________________
‘પૂજ્ય ગુરૂદ્ય કવિવય પં. નાનચંદ્રજી મહારાજ જનHશતાલિદ સ્મૃતિગ્રંથ
જન્મથીજ થાય છે અને તે દેવે તથા નારાિને જ હોય છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન અને તિર્યંચાને થાય છે. ક્ષાપશમિક અવધિજ્ઞાન તેને કહેવાય છે કે જે તદાવરણ (અવધિને રેકના) કમે માંથી જે કમેન ઉદય થયે છે તેમનો તે નાશ થાય છે અને અનુદયનું ઉપશમન થાય છે તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન છે. બીજા શબ્દોમાં અવધિજ્ઞાનનો ગુણપ્રત્યય (ક્ષાપશમિક) તથા ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ કહે છે. ક્ષાપશમિક અવધિજ્ઞાનના ૬ પ્રકાર છે. (૧) અનુગામી-જે જગ્યાએ સ્થિત જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યાંથી અન્યત્ર જતાં જે જ્ઞાન નેત્રની જેમ
સાથે ને સાથે જાય તે અનુગામી શ્રાપથમિક અવધિજ્ઞાન છે. (૨) અનનુગામી-ઉત્પત્તિક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રમાં જતાં જે રહે નહિ પણ ચાલ્યું જાય તે અનનુગામી અવધિજ્ઞાન છે. (૩) વર્ધમાન-ઉત્પત્તિ વખતે ધીમું હોય અને પછી અનુક્રમે વધ્યા કરે. (૪) હીયમાન-ઉત્પત્તિ વખતે ઘણું તેજવાળું હોય પણ પછી ધીમે ધીમે અનુક્રમે ઘટતુ જાય. (૫) અપ્રતિપાતી-જીવનપર્યન્ત રહેનારૂં અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સુધી રહેનારૂ (૬) પ્રતિપાતી-ઉત્પન્ન થઈ પછી જે ચાલ્યું જાય તે પ્રતિપાતી છે. વિષયની દ્રષ્ટિએ અવધિજ્ઞાન ૪ પ્રકારનું છે. (૧) દ્રવ્યની દષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી અનંત રૂપી દ્રવ્યને જાણે છે અને ઉત્કૃષ્ટથી બધા રૂપો દ્રવ્યોને જાણે છે. (૨) ક્ષેત્રની દૃષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી આગળના અસંખ્યાત ભાગને જાણે છે અને જુએ છે અને ઉત્કૃષ્ટથી
લેકપ્રમાણ અસંખ્ય ખંડને (એલેકમાં) જાણે છે ને જુએ છે. (૩) કાળની દષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતા ભાગને અને ઉત્કૃષ્ટથી ઉત્સર્પિણી અને
અવસર્પિણના અતીત તથા અનાગત કાળને જાણે છે અને જુએ છે. (૪) ભાવની દષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી ઘન્ય અનંત પર્યાને તથા ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટો અનંત પર્યાને જાણે તથા
જુએ છે. અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટમાં જે અનંત શબ્દ આવ્યું છે તે અનંત અનંત પ્રકારનો છે તેથી પરસ્પર કઈ પ્રકારને વિરોધ નથી.
બીજી વાત–અહી જે ક્ષેત્ર અને કાળને જાણવા છતાં જોવાનું બતાવ્યું છે તે માત્ર વિચાર છે. વસ્તુતાએ તેમાં રહેલા પદાર્થોને જાણે તથા જુએ છે.
મન:પર્યવજ્ઞાન મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ ગતિમાં થતું નથી. મનુષ્યમાં પણ સંયત મનુષ્યને થાય છે. અસંયતને નહીં. મનઃપયોય જ્ઞાનને અર્થ છેમનુષ્યના મનના ચિતિત અથને જાણનારૂં જ્ઞાન. મન એક પ્રકારનું પગલિક દ્રવ્ય છે. જયારે માણસ કોઈ વિષય વિશેષનો વિચાર કરે છે ત્યારે તેના મનનું અનેક પ્રકારની પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. મનઃ૫ર્ય વિજ્ઞાની મનની તે વિવિધ પયોને સાક્ષાત્કાર કરે છે. તે સાક્ષાત્કારમાં તેને ખબર પડે છે કે વ્યકિત અત્યારે અમુક બાબત ચિંતવી રહેલ છે. આ જ્ઞાન મનના પ્રવર્તક અથવા ઉત્તેજક પુદ્ગલ દ્રવ્યોને સાક્ષાત જાણનારું જ્ઞાન છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મનના પરિણમનનું આત્મા દ્વારા સાક્ષાત પ્રત્યક્ષ કરીને માનવીન ચિહ્નિત અને જાણી લેવું તે મનઃ પર્યાય જ્ઞાન છે. આ જ્ઞાન મનપૂર્વક નથી હોતું પરંતુ આત્મપૂર્વક હોય છે. મન તે તેને વિષય છે. જ્ઞાતા સાક્ષાત્ આત્મા છે.
મન:પર્યવ જ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકાર છે. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. નાજુમતિની અપેક્ષા વિપુલમતિ મનના સૂક્ષ્મ પરિણામને પણ જાણી શકે છે. બન્નેમાં બીજે ફેર એ છે કે અજમતિ પ્રતિપાતી છે એટલે કે ઉત્પન્ન થયા પછી નષ્ટ પણ થઈ જાય છે પરન્તુ વિપુલમતિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ટકી રહે છે. બન્ને પ્રકારના મન:પર્યવ જ્ઞાનનું ચાર પ્રકારે ચિન્તન કરવામાં આવ્યું છે.
દ્રવ્યની દ્રષ્ટિથી સજુમતિ મન:પર્યવજ્ઞાની અનંતપ્રદેશ અનંત કોને જાણે છે પરન્તુ વિપુલમતિ મનઃ પર્યાવજ્ઞાની તેથી વધુ સ્પષ્ટ, વિશુદ્ધ અને વિપુલ જાણે છે.
આગમસાર દાહન
૨૦૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only