________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
છઠા ઉદ્દેશકમાં શ્રમણને એમ કહેવામાં આવ્યું છે કે જે તેણે એક વસ્ત્ર અને એક પાત્ર રાખવાને અભિગ્રહ ગ્રહણ કર્યો હોય તો શીત વગેરે પરીષહ સમુત્પન્ન થાય ત્યારે બીજા વસ્ત્ર અને પાત્રની: ચિન્તવન કરે કે હું એકલો છું. મારું આ વિશ્વમાં કઈ પણ નથી અને ન હું પોતે બીજા કોઈને છું. આમાં એમ પણ બતાવ્યું છે કે રસનો આસ્વાદ લીધા વિના આહાર ગ્રહણ કરે. અને જ્યારે તેને એ વિશ્વાસ થઈ જાય કે સંયમસ ધના, તપ આરાધના તથા રોગાદિના કારણે શરીર અત્યન્ત ક્ષીણ તથા અશકત થઈ ગયું છે તે તે નિર્દોષ ઘાસની યાચના કરી એકાન્ત-શાન્ત સ્થાનમાં ભૂમિનું પરિમાર્જન કરી, સમાધિપૂર્વક ઈગિતમરણને આદરે.
સાતમા ઉદેશકમાં એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જે પ્રતિમાપારી અલક શ્રમણ સંયમસાધનામાં સ્થિત છે, તેના માનસમાં એ વિચાર ઉત્પન્ન થાય કે હું તૃણસ્પર્શ શીત, ઉષ્ણ, ડાંસ-મચ્છર વિ.ના પરીષહેને સહન કરવામાં તે પૂર્ણ સમર્થ છું પરંતુ લજજાને જીતવામાં અસમર્થ છે. તે તે સ્થિતિમાં તેને કટિબંધન ધારણ કરવું કપે છે.
આઠમા ઉદ્દેશકમાં પંડિતમરણનું હદયપશી વર્ણન છે. સંયમ સાધના કરતાં-કરતાં જ્યારે સાધકનું શરીર નિર્બળ થઈ જાય અને સ્વાધ્યાય વગેરે કરવાનું સામર્થ્ય પણ ન રહે ત્યારે તેણે બાહ્ય આત્યંતર સ્થિઓને પરિત્યાગ કરી અનશન સ્વીકારી લેવું જોઈએ. ભકતપ્રત્યાખ્યાન, ઈગિતમરણ અને પાદપગમન આ ત્રણ પ્રકારના સંથારામાં અનુક્રમે સાધકે જીવન અને મરણ બન્નેમાં સમાનરૂપથી અનાસકત રહીને ન તો જીવનની અભિલાષા કરવી જોઈએ અને ન મરવાની. બધા પ્રકારની માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓને ઉપશાંત કરી માત્ર આત્મરણ કરવું જોઈએ. અનશનની અવસ્થામાં કોઇ પણ પ્રકારને ઉપસર્ગ ઉપસ્થિત થાય તે વખતે સાધકે સમભાવમાં સ્થિત રહીને કર્મોની નિર્જ રે કરવી જોઈએ. જે તે વખતે ચિત્તાકર્ષક રમણીય ભેગોનું પ્રલોભન પણ આપવામાં આવે તો પણ તેથી વિચલિત થવું ન જોઈએ.
નવમા અધ્યયનનું નામ “ઉપધાન શ્રત” છે. તેના ચાર ઉદ્દેશક છે. આ સંપૂર્ણ અધ્યયન ગાથાત્મક છે. નિર્યુક્તિકારે ઉપધાન શબ્દની વ્યાખ્યા કરતાં બતાવ્યું છે કે, તકિયે એ દ્રવ્ય ઉપધાન છે. તેનાથી શયન કરવામાં સગવડતા રહે છે અને તપ એ ભાવ ઉપધાન છે કે જેનાથી ચારિત્રપાલનમાં સહાયતા પ્રાપ્ત થાય છે. જેવી રીતે શુદ્ધ જળથી મલિન વત્ર શુદ્ધ થાય છે તેવી રીતે તપથી આત્મા નિર્મળ બને છે. ભગવાન મહાવીર એક આદર્શ તથા મહાન શ્રમ હતા. તેમનું વિશુદ્ધ તપમય જીવન જ શ્રમણ જીવનનું જવલન્ત આદર્શ છે.
પ્રથમ ઉદ્દેશકમાં શ્રમણ ભગવાન મહાવીરે દીક્ષાથી બે વર્ષ પહેલાં સચેતન ત્યાગ, દક્ષા લીધા પછી વિહાર, કરપાત્રનું ગ્રહણ તથા વસ્ત્રનો ત્યાગ અને તેર માસ પછી દેવદૂષ્ય વસ્ત્રો પરિત્યાગ કર્યો તેમ બતાવ્યું છે. આમાં એમ પણ બતાવ્યું છે કે ભગવાન મહાવીરે પૂર્વ તીર્થકરેની પરંપરાને જાળવી રાખવા માટે જ દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું હતું. પરંતુ શીત તથા દંશમશકજન્ય પરીષહથી બચવા માટે તેમણે તેને કદી પણ ઉપયોગ કર્યો ન હતો.
બીજા અને ત્રીજા ઉદ્દેશકમાં એમ બતાવ્યું છે કે ભગવાન મહાવીરને કયા કયા વિકટ - સંકટપૂર્ણ ક્ષેત્રમાં વિહાર કરી કેવા કેવા સ્થાનોમાં રહેવું પડયું અને ત્યાં કેવા કેવા અસહ્ય અને ઘરપરિષહ તેમને સહન કરવા પડયા.
ચેથા ઉદ્દેશકમાં ભગવાન મહાવીરની ઉગ્ર તપશ્ચર્યાનું વર્ણન કરતાં બતાવ્યું છે કે તેઓ ભિક્ષામાં કેવા પ્રકારના રૂક્ષ અને નીરસ ભેજન ગ્રહણ કરતા હતા? ભગવાને કેવી રીતે નિરાહાર અને નિર્જળ રહીને સાધના કરી તેનું શબ્દચિત્ર પણ ઉપસ્થિત કરવામાં આવ્યું છે. અનાર્ય દેશમાં પરિભ્રમણ કરતી વખતે કેવા પ્રકારના ભીષણ ઉપસર્ગો સહન કરવા પડયા તેનું પણું હૃદયસ્પર્શી ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. તેમ છતાં ભગવાન કદી પણ પોતાના ધ્યેયથી વિચલિત થયા નહિ. તેઓ સદા સાધનાના માર્ગે આગળ વધતા રહ્યા.
આ પ્રમાણે આપણે જોયું કે આચારાંગ સૂત્રના પ્રથમ કૃતકધમાં નવ અધ્યયને છે અને તેમના પ૧ ઉદ્દેશકો છે. મહાપરિજ્ઞા અને તેના સાત ઉદ્દેશક વિલુપ્ત થવાથી વર્તમાનમાં પ્રથમ શ્રુતસ્કંધના આઠ અધ્યયને અને ૪૪ ઉદ્દેશકે છે.
૧ આચારાંગ ૮-૭-૧૧૧ આયારો પૃ. ૨૯૪
Jain Fઆગમસાર દહેન
For Private & Personal Use Only
www.
cary.org