SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ{ શ્રમધર્મનું પરિજ્ઞાન થાય છે તેથી આચારધરને પ્રથમ ગણિસ્થાન કહ્યું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે આચારધર એ જ આચાર્ય થવાનું પ્રથમ કારણ છે. દ્વાદશાંગીમાં આચારાંગનું પ્રથમ સ્થાન છે. જે નિર્યુકિતકાર ભદ્રબાહુએ લખ્યું છે કે તીર્થકર ભગવાન સર્વપ્રથમ આચારાંગનું અને ત્યાર પછી શેષ અંગેનું પ્રવર્તન કરે છે. આચારાંગ ચૂર્ણિ તથા વૃત્તિમાં આચારાંગની મહત્તાનું પ્રતિપાદન કરતા લખ્યું છે-અનન્ત અતીતમાં જેટલા પણ તીર્થકરો થયા છે તે બધાએ સર્વપ્રથમ આચારાંગને જ ઉપદેશ આપે. વર્તમાનકાળમાં જે તીર્થકરો મહાવિદેહ વરાજમાન છે તે સર્વે પણું સર્વપ્રથમ આચારાંગને જ ઉપદેશ આપે છે અને અનાગત અનન્તકાળમાં જેટલા પણ તીર્થકરે થશે તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપશે. ત્યાર પછી બાકીના અગેને ઉપદેશ કરશે. ગણધરો પણ એ જ ક્રમનું અનુસરણ કરતાં તે જ કમે દ્વાદશાંગીની ગૂંથણી-રચના કરે છે. સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે અને નંદીની વૃત્તિમાં આચાર્ય મલયગિરિએ ઉપરોકત માન્યતાના સમર્થનમાં પિતાને અભિપ્રાય વ્યક્ત કરી લખ્યું છે કે આચારાંગ, સ્થાપનાની દષ્ટિએ પ્રથમ અંગ છે અને રચનાક્રમની દષ્ટિએ બારમું અંગ છે. અને બીજી રીતે જોતાં રચનાક્રમ અને સ્થાપનાક્રમ બને દષ્ટિએ આચારાંગ પ્રથમ અંગ છે. આ બને ધારાઓ અભયદેવ તથા મલયગિરિની પહેલાં પ્રચલિત હતી. અંગસૂત્ર પ્રમાંથી નિયંઢ છે. આ દૃષ્ટિએ જોતાં લાગે છે કે આચારાંગ સ્થાપનાક્રમની દષ્ટિએ પ્રથમ અંગ છે પરન્ત રચનાક્રમની દૃષ્ટએ નહિ. ત્રિષષ્ઠિ શલાકાપુરુષ રારિત્ર, મહાવીરચરિયું વગેરેથી પરિજ્ઞાત થાય છે કે શ્રમણ ભગવાન મહાવીરે ગીતમાદિ ગણધરોને સર્વપ્રથમ ‘પુને ઈવા. વિગમે ઈવા, ધ ઈવા’ આ ત્રિપદી પ્રદાન કરી અને તેમણે આ ત્રિપદી દ્વારા પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરી અને ત્યાર પછી દ્વાદશાંગીની રચના કરી. ગણધરોએ દ્વાદશાંગીથી પહેલાં “ પૂર્વોની રચના કરી તેથી તેમને “પૂર્વ” કહેવામાં આવ્યા. અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે પૂર્વેની રચના અંગોથી પહેલા થઈ તે દ્વાદશાંગીની રચનામાં આચારાંગનું પ્રથમ સ્થાન કેવી રીતે હોઈ શકે? એને ઉત્તર એ છે કે પૂર્વોની પ્રથમ રચના થવા છતાં પણ આચારાંગનું દ્વાદશાંગીના ક્રમમાં પ્રથમ સ્થાન માનવામાં હરકત નથી કારણ કે બારમું અંગ દષ્ટિવાદ છે તે પૂર્વ નથી. પૂર્વ તો પાંચ વિભાગે માંહેલે એક વિભાગ છે,' સર્વપ્રથમ ગણધરોએ પૂની રચના કરી પરંતુ બારમાં અંગ દ્રષ્ટિવાદનો અવશેષ એવા ઘણા મોટા ભાગનું ગ્રંથન (રચના) તો આચારાંગ આદિના ક્રમથી બારમા સ્થાને જ થયેલ ૧ આયામ્મિ અહીએ જે નાઓ હેઈ સમણ ધમ્મ કા તન્હા યારધરો, ભણઈ પઢમં ગણિઠાણું - આચારાંગ નિર્યુકિત ગા. ૧૦ ૨ (ક) સે | અંગઠયાએ પટમે - સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર ૮૯ (ખ) સ્થાપનાધિકૃત્ય પ્રથમમંગમ - નંદી, મલયગિરિવૃત્તિ પત્ર - ૨૧૧. (ગ) ગણધરા: પુન: સૂત્રરચનાં વિદધત: આચારાદિકણ વિદજાતિ સ્થાપતિ વા . - નંદી મલયગિરિવૃત્તિ પત્ર ૨૪૦. ૩ સવૅસિમાયારો તિસ્થલ્સ પવરાણે પઢમયાઓ સેસાઈ અંગા છે એકકારસ અણુપુથ્વીએ ! - આચારાંગ નિર્યુકિત ૮. ૪ સવતિ–ગરા વિય આયારર્સ અર્થે પઢમં આઈકખંતિ તો સગાણું એક્કારસહં અંગાણું તાએ ચેવ પરિવાડીએ ગણહરા વિ સુત્ત ગંતિ - આચારાંગ શૂણિ પૃ. ૩ ૫ કદા પુનર્ભગવતાચાર: પ્રણીત: ઈત્યથ આહ સલૅસિમિયાદિ સર્વોપાં તીર્થકરાણાં તીર્થપ્રવર્તનાદાવાચારાર્થ: પ્રથમતયાભૂદ ભવતિ, ભવિષ્યતિ એ તત: શેષાંગાર્થ ઈતિ ગણધરા અપ્પનÁવાનુપૂર્યા સૂત્રતયા ગ્રન્થનતિ ઈતિ - આચારાંગ શીલાંકાચાર્યવૃત્તિ પૃ. . ૬ સમવાયાંગ વૃત્તિ - અભયદેવસૂરિ પત્ર ૧૯૯૧ ૭ નન્દી મલયગિરિવૃત્તિ પૃ. ૪૮૧ ૮ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર ૧૦-૫-૧૬૫ ૯ મહાવીર ચરિયું ૮-૨૫૭ ગુણચન્દ્ર. (ખ) દર્શન - રત્ન રત્નાકર પત્ર ૪૦૩૧ ૧૦ પરિકર્મ - સૂત્ર પૂર્વાનુયોગ - પૂર્વગત - ચૂલિકા: પંચ યુદષ્ટિવાદદા: પૂર્વાણિ ચતુર્દશાપિ પૂર્વગતે છે - અભિધાન ચિન્તામણિ - ૧૬૦ Jain આગામસા દેહન For Private & Personal Use Only www.9 € Lary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy