SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજય ગુરૂદેવ વિવય પં. નાનયજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથસે (૨) સચિત્ત પ્રતિબદ્ધાહાર– જે સચિત્ત વસ્તુને ત્યાગ કર્યો તેની સાથે લાગેલી-ચટેલી અચિજ વસ્તુ હોય તે સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય છે તેનો આહાર કરે. જેમકે–વૃક્ષ ઉપર લાગેલો ગુંદર, ખજુર, ગેટલા સાથે કેરી વગેરેને આહાર કરવો. તે સચિત્ત પ્રતિબદ્ધાહાર અતિચાર છે. (૩) અપવહાર– સચિત્ત વસ્તુને ત્યાગ હોવા છતાં અગ્નિમાં પકવ્યા વગર કાચાં શાક, કાચાં ફળ વગેરેનું સેવન કરવું (૪) દુપાહાર– જે વસ્તુ અડધી કાચી, અડધી પાકી હોય તેનો આહાર કરે. (૫) તુચ્છૌષધભક્ષણ- જે વસ્તુમાં ખાવાનું ઓછું હોય અને નાખી દેવાનું વધુ હોય એવી વસ્તુનું સેવન કરવું, જેમકે-સીતાફળ, શેરડી વગેરે. ઉપભેગ-પરિભોગ માટે વરતુઓની પ્રાપ્તિ કરવી પડે છે અને તે માટે પાપકર્મ પણ કરવા પડે છે. જે વ્યવસાયમાં મહારંભ થાય છે એવા કાર્યો શ્રાવક માટે હોય અને નિષિદ્ધ છે. તેમને કર્માદાનની સંજ્ઞા આપી છે. તે કર્માદાન પંદર છે અને તે આ પ્રમાણે છે. (૧) અંગાર કર્મ– અગ્નિ સંબંધી વ્યાપાર–જેમકે કોલસા પાડવા, ઈટે પકવવી વગેરેના ધંધા કરવા. (૨) વન કર્મ– વનસ્પતિ સંબંધી વ્યાપાર-જેમકે, વૃક્ષ કાપવાને, ઘાસ કાપવા વગેરેને બંધ કર. (૩) શકટ કર્મ– વાહન સંબંધી વ્યાપાર, ગાડી, મોટર, ટાંગા, રિકશા વ બનાવવા. (૪) ભાડિ કમ– વાહન વગેરે ભાડે ફેરવી પિતાની આજીવિકા ચલાવવી. કર્મ– ભૂમિ ફડવાને ધંધે-જેમકે ખાણ ખોદાવવી, નહેરે બનાવવી, મકાન બનાવવા વગેરેનો વ્યવસાય કરો. (૬) દન્તવાણિજય- હાથી દાંત વગેરેને વ્યાપાર કરવો. (૭) લાક્ષાવાણિજય– લાખ વગેરેનો વ્યાપાર, (૮) રસવાણિજય-મદિરા-શરાબ વગેરેને વ્યાપાર ૯) કેશવાણિજય– વાળ તેમજ વાળવાળાં પ્રાણીઓને વ્યાપાર. (૧૮) વિષવાણિજય– ઝેરીલાં-વિષ પાયેલાં પદાર્થ તથા હિંસક અસ્ત્ર-શસ્ત્રોનો વ્યાપાર. (૧૧) ચન્નપીડનકર્મ– મશીન ચલાવવા વગેરેના ધંધા કરવા. (૧૨) નિર્લાઇનકમ– પ્રાણીઓના અવયવોને છેદવા, કાપવા આદિને વ્યવસાય. (૧૩) દાવાનિદાનકર્મ– વન, જંગલ, ખેતર વગેરેમાં આગ લગાડવાનું કાર્ય કરવું. (૧૪) સરદ્રતતડાગ શેષણુકર્મ– સરેવર, તળાવ, ધરા, ઝીલ વગેરેના પાણી સુકાવવાનું-ઉલેચવાનું કાર્ય કરવું. (૧૫) અસતીજન પોષણતાકર્મ– કુલટા-વેશ્યા સ્ત્રીઓને પોષવાનું કાર્ય, હિંસક પ્રાણીઓનું પાલન, સમાજ વિરોધી તત્તનું સંરક્ષણ વગેરે કાર્યો કરવા. આ પંદર કર્માદાન તથા આના જેવા બીજા પ્રકારના મહા આરંભના કાર્યો કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧ આ વ્યવસાય - ધંધાઓના ત્યાગનું વિધાન આજીવક મતમાં પણ હતું. જુઓ: (ક) “એનસાયકલોપીડિયા ઓફ રિલીજન એન્ડ એથિકસ” (જિલદ ૧, પૃ. ૨૫૯ - ૬૮, હેએલ.) (ખ) “ધી આજીવિકા જે પ્રી. બુદ્ધિરટ ઈંડિયન ફિલસફી પૃ. ૨૯૭ --૩૧૮. ડે. વી. એમ. બરુઆ. (ગ) “હિસ્ટોરિકલ લાનીંજ' પૃ. ૩૭, ર્ડો. બી. સી. લાહો . (ઘ) “હિસ્ટ્રી એન્ડ ડકટ્રીન્સ ઓફ ધી આજીવિકા એ. એલ બાશ. (૨) “લાઈફ ઈન એન્શિયન્ટ ઇંડિયા એજ ડિપિકડ ઈન જન કેનન્સ” પુ. ૨૦૭ - ૧૧. – જગદીશચન્દ્ર જૈન . (છ) સંપૂર્ણીન્દ અભિનન્દન ગ્રંથમાં “પંખલિપુત્ર ગોશાલ અને જ્ઞાતપુત્ર મહાવીર’ – જગદીશચન્દ્ર જૈન . (જ) મહાત્મા ગાંધીએ અહિંસક સમાજની જે કલ્પના કરી હતી તે આ કર્માદાનના ત્યાગની સાથે મળતી આવે છે. ૨૦૪ તવદર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy