________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ
દેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
(૫) ધન-રૂપિયા પૈસા, સિક્કા, નેટ વગેરે. (૬) ધાન્ય-અન્ન, ઘઉં, ચોખા, અડદ, મગ, તલ, અળસી, વટાણુ વગેરે. (૭) દ્વિપદ-બે પગવાળા પ્રાણીઓ-જેમકે-સ્ત્રી, પુરુષ, પોપટ, મેના, કબૂતર, મેર વિ. (૮) ચતુષ્પદ-ચાર પગવાળાં પ્રાણીઓ-જેમકે–ગાય, બળદ, ભેંસ, હાથી, ઘોડા, બકરી વગેરે. (૯) કુખ્ય અથવા ગે સોના ચાંદીની વસ્તુઓ સિવાય અન્ય બધી વસ્તુઓને સમાવેશ કુષ્યમાં થાય છે.
જેમ કેગાડી, મેટર, સાયકલ, ટાંગે, રથ, ટ્રક, વગેરે વાહન તથા ફરનીચર વગેરે. ડેપ્ય ધનને અર્થ
છે-હીરા, માણેક, મેતી વગેરે રાખવા. પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર છે –
(૧) ક્ષેત્ર-વાસ્તુ પરિમાણુતિકમ, (૨) હરિણય-સુવર્ણ પરિમાણુતિક્રમ. (૩) દ્વિપદ-ચતુષ્પદ પરિમાણુતિક્રમ. (૪) ધન-ધાન્ય પરિમાણુતિક્રમ.
(૫) કુપ-પરિમાણતિક્રમ. આસકિતપૂર્વક વસ્તુઓને પકડી રાખવી તે પરિગ્રહ છે. તેનો સંગ્રહ અને વધારો કરવો તે લેભ છે. લેભ અને પરિચય અને એકબીજાના પૂરક છે. તેથી લોભ-ઈચ્છાને મર્યાદામાં લાવવાં તે પરિગ્રહ ૧
ભ-ઈચ્છાને મયાદામાં લાવવાં તે પરિગ્રહ પરિમાણ વ્રત છે. શ્રાવકે જીવનમાં સુખ-શાન્તિ અને સંતોષ લાવવા આ વ્રતનું સત્યતાપૂર્વક પાલન કરવું જોઈએ.
આણુવ્રતના વિકાસ માટે ગુણવ્રતનું વિધાન કરવામાં આવ્યું છે. દિશા પરિમાણ વ્રત, ઉપભોગ-પભિગ પરિમાણુ વ્રત અને અનર્થ દંડ વિરમણ વ્રત. આ ત્રણેને ગુણવ્રત એટલા માટે કહેવામાં આવ્યા છે કે આ અણુવ્રતરૂપી મૂલગુણોની રક્ષા તથા વિકાસ કરે છે. (૬) છઠું દિશા પરિમાણ વ્રત
આ વ્રતમાં દિશાઓમાં પ્રવૃત્તિને સીમિત કરવામાં આવે છે. શ્રાવક એવી પ્રતિજ્ઞા કરે છે કે ચારે દિશાઓમાં તથા ઉપર તેમજ નીચે નિર્ણય કરેલ સીમાથી આગળ વધી હું કિંચિત્માત્ર પણ સ્વાર્થમૂલક પ્રવૃત્તિ નહીં કરું. વર્તમાન યુગમાં આ વ્રતનું માહાસ્ય વધારે છે. અત્યારે આ વ્રત એટલું બધું ઉપયોગી છે કે જે પ્રત્યેક રાષ્ટ્ર પોતપોતાની રાજનૈતિક તથા આર્થિક સીમાઓ નિશ્ચિત કરી લે તે ઘણા સંઘર્ષો સ્વતઃ મટી જાય. આ વ્રતના પાંચ અતિચારે છે.
(૧) ઉર્વદિશાની – મર્યાદાનું અતિક્રમણ કરવું. (૨) અર્ધ દિશાની – મર્યાદાનું અતિક્રમણ કરવું. (૩) તિરછી દિશા - પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાની મર્યાદાનું અતિક્રમણ કરવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ - અસાવધાનીથી અથવા ભૂલથી મર્યાદાના ક્ષેત્રને વધારી લેવા. એક દિશાના પરિમાણનો ભાગ
બીજી દિશાના પરિમાણમાં ભેળવી દે. (૫) વિસ્મૃતિ – મર્યાદાનું સ્મરણ ન રાખવું. (૭) સાતમું ઉભેગ પરિભેગ પરિમાણ વ્રત
જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે છે તેને ઉપગ અને વારંવાર ઉપયોગમાં આવે તેને પરિગ કહેવાય છે. આ વ્રતમાં ઉપગ અને પરિભેગમાં આવનારી વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. આ વ્રત અહિંસા અને સંતેષની રક્ષા માટે છે. આ વ્રતથી જીવનમાં સાદગી અને સરળતાને સંચાર થાય છે. મહારંભ, મહાપરિગ્રહ અને મહાતૃષ્ણાથી શ્રાવક મુકત થાય છે. આગમ સાહિત્યમાં ઉપભેગ-પરિગ સંબંધી ૨૬ વસ્તુઓનાં નામ બતાવ્યાં છે. આ વ્રતના પાંચ અતિચાર છે –
(૧) સચિરાહાર– જે સચિત્ત વસ્તુને ત્યાગ કર્યો હોય તેને પ્રમાદપૂર્વક આહાર કરવો.
આગમસાર દોહન
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org