________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્માતગ્રંથો .
એવા સદ્ગર નાનચંદ્ર સહુને પ્રેરો સદા સન્મતિ
(પ્રશસ્તિ) હૈયે હૈયે ધરી મહામુનિપણું, ધારી રહ્યા ધરમતિ, કેવળ અર્પણુતા વિષે સુકી રહ્યા, પરમાર્થની મૂરતિ, આશાથી રખડેલ પામર જીવને પિષનારા પતિ, એવા સદ્દગુરુ નાનચંદ્ર સહને, પ્રેરે સદા સન્મતિ ....૧
હૈયે હાર સમાન પ્રેમ ઉદધિ ઉછળી રહ્યો છે અતિ, ભામંડલ વિશાળ તેજ ઝરતું શ્રધ્ધાસ્પદી આકૃતિ સાગર તુલ્ય અને વિશુદ્ધ દિલમાં કંટક જરાયે નથી, એવા સદ્દગુરુ જ્ઞાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૨
શાન્તિ શાન્તિ અપાર ઠંડકભરી કીર્તિ બધે પ્રસરતી, હસતું મુખ અને સદા પ્રસન્નતા ચારિત્રની પૂરતી, નિર્મળ આત્મ ઉલ્લાસને પ્રગટવા નિષ્કામ નિર્ભમતિ, એવા સદ્દગુરુ જ્ઞાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૩
આનંદ અવધૂત એગ ધરિયે, આત્માવલંબન થકી, મેમ વિપુલ જ્ઞાન દરિયે પરમેશ્વરી પુતળી, દર્શન પૂર્ણ થતાં સમસ્ત જગની આખી છબી ઊઠતી, એવા સદગુરુ જ્ઞાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૪
આ સંસાર અપાર રેગ ભરિયે, દેખી કરુણ ધરી, નરેગી વીતરાગ દેવ ચરણે આરેગ્ય બુટ્ટી ગ્રહી; સર્વે જીવતણા દુઃખદ રંગ હરવા વેગે કરે છે ગતિ, એવા સદગુરુ નાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૫
(પ્રાર્થના) રેગી નાડ બતાવવા કર ધરી, સન્મુખ ઊભું રહી, “વિનતિ ઉર ધાર હકીમજી!” એવું કહે કરગરી; હું છું “શિષ્ય સદાય આપ ચરણે મુક્તિ ચહું રેગથી, સત્વર હાથ ગ્રહી જરા દિલ દઈ પાવન કરે હકીમજી
આદિ અંત રહિત આ અવનિમાં, જે પ્રેમ છે શાશ્વત, રાગ - દ્વેષ તણી તમામ રચનાથી, ભિન્ન આ ભારતે તેને સાધ્ય કરી શકું જીવનમાં, કષ્ટો સહી સર્વદા, ‘ચિત્ત સ્વસ્થ અને ગુરુચરણમાં છેલ્લી કરું પ્રાર્થના ....૭ જ્ઞાને હીન અબૂઝ અંધ મુજને જ્ઞાનાંજને આંજીને, દષ્ટિદાન કરી, કૃપા બહ કરી, પિતાપણું પેખીને, પ્યાલે વીરતણે સુધારસ ભરી, પાયે દયા લાવીને, ઉપકારી ગુરુદેવ! વંદન કરું, ત્રિકાળ સંભારીને ...૮
ગંગા કહું યમુના કહું કે પતિતપાવન ન કહું? સ્ત્રીલિંગ કે પુલિંગને વળી ભેદ પણ શાને કરું ? પ્રત્યક્ષ પ્રેમળ જ્યોતનું ઉપનામ શા માટે ધરું ? ગુરુદેવના ગુરુભાવથી જીવન ભરું જીવન ભરું.
[ દીક્ષાના ઉમેદવાર તરીકે જ્યારે પિતાને (ચિત્ત મુનિને) પૂ. ગુરુદેવને ભેટે થયો અને પછી લગભગ દોઢેક વર્ષ સુધી સાથે વિહારમાં ફર્યા તે દરમિયાન પૂજ્ય ગુરુદેવ પ્રત્યે જે અપ્રતિમ ભાવ અને ભકિત સ્કુરાયમાન થયા તે પ્રસંગને તાદેશ ચિતાર. દીક્ષા લેવા પહેલાં સંવત ૧૯૮૪ ના માગસર મહિનામાં, પંડિતરત્ન મહા. શ્રી ચુનીલાલજીસ્વામી (ચિત્ત મુનિ એ સભા સમક્ષ આ ચિતાર કાવ્યરૂપે રજૂ કર્યો હતો. –પ્રાપ્ત હકીકતમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org