભિત વૈશગ્યથી અહુબુદ્ધિ અને મમતા જતાં, મનેગુપ્તિના યથાર્થ પરિપાલનથી વાસનાને ક્ષય થાય છે ત્યારે જ સમતા પ્રગટે છે. પછી સચરાચર જગતની બાહ્ય વસ્તુઓમાં ઈષ્ટાનિષ્ટ, પ્રિયાપ્રિય, હૈયે પાદેય આદિ વિકલ્પ કલ્પનામાં રહેતી નથી. રાગદ્વેષ થતા નથી. ઉદાસીન પરિણામે વિષયા ભેાગવાતા હેાવા છતાં નવા કર્મો બંધાતા નથી, પણ ઉયમાં આવતા પૂર્વકર્માને સમભાવે વેઢવાથી સવિશેષ નિર્જરા જ થાય છે. સમભાવથી ખાદ્ય પદાર્થો મળતાં હર્ષી થતા નથી તેમજ તે જતાં શાક પણ થતેા નથી. માન-અપમાન, સ્તુતિ-નિંઢા, જીવિત-મરણાદ્ધિ સાતાવેનીયજન્ય સુખ અને અસાતાવેદનીયજન્ય દુઃખના પ્રસંગમાં પણ મનની એકરૂપતા રહે છે તથા શત્રુમિત્ર પ્રત્યે પણ વાસી ચંદનકલ્પવ્રુત્તિ” રહે છે. આગળ વધતાં ભવ અને મે!ક્ષમાં પણ ભેદબુદ્ધિ રહેતી નથી. કારણ કે સમભાવથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે તથા નિવિ કલ્પદશાના સુખને અનુભવતાં સમયનુ પણ ભાન હેતુ નથી. સમભાવના આવા અનુભવગમ્ય મહિમાને તે ચૈાગીઓ પણુ વર્ણવી શકતા નથી.
સમભાવથી નિશ્ચલ બનેલું મન ઘેર ઉપસર્ગમાં પણ ચલાયમાન થતું નથી. આવી નિશ્ચલતાથી જ અનેકભવકૃત શુભાશુભ કર્મને! નાશ થાય છે. સમતાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરભાવના ત્યાગ થાય છે. સમતાવત પ્રત્યે પ્રાયઃ કૈાઇ વૈરભાવ રાખતું નથી. કદાચ વૈરભાવ હેાય તે પણ સમતાના પ્રભાવે ટળી જાય છે. એટલું જ નહિ પણુ સમતાધારીના સાન્નિધ્યમાં સિંહ, સર્પ વગેરે ક્રૂર જીવેા શાન્ત થઇ જાય છે અને ગાય-વાઘ, હુંસ-બિલાડી, સર્પ–મયૂર વિ. પરસ્પરના જાતિવૈરને પણ વિસરી જાય છે. સમભાવવાળા ચગીની સંગતથી તે ઉપદેશ ન આપે તે પણ ધાક્રિ દાષાને ક્ષય થવાથી મન અત્યંત નિર્મળ અને છે અને સમતામાં પ્રવર્તન થાય છે. સમભાવથી મનેાલય થતાં વિષયગ્રહશૂન્યતા આવે છે. રાગાદિતિમિરને નાશ થતાં સમભાવની શલાકાથી જ જીવ અને ક પૃથક્ પૃથક થાય છે, નિમિષ માત્રમાં કરાડા જન્મનાં કર્મો ખપી જાય છે અને પરમાત્માનું સ્વરૂપ પ્રકાશે છે. સમભાવથી જ કેવળજ્ઞાનાઢિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અવિચલ સુખ અને પરમપ પણ તેનું જ ફળ છે. અધ્યાત્મશાસ્ત્રાના વિસ્તાર પણ મહાગ્નિનું નિવારણ કરી સમભાવને જ પ્રગટ કરવા માટે છે - દઢ કરવા માટે છે.
સતાને સમતા જ પ્યારી લાગે છે. કારણ કે જ્યાં સમતા છે ત્યાં મુક્તિ છે, માટે મમતાને ત્યાગ કરી સમતાના આદર કરવા જોઈએ. તપ, જપ વગેરે સ ક્રિયાએ સમતા લાવવા માટે જ છે. સમતા જ શિવસુખની વેલડી છે. સમતાને ધારણ કરનારા પુણ્યાત્મા છે, મહાભાગ્યશાળી છે.
વસ્તુત: મુકિત પણ સમતાના હાથમાં જ છે, કારણ કે જ્યાં સુધી મન રાગદ્વેષાદિ દોષયુકત હાય ત્યાં સુધી આરૌદ્રરૂપ દુતિકારક અપ્રશસ્ત ધ્યાનપરપરા ચાલ્યા જ કરે છે. ભાવચારિત્રરૂપ સમતાના અભાવે અભવ્યજીવા પણુ દ્રવ્ય ચારિત્ર લઈને નવ ચૈવેચક સુધી જાય છે પણ સંસાર - સમુદ્રને તરી શકતા નથી, અર્થાત્ સમતા વિના ત્રય કાળમાં મુકિત નથી.
સમભાવના પ્રભાવ
Jain Education International
For Private Personal Use Only
३४७ www.jainelibrary.org