________________
ય ગુરૂદેવ કવિઘય" પં. નાનચંદજી મહારાજ જન માતાદિ સ્મૃતિગ્રંથ
તેજસ અને કામણ. આ પાંચ પ્રકાર બનાવ્યા છે. ઉપનિષદોમાં આત્માના પાંચ કેષની ચર્ચા કરવામાં આવી છે. તેમાંથી માત્ર અન્નમય કોષની સાથે જ દારિક શરીરની સરખામણી થઈ શકે છે. ત્યાર પછી સાંખ્ય વિ. દર્શનમાં અવ્યકત, સૂક્ષ્મ અને લિંગ શરીર માનવામાં આવેલ છે. તેની તુલના કાર્મણ શરીરની સાથે થઈ શકે છે
વીસ કંકોમાં કોને કેટલા શરીર હોય છે તેનું ચિન્તન કરતાં બતાવ્યું છે કે દારિકથી વૈક્રિય અને વૈકિયથી આહારક આદિ શરીરના પ્રદેશની સંખ્યા ઉત્તરોત્તર વધારે હોવા છતાં પણ તેઓ ઉત્તરોત્તર અધિકાધિક સૂક્ષ્મ છે.
તેરમાં પરિણામ પદમાં પરિણામના સંબંધમાં ચિતન કરતાં જીવ અને અજીવ અને દ્રવ્યના – પદાર્થોના પરિણામ બતાવ્યા છે. પહેલાં જીવના ભેદ- પ્રભેદ બતાવી ૨૪ દંડકોમાં ગતિ, કષાય વિ.ની અપેક્ષાએ તેમના પરિણામે વિચાર કર્યો છે. ત્યારબાદ અજીવના પરિણામોના ભેદ - પ્રભેદ બતાવ્યા છે. અહીં પરિણામોને અર્થ “પર્યાય અથવા ભાનું પરિણમન' કર્યો છે.
ચૌદમું “કષાયપદ” છે. તેમાં કેધ, માન, માયા અને લોભ આ ચારે કષાય ૨૪ દંડકમાં બતાવ્યા છે. ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપધિને કારણે સંપૂર્ણ સંસારી જીવોમાં કષાયની ઉત્પત્તિ થાય છે. કવાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એમ ચાર ભેદ બતાવી આગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત આ પ્રમાણે ભેદ વર્ણવ્યા છે. ગમે તે કારણ ઉપસ્થિત થતાં જે કષાય થાય તે આગ નિવર્તિત કષાય છે અને કારણ વગર જે કયાય થાય છે તે અનાગ નિવર્તિત કષાય કહેવાય છે..
કષાય એજ મુખ્યરૂપથી કર્મબંધનનું કારણ છે. ત્રણે કાળમાં આઠે કર્મપ્રકૃતિએના ચયનનું સ્થાન અને તેના પ્રકાર ૨૪ દંડકના જીમાં કષાયને જ માનવામાં આવેલ છે. સાથોસાથ ઉપચયન, બંધ, ઉદીરણું, વેદના અને નિર્જરામાં ચારે કષાય એજ મુખ્યરૂપથી કારણ છે એમ પણું બતાવેલ છે.
- પંદરમું “ઇન્દ્રિયપદ છે. આમાં ઈન્દ્રિયોના સંબંધમાં બે ઉદ્દેશકોમાં વર્ણન કર્યું છે. પહેલા ઉદ્દેશકમાં ૨૪ દ્વાર છે અને બીજામાં ૧૨ દ્વાર છે. ઇન્દ્રિયે પાંચ છે - એન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આની ચર્ચા ૨૪ કારોથી ૨૪ દંડકમાં કરવામાં આવી છે. જેમાં ઇન્દ્રિયો વડે અવગ્રહણ – (પરિચછેદ) અવાય, ઈહા અને અવગ્રહ – અર્થ અને વ્યંજન બન્ને પ્રકારે ૨૪ દંડકમાં નિરૂપણ કરેલ છે. ચક્ષુ સિવાય ચાર ઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ છ પ્રકારનો છે કારણ કે તે પાંચ ઈન્દ્રિય અને છઠા-ઈન્દ્રિય (મનથી) પણ થાય છે. તેવી જ રીતે ઈન્દ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે ભેદ કર્યો છે. ઇન્દ્રિયાપચય, ઇન્દ્રિય નિવતન ઇન્દ્રિયલબ્ધિ આદિ દ્વારા વડે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની ૨૪ દંડકની સાથે વિચારણા કરવામાં આવી છે. - સોળમ ‘પ્રવેગ પદ છે. મન, વચન અને કાયા વડે આત્માના વ્યાપારને “ગ” કહેવાય છે. અને તેજ વૈગનું વર્ણન પ્રસ્તુત પદમાં પ્રયોગ શબ્દથી કરવામાં આવ્યું છે. આને “આત્મ-વ્યાપાર' એટલા માટે કહેવાય છે કે આત્માના અભાવમાં ત્રણેની ક્રિયા થઈ શકતી નથી. જેન દષ્ટિએ ત્રણે પુદગલમય છે અને પુદગલની જે સ્વાભાવિક ગતિ છે તે આત્મા સિવાય પણ તેમાં થઈ શકે છે. પરંતુ જ્યારે પુગળ મન, વચન અને કાયારૂપે પરિણમ્યા હોય ત્યારે આત્માના સહયોગથી જે વિશિષ્ટ પ્રકારનો વ્યાપાર થાય છે તે અપરિણત અવસ્થામાં અસંભવ છે. પુદગલનું મન વિ.માં પરિણમન થવું તે પણ આત્માના કમાંધીન જ છે. તેથી તેમના વ્યાપારને આત્મવ્યાપાર કહી શકાય. તે વ્યાપાર અથોત પ્રગના ૧૫ ભેદોનો નિર્દેશ કરીને સામાન્ય જીવમાં અને વિશેષરૂપથી ૨૪ દંડકમાં તે પ્રયોગોને ઘટાવી બતાવ્યા છે. મા આયોજનમાં અમુક પ્રયોગ હોય ત્યારે તેની સાથે બીજા કેટલા પ્રયોગ હોઈ શકે તેનું પણ વિસ્તારથી વિવેચન કરેલ છે.
૧. ભગવતી ૧૭-૧ સૂ. ૫૯૨. ૨. તૈત્તરીય ઉપનિષદ, ભૃગુવલ્લી, વેલવલકર અને રાનડે. History of Indian Philosophy, p. 250 ૩. સાંખ્યકારિકા ૩૯-૪૦ વેલવલકર અને રાનડે as per above p. 358.
(ખ) માલવણિયા ‘ગણધરવાદી પ્રસ્તાવના પૃ. ૧૨૧-૧૨૩.
આગમસાર દેહન Jain Education International
૨૫૩ www.jainelibrary.org
For Private & Personal Use Only