SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન પ્રશતાહિદ સ્મૃતિગ્રંથ આવી રીતે સમસની જેમ મોટો નાનો, ઉપગી બિનઉપયોગી વ. લઈને સપ્તભંગી રચીએ ત્યારે જુદી જુદી અપેક્ષાઓ કામ કરે છે તેમ સમજવું જોઈએ. જેમકે ઘડો કુલડીની અપેક્ષાએ મોટે છે પરંતુ કેઠીની અપેક્ષાએ નાનો છે. પાણી ભરવાની અપેક્ષાએ ઉપયોગી છે અને ઘી ભરવાની અપેક્ષાએ નિરપગી છે વ. અપક્ષાનો ઉલ્લેખ હોય કે નહીં પરંતુ સ્વાદુવાદ દરેક કથનને સાપેક્ષ સમજે છે, નિરપેક્ષ નહીં. આ સપ્તભંગીમાં પ્રથમના ચાર ભંગ મુખ્ય છે અને બાકીના ત્રણ તેમાંથી ફલિત થયેલા છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પ્રવે જે દશ મહાસ્વપ્ન આવેલાં તેને ઉલેખ ભગવતીસૂત્રમાં છે. તેમાંનું ત્રીજુ સ્વપ્ન આવું છે. एगं च णं मह चित्तविचित्त पक्खगं पुंसकोइलगं सुविणे पासित्ता णं पडिबुद्धे ॥ (ભગવતી શતક ૧૬, ઉદ્દેશક ૬) એટલે કે એક મોટું ચિત્રવિચિત્ર પાંખવાળું પક્ષી સ્વપ્નમાં જઈને તેઓ પ્રતિબંધ પામ્યા. આ ચિત્રવિચિત્ર પક્ષી એટલે મહાવીર ભાવિમાં અનેકરંગી અનેકાન્તવાદ ઉપદેશશે તેનું સૂચન કરે છે એમ કેટલાક વિદ્વાનો માને છે. આ સપ્તભંગી નયને ચાવવું પણ કહે છે. ચીવાદ ૨ષ્ટ ચત્ અને વાદ એમ બે પદને બનેલો છે. સ્થાતિ એટલે અમુક અપેક્ષાએ, અમુક દૃષ્ટિકોણથી. સ્યાત્ એ અવ્યય છે જે “અનેકાન્ત” અર્થ સૂચવે છે. એ પરથી વાર એટલે માત્તવા. અને - અનેક અત: – ધર્મ (ગુણ), બાજુ, દષ્ટિ. આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિ સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકામાં અનેકાન્તની આવી વ્યાખ્યા આપે છેઃ तत्र यदेव तत् तदेवोतत् यदेवैकं तदेवनिकं यदेव सत् तदेवासत् यदेवं नित्यं तदेवानित्यमित्यके वस्तुनि રંતુનqવ પરવિદ્ધારિત થવાનનેવાત: દા. ત. એક જ વ્યક્તિ પિતા અને પુત્ર બને હાઈ શકે છે. બીજું ઉદાહરણ-એકજ વસ્તુ દ્રવ્યદ્રષ્ટિએ નિત્ય છે; પર્યાયદષ્ટિએ અનિત્ય છે. અનેકાન્તવાદનો વિચાર આગમગ્રંથમાં જોવા મળે છે. જ્ઞાતાધર્મકથા અને ભગવતીસૂત્રમાં એક જ વસ્તુને દ્રવ્યદ્રષ્ટિએ એક, જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ અનેક, કેઈ અપેક્ષાએ તેનું અસ્તિત્ત્વ, કેઈ અપેક્ષાએ તેનું નાસ્તિત્ત્વ અને કેઈ અપેક્ષાએ વસ્તુને અવકતવ્ય કહી છે - आया भंते ! रयणप्पभा पुढवी अन्ना रयणप्पभा पुढवी ? गोयमा, रयणप्पभा सिय आया सिय नो आया, સિક સવત્તવં શા તિય નો માથા ઉતા ા ભગવતી. ૧૨–૧૦. શરૂમાં સ્યાદવાદ વિજયવાદ તરીકે જોવા મળે છે. વિજયવાદને મૂળ આધાર, વિભાગ કરીને ઉત્તર આપવાની તેની પદ્ધતિ છે. બે વિરોધી વાતોને એક સામાન્યમાં સ્વીકાર કરીને, તે એકના વિભાગ કરી છે વિભાગોમાં બે વિધી ધમેને સંગત બતાવવા એ વિભજ્યવાદની પ્રક્રિયા છે. અને વિરોધી ધમે એક કાળમાં એક વ્યકિતના નહીં બલ્ક ભિન્ન વ્યકિતઓના હોય છે. દા. ત. ભગવતી સૂત્ર ૧૨.૨.૪૪૩ માં જયંતિ મહાવીરને પૂછે છેઃ જયંતિઃ - ભગવાન, સૂવું સારું કે જાગવું? મહાવીર:- જયંતિ, કેટલાક જીનું સૂવું સારું કેટલાકનું જાગવું. જયંતિ - તેનું શું કારણ? મહાવીર:- જે જીવ અધમી છે તેમનું સૂવું સારું કેમકે તે અને કેને પીડા નહીં દે. જે ધાર્મિક છે તેમનું જાગવું સારું કેમકે તે અને કેને શાન્તિ આપશે. પરંતુ મહાવીરે વિભવાદનું ક્ષેત્ર વ્યાપક કરીને આગળ જતાં વિરોધી ધર્મોને એકજ કાળમાં અને એકજ વ્યકિતમાં પણ અપેક્ષાભેદે ઘટાવ્યા તેથી વિભજ્યવાદ અનેકાન્તવાદના સ્વરૂપે પલટાઈને પ્રતિષ્ઠા પામ્યો. અનેકાન્તવાદને વિભજ્યવાદ કહી શકાય. પરંતુ વિભજ્યવાદ એ જ અનેકાન્તવાદ એમ ન કહી શકાય. વૌદશ જાનનિવા (સુકત-૯) માં ભગવાન બુધે માનેલા વિવાદનું ઉદાહરણ છે:- માણવક:- સાંભળ્યું છે કે ગૃહસ્થ જ આરાધક હોય છે; પ્રજિત આધારક નથી તે; આપને શું ખ્યાલ છે? બુદ્ધ - હે માણવક, હું અહીંયાં વિભજ્ય વાદી છું; એકાંશવાદી નહીં. એનેકાન્તવાદ Jain Education International ૩૩૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy