________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
આચારાંગના પ્રથમ શ્રતસ્કન્ધનું નામ “બ્રહ્મચર્ય” અધ્યયન પણ છે. સમવાયાંગમાં આના અધ્યયનોને “નવ બ્રહ્મચર્ય કહેલ છે. આચારાંગ નિકિતમાં આને “નવ બ્રહ્મચર્યાશ્ચયનાત્મક’ બતાવેલ છે. સમવાયાંગર અને આચારાંગ નિર્યુકિતમાં અધ્યયનના જે નામ ઉપલબ્ધ થાય છે તેમાં થોડું અંતર છે. નામભેદ પણ છે અને કમભેદ પણ છે. જેમકે – સમવાયાંગ
આચારાંગ નિર્યુકિત સસ્થપરિણા
સસ્થપરિણું લેગવિજય
લેગવિજય સીએસણિજ
સીએસણિજ સમ્મત
સમ્મત આવતી.
લેગસાર
ધય
વિમહાયણ ઉવહાણસુય મહપરિણા
મહાપરિણું વિમેકપ ઉવહાણસુય
આચારાંગના પાંચમા અધ્યયનનું નામ “લોગસાર છે. સમવાયાંગમાં જે આવન્તી નામ આપેલ છે તે આદિમાં આવેલ પદને કારણે છે. અનુગદ્વારમાં આને ઉદાહરણરૂપે આપેલ છે. આચારાંગ નિર્યુકિતમાં પણ આવંતીને ‘આદાન પદ’ એવું પ્રમુખ નામ અને “લોકસારને શૈણ નામ આપ્યું છે.
તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આચાર્ય અકલ કે આચારાંગને સમગ્ર વિષય “ચર્ચાવિધાન બતાવેલ છે, અને મૂલારાધનામાં અપરાજિતસૂરિએ આચારાંગને રત્નત્રયીના આચરણનું પ્રતિપાદક બતાવેલ છે.
જૈન સાહિત્યમાં આચાર શબ્દ વ્યાપક અર્થમાં વ્યવહત થયેલ છે. આચારાંગની વ્યાખ્યામાં આચારના પાંચ પ્રકાર બતાવ્યા છે.– (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીયાચાર. આચારાંગમાં આ પાંચે આચારનું નિરૂપણ છે. “ આ આચાર સાધનાને પ્રાણુ છે, મુકિતનો મૂળ માર્ગ છે.
આગમ બે શ્રુતસ્કનમાં વિભકત છે. પ્રથમ શ્રુતસ્કમાં નવ અધ્યયનો છે. પ્રથમ અધ્યયનનું નામ શસ્ત્ર પરિજ્ઞા છે. આમાં “શસ્ત્ર” શબ્દને પ્રવેગ અનેકવાર થયું છે. તેનું તાત્પર્ય એ છે કે “જ્ઞ” પરિજ્ઞાથી શત્રેની ભયંકરતા અને તેના પ્રયોગથી થનારી હિંસા આદિને જાણીને “પ્રત્યાખ્યાન” પરિજ્ઞાથી શસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. સાધનાપથ પર પ્રગતિ કરનારા સાધકે દ્રવ્ય અને ભાવ આ બંને પ્રકારે શસ્ત્રનો પરિત્યાગ કરવો આવશ્યક છે.
આચારાંગ સૂત્રને પ્રારંભ આત્મ-જિજ્ઞાસાથી થાય છે. જેમ વેદાન્ત દર્શનનું ‘અથાત બ્રહ્નજિજ્ઞાસા' મૂળ સૂત્ર છે, તેવી જ રીતે જેનદર્શનનું “અથાતે આત્મજિજ્ઞાસા મૂળ સૂત્ર છે. આત્મા છે, તે નિત્યાનિત્ય છે, કર્તા છે, ભક્તા
૧ ણવ બંભચેર મઈએ - આચારાંગ નિર્યુકિત ગા. ૧૧. ૨ સમવાયાંગ સમવાય ૯, સૂ. ૩ ૩ આચારાંગ નિર્યુકિત ગા. ૩૧ - ૩૨ ૪ સે કિ તે આયાણ પણ? (ધર્મો મંગલં, ચૂલિયા) આવતી . તત્ર આવંતીત્યાચારસ્ય પંચમાધ્યયન, તત્ર હ્યાદાવ – આવની કેયાવતી'
ત્યાલાપકો વિદ્ય ઈત્યાદાનપદે - નૈતન્નામ – અનુયોગદ્વાર સૂત્ર ૧૩૦, વૃત્તિપત્ર ૧૩૦ ૫ આયાણપણા વંતિ, ગણનામેણ લોગસાત્તા – આચારાંગ નિર્યુકિતે ગા. ૨૩૮ ૬ આચારે ચર્યાવિધાને શુદ્ધયષ્ટક પંચ સમિતિ ત્રિગુપ્તિવિકલ્પ કશ્યતે – તત્ત્વાર્થ રાજવાત્તક ૧-૨૦. ૭ રત્નત્રયાચરણ નિરૂપણ પરતયા પ્રથમ ભંગમાચાર શબ્દનોગ્યતે – મૂલારાધના આશ્વાસ શ્લોક ૧૩૦, વિદયા ૮ સમવાયાંગ પ્રકીર્ણક - સમવાયાંગ સૂ. ૮૯
Jain EducatSternational
For Private & Personal Use Only
wwwતત્ત્વદર્શનg