________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
Re :)
યમાં પદમાં દ્રવ્યના ચરમ-અચરમપણા આશ્રી વિવેચન કરવામાં આવ્યું છે. જગતની રચનામાં કઈ વસ્ત ચરમ-અન્તમાં હોય છે તો કેઈ અચરમ અન્તમાં નહિ પરંતુ મધ્યમાં હોય છે. પ્રસ્તુત પદમાં જુદાં જુદાં દ્રવ્યની લોક અને અલેક આશ્રી ચરમ અને અચરમ સંબંધી વિચારણા કરવામાં આવી છે. ચરમ અને અચરમ બીજા કોઈની અપેક્ષાથી જ થઈ શકે. પ્રસ્તુત પદમાં છ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. (૧) ચરમ છે (૨) અચરમ છે (૩) બહુવચનમાં-ચરમ છે કે (૪) અચરમ છે (૫) ચરમાન્ડ પ્રદેશ છે કે (૬) અચરમાન્ત પ્રદેશ છે. આ છ વિકલપને લઈને ર૪ દંડકના જીવન ગતિ આદિની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે. જેમકે–ગતિની અપેક્ષાએ ચરમ તેને
જે જીવ બીજી ગતિમાં ન જતાં, મનુષ્ય ગતિમાંથી સીધે મેક્ષમાં જનાર હોય. પરંતુ મનુષ્યમાંથી બધા મોક્ષમાં જનારા હતા નથી એટલે જેને ભ હજી બાકી છે તે બધા જ ગતિની અપેક્ષાએ અચરમ છે. આજ પ્રમાણે સ્થિતિ વિ. થી પણ ચરમઅચરમનો વિચાર કરવામાં આવ્યું છે.
અગ્યારમું “ભાષાપદ છે. આ પદમાં ભાષા સંબંધી વિચારણા કરતાં બતાવ્યું છે કે ભાષા કેવી રીતે ઉત્પન્ન થાય છે, કયાં રહે છે, તેની આકૃતિ કેવા પ્રકારની છે, તેનું સ્વરૂપ, ભેદ-પ્રભેદ અને બેલનાર વ્યકિત વિગેરે અનેક મહત્ત્વપૂર્ણ બાબત ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે.
જે બોલવામાં આવે તે ભાષા કહેવાય છેબીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જે શબ્દ બીજાના અવબોધ-સમજવામાં કારણભૂત બને તે ભાષા છે. ૨ ભાષાનું આદિ કારણ તે જીવ છે અને ઉપાદાન કારણ પુગલ છે. સ્થિર થયેલા ભાષાના પુદગલેને કાયયોગ વડે ગ્રહણ કરી ભાષારૂપે પરિણમાવે છે. આ ભાષાના પુદ્ગલે જ્યારે ભાષારૂપે બહાર નીકળે છે ત્યારે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ જાય છે. લોકવાકાર હોવાથી ભાષાને આકાર પણ શાસ્ત્રકારે વજાકાર જ બતાવ્યું છે. ભાષાનું પર્યવસાન (અન્ત) લોકાન્તમાં થાય છે તેથી ભાષાના પગલે સમગ્ર લેકમાં ફેલાઈને લેકને ભરી દે છે. લેકની ઉપર કે આગળ (અલેકમાં) ભાષાના પુગલે જતા નથી કારણ કે ગમનક્રિયામાં સહાયભૂત ધમસ્તિકાય લેકમાં જ છે. જે ભાષાના પગલે ગ્રહણ કર્યા તે ભાષારૂપે પરિણમીને બહાર નીકળે છે. તેનો કાળ પરિમાણુ બે સમયને છે. પ્રથમ સમયે ગ્રહણ કરે છે અને બીજા સમયે બહાર કાઢે છે. આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્ય માં બતાવ્યું છે કે કાયગ વડે જીવ ભાષા મુદ્દગલોને ગ્રહણ કરે છે અને વાયેગથી તેનું નિર્ગમન કરે છે. (બહાર કાઢે છે)
પુદ્ગલ દ્રવ્ય પરમાણુથી લઈને અનંતપ્રદેશી સ્કન્ય રૂપે હોય છે. જે સ્કન્ધ અનંતપ્રદેશી હોય છે તેમનું જ ગ્રહણ ભાષા માટે ઉપયોગી થાય છે. ક્ષેત્ર ષ્ટિએ અસંખ્યાત પ્રદેશ સ્થિત સ્કન્ડ, કાળની દષ્ટિએ એક સમયથી લઈને અસંખ્યાત સમયની સ્થિતિવાળા સ્કન્ધ હોય છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શની અપેક્ષાએ ભાષાના પગલે એક સમાન નથી હોતા તે પણ રૂપ આદિ પરિણામવાળાં તો બધાં હોય જ છે. સ્પર્શની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા પુદગલોનું જ ગ્રહણ થાય છે. આકાશના જેટલા પ્રદેશનું અવગાહન કરી આત્મા રહે છે તેટલા જ પ્રદેશમાં રહેલા ભાષાના પુદ્ગલેને તે ગ્રહણ કરે છે.
પ્રસ્તુત પદમાં ભાષાના ભેદોને અ ક દષ્ટિએ વિચાર કરવામાં આવેલ છે. ભાષાના બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. પોતાના સત્યભાષા અને મૃષાભાષા એમ બે ભેદ છે. સત્યભાષાના જનપદસત્ય, સમ્મતસત્ય આદિ ૧૦ ભેદ છે અને મૃષા– અસત્યભાષાના કેનિશ્રિત, માનનિશ્ચિત આદિ ૧૦ ભેદ છે. અપર્યાપ્ત ભાષાના સત્યામૃષા અને અસત્યામૃષા એમ બે ભેદ છે. જેમાં અર્ધસત્ય હોય તે ભાષા સત્યામૃષા (મિશ્ર) કહેવાય છે અને તેના ૧૦ ભેદ છે, અને જેમાં સત્ય કે મિથ્યાને કંઈ સંબંધ ન હોય તે અસત્યામૃષા છે. તેના ૧૨ ભેદ છે. બીજી અપેક્ષાએ લિંગ, સંખ્યાકાળ, વચન આદિની દષ્ટિએ ભાષાના ૧૬ પ્રકાર બતાવ્યા છે.
બારમાં પદમાં જીવોના શરીરના સંબંધમાં ચિન્તન કરવામાં આવ્યું છે. શરીરના દારિક, વૈક્રિય, આહારક,
૧. ભાષ્યતે ઇતિ ભાષા ૨. ભાયાવબોધ બીજભૂતા
- પ્રજ્ઞાપના ટીકા પૃ. ૨૪૬. - પ્રજ્ઞાપના ટીકા પૃ. ૨૫૬,
૩. આવશ્યક નિર્યુકિત ગાથા ૭.. ૪. વિશેષાવશ્યક ભાષા ગાથા ૩૫૩.
૨૫૨ Jain Education International
તવદર્શન
www.jainelibrary.org
For Private & Personal Use Only