________________
વિદ
પ. નાનજી મહારાજ જન્મશતાતિ
થ
ઉપગી નથી. મને આની વ્યાજબી કિંમત આપજે. મારે કયાંય બીજે રખડવા જવું નથી. બે પૈસા તને મળ્યા તો “ધી ઢળાયું તોય ખીચડીમાં” એમ હું માનું છું. “તને લાગે તેટલી રકમ મને આપ.” પાનાચંદે નિખાલસ દિલે હીરાચંદ પાસે પિતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું.
જે મિત્ર, મારો અને તારો વેપારી સંબંધ નથી પણ મિત્રનો સંબંધ છે. જેથી વધુ ઓછું કે સમજાવવા પટાવવાનું તારી પાસે હોય જ નહીં. હું મિત્રદ્રોહ નહીં જ કરું હવે તું કહે તો પચાસ હજાર ગણું આપું. બોલ, ભાઈ તારી શી ઈચ્છા છે?”
હીરાચંદની તડ ને ફડ સીધીસટ વાત પાનાચંદનાં ગળે ઊતરી ગઈ. પચાસ હજારમાં સોદે કબૂલ કર્યો. હીરાચંદે મણિ લઈને પચાસ હજાર પાનાચંદને ગણી આપ્યા. રૂપિયા લઈ પાનાચંદ શેઠ ઘેર આવ્યા. શેઠાણી રાહ જોઈને જ બેઠા હતા. શેઠના મુખપર આનંદ અને પ્રસન્નતાની રેખા સ્પષ્ટ તરી આવતી હતી. કેમ કામ પતી ગયું?” શેઠાણીએ પ્રશ્ન કર્યો. “પાસા પોબાર” શેઠ ગઈ ઊઠયા “પચાસ હજાર રોકડા
રા મિત્ર હીરાચંદને આપી દીધું. આખી જિંદગી સુધી હવે સુખે ખાશું પીશું અને મેનેજ કરશું.”
શેઠાણીએ પણ ખુશાલીમાં કેસરીઓ કંસાર, દાળભાત, રાયતા, શાક, ચટણી, પાપડ, સંભારે- ઉત્તમ રસોઈ બનાવી. શેઠ જાણે કોઈ ગામ જીતીને આવ્યા હોય તેમ મૂછે વળ દેતાં આ મિષ્ટ ભજન પર ઝાપટ મારવા બેસી ગયા.
જુઓ, સંસારી જી પર લક્ષ્મીને પ્રભાવ કેવો છે?
બપોરને સમય છે. બગલાની પાંખ જેવી સફેદ ગાદી પર તકીયાને અઢેલીને હીરાચંદ શેઠ બેઠા છે. સામે મુનીમ મહેતાજીએ હિસાબ કિતાબ કરતાં ચોપડા લખી રહ્યા છે.
શેઠે તિજોરી ખેલી. નોટોનાં બંડલ બહાર કાઢયા. નેટને બે આંગળીથી દબાવી બીજા હાથની ત્રણ આંગળીથી ચપચપ ગણી રહ્યા છે. ઉપર ફરતા શિલિંગ ફેનની ઠંડક શેઠ માણી રહ્યા છે. બધી નોટ ગણી સરખી કરી તિજોરીમાં મૂકી ત્યાં શેઠનું ધયાન અંદર રહેલા પેલા મણિ તરફ ગયું. મણિને બહાર કાઢી બારિક નિરીક્ષણ કરવા લાગ્યા, શેઠનો માટે પુત્ર સામે જ બેઠો છે. -
“અરે પુનમચંદ! આ મણિ આપણે પચાસ હજારમાં પેલા પાનીઓ પાસેથી પડાવ્યે તે છે સમયે ?” પિતાજી, આ મણિની કિંમત ખરેખર તમે કેટલી ધારે છે ! પુનમચંદે પ્રશ્ન કર્યો.
“બેટા અત્યારે તો હું એટલું જ કહ્યું કે આની કિંમત તે મુંબઈનાં ઝવેરી બજારમાં થશે. અને મારે આવતા સમવારે મુંબઈ જવાનું છે ત્યારે હું આ મણિ લેતે જઈશ. મારા માટે મુંબઈની તૈયારી તું નેકર પાસે કરાવી લેજે.”
હિરાચંદ શેઠ મુંબઈની આલિશાન હોટલ અન્નપૂણમાં ઉતર્યા છે. નાહી ધેઈ, ચા નાસ્તો લઈ, ઉત્તમ મૂલ્યવાન સફેદ વસ્ત્રો પહેરી, મુંબઈ નગરીની રોનક જોવા નીકળી પડયા છે. નોકર ટેક્ષી લઈ આવ્યા. પોતાના બે માણસે સાથે શેઠ ટેક્ષીમાં બેસી ગયા. ડ્રાઈવરને ગાડી ઝવેરી બજાર તરફ હંકારવા સૂચન કર્યું.
થોડા સમયમાં ગાડી ઝવેરી બજારમાં આવી ગઈ. પિતાનાં ખાસ પરિચિત અને આડતીયા લક્ષ્મીચંદ શેઠની પેઢી પાસે ગાડી ઉભી રખાવી શેઠ નીચે ઉતર્યા.
લક્ષ્મીચંદ શેઠની પેઢી સાથે હીરાચંદની પેઢીનું કામકાજ ટપાલથી અને માણસેથી અવારનવાર ચાલુ રહેતું પરંતુ આજે શેઠને ખુદ આવેલા જેઈ, લક્ષ્મીચંદ શેઠ ગાદીથી એકદમ નીચા ઉતરી હીરાચંદ શેડની સામે જઈ તેમને ભેટી પડ્યા અને “પધારે, પધારે, શેઠ સાહેબ આપ ખુદ પધાર્યા, મેટી મહેરબાની બહુ જ આનંદ આનંદ થયે”
૩૪૨ Jain Education International
તત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only