________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિગેરે હગારથી શેઠને ભાવભીને સત્કાર કરી ગાદી પર બેસાડ્યા, ખુશ ખબર પૂછ્યા, ચા પાણી નાસ્ત ઉપર પાનનાં બીડાથી સ્વાગત કર્યું. અલકમલકની વાત કરી અંતે આવાગમનનું પ્રયોજન પૂછયું.
લક્ષ્મીચંદભાઈ, એક ખાસ કામ માટે હું તમારી પાસે આવ્યો છું” હીરાચંદ શેઠે પાકીટમાંથી પેલે મણિ કાઢી લક્ષ્મીચંદ શેઠને આપતાં કહ્યું, “જુઓ, આ એક મહાકિંમતી વસ્તુ છે. પ્રાચીન સમયને છે. તમે મારા વિશ્વાસુ મિત્ર અને આડતી છે. વ્યાજબી કિંમત કહેશો તે મારે વેચવી છે. તે આનું ખરું મૂલ્ય કરો.”
મણિ બહાર નીકળતાં જ, રૂમમાં બીજો નાનકડો સૂર્ય જાણે ન ઉગી નીકળ્યો હોય તેમ સર્વત્ર સોનેરી પ્રકાશ રેલાઈ ગયે. ઘડીકને લક્ષમીચંદ શેઠ પણ આ મણિ જોઈ સ્તબ્ધ બની ગયા. મણિનું સર્વાગી નિરીક્ષણ કરી– સ્વસ્થ થઈ પછી બેલ્યા, “હીરાચંદભાઈ, તમે મારા જૂના સ્નેહી અને વિશ્વાસુ મિત્ર છે એટલે તમારી પાસે હું અસત્ય વ્યવહાર નહિં જ કરું. મિત્ર, તમારા કહેવા મુજબ આ મહા કિંમતી ચીજ છે. એ હકીક્ત તદન સાચી છે. શેઠજી હું મિત્રદ્રોહ નહિં કરું. હીરાચંદભાઈ, તમારા ભાગ્ય આડેનું પાંદડું આજે ખસી ગયું છે. આ મણિનાં રૂપીઆ પચાસ લાખ હું ગણી આપવા તૈયાર છું. આવી મોટી રકમને મણિ લેવાનું સાહસ મુંબઈને કેઈપણ ઝવેરી કરે તેમ નથી. આતો મારી પાસે વિશ્વના મહાન શ્રીમંત ગ્રાહકો છે. એટલે હું હિંમત કરું છું. બેલો, શેઠ ખુશી હતો અત્યારે જ ચેક લખી આપું.”
“પચાસ લાખ!” હીરાચંદ શેઠે પિતે કઈ સોનેરી સ્વપ્નમાં તો નથીને તેની ચકાસણી કરવા, પિતાને એક ચૂંટી ખણી જોયો અને બિનકેફમાં અને સંપૂર્ણ સાવધાનીમાં હોવાની ખાત્રી થતાં બેલી ઉઠયા “મિત્ર, પચાસ લાખ? તમે બરાબર શુદ્ધિમાં જ બેલો છો ને?”
મિત્ર હા, હા, હા, હું બરાબર શુદ્ધિમાં જ બેસું છું. તમારા બદલે બીજી કોઈ વ્યકિત હોત તે પંદર થી વીસ લાખમાંજ તેને ખુશી કરીને મેં રવાના કરી દીધું હોત. પરંતુ વ્યકિત અને સંબંધ જોવાય છે. બેલે, મિત્ર પચાસ લાખને ચેક લખી આપું?” લક્ષ્મીચંદ શેઠે બેધડકપણે પૂછ્યું.
“લકમી ચાલે કરવા આવે ત્યારે મોટું છેવા જાય તે મુખ” લક્ષ્મીચંદ શેઠ સાવધાન થઈ બોલ્યા, “મિત્ર તમારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને મને સંતોષ પણ છે. ચેક લખી આપ.” અને ભવને ફેરે સફળ થઈ ગયો હોય તેવો આત્મસંતોષ અનુભવતા હીરાચંદ શેઠ ઘરે ગયા. આજે પિતે પચાસ લાખના આસામી બની ગયા. શુભને ઉદય હોય તેનાં પાસાં તો પિબાર જ હોય ને !
રાત્રિના બાર વાગ્યા છે. વાલકેવરનાં એક બંગલામાં રાત્રિને નાઈટલેમ્પ ઝાંખે ઝાંખા પ્રકાશી રહ્યો છે. લક્ષ્મીચંદ શેઠ પથારીમાં પડખાં ફેરવે છે. રૂમ એરકંડીશન છે. છતાં ઊંઘ આવતી નથી. બારીમાંથી બહાર રસ્તા પર ડેકીયું કરે છે. ફૂટપાથ ઉપર ખુલી જમીનપર હારબંધ માણસે ઘસઘસાટ ઊંઘમાં સુતા છે. “છે આમને કંઇ ચિંતા? છે આમને કઈ ભય?” વધુ ધન, વધુ ચિંતા- વધુ માયા કપટ. ધનિકોનાં મનનાં ઘોડા એક રાતમાં સારા વિશ્વમાં કેટલી વાર ચક્કર લગાવી ચકતાં હશે તેની કોને ખબર ? ધનિકો જેવા, ઉપરનાં સુખી કઈ નહીં, ભીતરનાં દુઃખી કેઈ નહીં.
પચાસ લાખ આપીને લક્ષ્મીચંદ પાસેથી મણિ તે લીધે છે પણ હવે છ માસ થયા હતાં. આવી અતિ મૂલ્યવાન વસ્તુ લેવા કોઈ તૈયાર નથી. ઘણાં ગ્રાહકોને મણિ બતાવ્યું. મેં પ્રશંસાના ફૂલ વેરે છે. અલૌકિક વસ્તુ ખરેખર છે તેમ સહુ બોલી ઉઠે છે. પણ એક કરોડની કિંમત જાણતાં મેં કરી જાય છે અને ચાલતી પકડે છે. લક્ષ્મીચંદ શેઠ આશા અને નિરાશા વચ્ચે જકડાઈ ગયા છે. વિચારોની વણઝાર આવરત ચાલી રહી ઉજાગરે થતાં માથું દુખવા લાગ્યું છે. લક્ષ્મીચંદ શેઠ બે હાથની હથેળીથી બંને લમણુ જોરથી દબાવે છે અને ભકત પ્રહૂલાદની જેમ “થાંભલે ફાટયો અને ભગવાન (નરસિંહ) નીકળ્યા” તેમ એકાએક એક વિચાર શેઠનાં ફળદ્રુપ ભેજામાંથી નીકળી પડ.
માનવભવનું મૂલ્ય Jain Education International
૩૪૩ www.jainelibrary.org
For Private & Personal Use Only