________________
bપજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથડે
અહીં અમે જે જનશ્રતિ કહેલ છે તે માત્ર કમનીય ક૯પનાની ઉડાન નથી પરંતુ ઐતિહાસિક સત્ય તથ્ય પણ આમાં રહેલ છે. જેમકે- આર્યવજ રવામીએ મહાપરિજ્ઞા અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા ઉપલબ્ધ કરી હતી. આચારાંગ ચૂર્ણિમાં સ્પષ્ટ લખ્યું છે કે અનુમતિ વિના મહાપરિજ્ઞા અધ્યયન ભણી શકાતું નહોતું. આથી સ્પષ્ટ થાય છે કે મહાપરિજ્ઞા અધ્યયનમાં કેટલીક એવી વિશિષ્ટ વાત હતી કે તેનું જ્ઞાન બધા સામાન્ય સાધકો માટે વર્જનીય હતું.
આઠમા અધ્યયનના બે નામ ઉપલબ્ધ થાય છે. (૧) વિમાક્ષ અને (૨) વિમેહ અને આ અધ્યયનના આઠ ઉદ્દેશક છે પ્રસ્તુત અધ્યયનના મધ્યમાં ‘ઈરચેયં વિમહાયણું” તથા “અણુપુણ વિહાઈ’ તેમજ અન્તમાં “વિમેહનયર હિયં” વગેરે દેશમાં વિમોહ’ શબ્દનો પ્રયોગ થયો છે. સંભવ છે આજ દષ્ટિએ પ્રસ્તુત અધ્યયનનું નામ “વિમોહ” અધ્યયન રાખવામાં આવ્યું હોય. વિમેહ અને વિમોક્ષ આ બે શબ્દોમાં અર્થની દષ્ટિએ વિશેષ અંતર નથી. વિમોહન અર્થ છે- મોહરહિત થઈ જવું અને વિમોક્ષનો અર્થ છે – બધા પ્રકારના સંગથી પૃથક થઈ જવું. આ બનને શબ્દ આ અધ્યયનમાં સમસ્ત ભૌતિક સંસર્ગોના પરિત્યાગના અર્થમાં વ્યવહત થયા છે.
પ્રથમ ઉદ્દેશકમાં શ્રમણ માટે એ નિર્દેશ છે કે પિતાનાથી ભિન્ન આચાર તથા ભિન્ન ધર્મવાળા શ્રમની સાથે અશન પાન ન કરે. તેમજ ન વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપુંછણ વગેરેનું આદાન-પ્રદાન પણ કરે. મુનિ માટે એવા કહ૫- આચાર નિર્ધારિત છે કે તે સાધર્મિક મુનિને જ આહાર આપી શકે છે અને તેની પાસેથી લઈ શકે છે. સાધર્મિક પાર્થસ્થ તેમજ શિથિલાચારવાળા મુનિ પણ હોઈ શકે છે. પરંતુ મનિ ન તો તેને આહાર આપી શકે છે કે ન લઈ શકે છે. તેથી જ નિશીથમાં તેની સાથે બે વિશેષણ સાંગિક અને સમનુજ્ઞ જોડવામાં આવ્યા છે. કપમયદાની દષ્ટિએ જેની સાથે આહારદિને સંબંધ હોય છે તે સાંગિક કહેવાય છે અને જેમની સમાચારી સમાન હોય છે તે સમનજ્ઞ કહેવાય છે. નિશીથમાં અન્યતીથિક, ગૃહસ્થ, પાર્શ્વસ્થ વગેરેને અશન-વસ્ત્ર–પાત્ર-કંબલ પાયપુંછણદિ આપ્યું હોય તે તેના પ્રાયશ્ચિતને ઉલ્લેખ કર્યો છે.
બીજા ઉદ્દેશકમાં શ્રમણને એવો આદેશ આપ્યો છે કે તે અકલ્પનીય વસ્તુને કેઈપણ સ્થિતિમાં ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્થ અપ્રસન્ન થઈ તાડન-તર્જન પણ કરે તથા કષ્ટ પણ આપે તે પણ શ્રમણે તેને શાંતભાવથી સહન કરવું જોઈએ.
ત્રીજા ઉદ્દેશકમાં એશ્ચર્યા, ભિક્ષુલક્ષણ વગેરેનું વર્ણન કર્યા પછી એમ કહ્યું છે કે જે કઈ શ્રમણના શરીરકંપનને જોઈને કોઈ ગૃહપથના અંતરમાનસમાં એવી શંકા ઉદ્દભૂત થાય કે આ શ્રમણ કામોત્તેજનાને લીધે ધ્રુજી રહ્યા છે તે શ્રમ સમ્યકરૂપથી તેની શંકાનું નિરસન કરવું જોઈએ.
ચાથા ઉદ્દેશકમાં શ્રમણના વસ્ત્ર-પત્રાદિની મર્યાદાને નિર્દેશ કર્યો છે અને એમ બતાવ્યું છે કે સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત સચેતક તથા અલક અવસ્થાઓને સમભાવપૂર્વક સમ્યક પ્રકારે જાણે અને સમજે. જે એવી વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય કે જેમાં અનુકૂળ અથવા પ્રતિકૂળ પરીષહે આવી ગયા હોય અને તેમને સહન કરવામાં અસમર્થ હોય તે પ્રાણનું બલિદાન કરી સંયમની રક્ષા કરવી જોઈએ.
પાંચમા ઉદ્દેશકમાં એ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે બે વસ્ત્ર તથા એક પાત્રધારી તેમજ એક વધારી અથવા અચેલક સાધક સમભાવે પરીષહોને સહન કરે અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરી શ્રમણ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત ધર્મને સમ્યક પ્રકારે જાણીને પિતાના અભિગ્રહનું યથાર્થરૂપથી પાલન કરે અને અને સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કરે.
૧ આવશ્યક નિર્યુકિત – મલયગિરીવૃત્તિ ૭૬૯, પૃ. ૩૯૦
(ખ) પ્રભાવક ચરિત્ર ગા. ૧૪૮ ૨ નિસીહજઝયણું ૨૪૪ ૩ નિસીહજઝયણે ૧૫૭૬-૭૭.
Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only