________________
પૂજ્ય ગુરૂદેવે વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. સરપેટિયર, ડે. વિન્ટરનિસ્ત્ર અને ૩. રિનોએ (૧) ઉત્તરા ધ્યયન (૨) આવશ્યક (૩) દશવૈકાલિક અને (૪) પિનિકતને મળસૂત્ર માનેલ છે.
. સુબ્રિગે ઉત્તરાધ્યયન, દશર્વેકાલિક, આવશ્યક, પિડનિયુક્તિ અને એનિકિતને મળસૂત્રની સંજ્ઞા આપી છે.૧
સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નન્દી અને અનુયોગ દ્વારને મળસૂત્ર માને છે.
અગાઉ કહેવાઈ ગયું છે કે “મૂલ” સૂત્રની જેમ “છેદ' સૂત્રને નામે લેખ પણ નન્દીસૂત્રમાં થયું નથી. “છેદ સૂત્રને સવપ્રથમ પ્રયોગ આવશ્યક નિર્યુકિતમાં થયો છે. ત્યારપછી વિશેષાવશ્યક ભાષ્ય અને નિશીથ ભાષ્યવ. માં પણ તે શબ્દ વ્યવદન થયેલ છે. તાત્પર્ય એ છે કે આપણે જે આવશ્યક નિર્યુકિતને જતિવિંદ વરાહમિહિરના ભાઈ દ્વિતીય ભદ્રબાહની કૃતિ માનીએ તે તે વિકમની છડી શતાબ્દિમાં થયા છે અને તેમણે આ છેદસૂત્ર શબ્દને પ્રગ કર્યો છે. આથી સ્પષ્ટ થ ય છે કે “છેદસૂર આ શબ્દનો પ્રયોગ “મૂલસૂત્તથી પહેલાં થયે છે.
અમક આગમને “છેદસત્ર? આવી સંજ્ઞા શા માટે આપવામાં આવી? આ પ્રશ્નનો ઉત્તર પ્રાચીન-ગ્રન્થમાં સાફ અને સરળ મળતો નથી. હા, આ હકીકત છે કે જે સૂત્રને “છેદસૂત” કહેલાં છે તે પ્રાયશ્ચિત સૂત્ર છે.
સ્થાનાંગમાં શ્રમણ માટે પાંચ ચારિત્રે ઉલ્લેખ છે. (૧) સામાયિક (૨) છેદો પસ્થાનીય (૩) પરિહારવિચદ્ધિ (૪) સુમસં૫રાય (૫) યથાખ્યાન. આમાંથી વર્તમાનમાં ત્રણ છેલલા ચારિત્ર વિરછેદ થઈ ગયા છે. સામાયિક ચારિત્ર થોડા વખતનું હોય છે પરન્તુ છેદેપુસ્થાનિક ચારિત્ર જ જીવનપર્યન્ત રહે છે. પ્રાયશ્ચિતને સંબંધ પણ આ જ ચારિત્ર્યથી છે. સંભવ છે કે આ જ ચારિત્રને લક્ષમાં રાખી પ્રાયશ્ચિત સૂત્રને છેદસૂત્રની સંજ્ઞા આપવામાં આવી હોય.
મલયગિરિની આવશ્યક વૃત્તિમાં સૂત્રો માટે પદ-વિભાગ અને સમાચારી શબ્દનો પ્રયોગ થયો છે. પદ વિભાગ અને છે આ બનને શબ્દ સમાન અર્થને અભિવ્યક્ત કરે છે. સંભવ છે આ દષ્ટિને લીધે જ છેદસૂત્ર નામ રાખવામાં આવ્યું હોય, કારણ કે છેદસૂત્રોમાં એક સુત્રને બીજા સૂત્ર સાથે સંબંધ નથી. બધા સૂત્રે સ્વતંત્ર છે. તેમની વ્યાખ્યા પણ છેદદષ્ટિએ અથવા વિભાગદષ્ટિએ કરવામાં આવે છે.
દશાશ્રુતસ્ક, નિશીથ, વ્યવહાર અને બૃહત્કલ્પ આ સૂત્રે નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ઉદ્ભૂત કરવામાં આવ્યા છે. તેનાથી છિન્ન અર્થાત્ પૃથક કરવાથી તેમને સૂત્રની સંજ્ઞા આપવામાં આવી હોય એમ પણ સંભવ થાય છે.
છેદત્રોને ઉત્તમ શ્રત માનવામાં આવ્યા છે. ૧ ૦ ભાગ્યકાર પણ આ કથનનું સમર્થન કરે છે. ચૂર્ણિ કા૨ જિનદાસ મહત્તર પોતે આ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે છેદસૂત્ર ઉત્તમ શા માટે છે? પછી પોતે જ તેનું સમાધાન કરે છે કે છેદ
૧ એ હિસ્ટ્રી ઓફ ધી કેનિકલ લિટરેચર ઓફ ધી જેમ્સ પૃ. ૪૪-૪૫ લેખક : એચ. આર. કાપડિયા, ૨ (ક) જૈનદર્શન’ ડૉ. મોહનલાલ મહેતા પૃ. ૮૯ પ્રકા. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા
( જૈન સાહિત્યને બૃહદ્ ઈતિહાસ, પ્રસ્તા. પં. દલસુખ માલવણિયા. પૃ. ૨૮ ૩ જે ચ મહાકપુસુય જાણિઅસેસાણિ છેઅસુરાણિ ચરણ-કરણાગ ત્તિ કાલિયન્થ ઉવગાણિ. આવશ્યક નિર્યુકિત સૂ. ૭૭૭ ૪ ય મહાકપાં જાણિઅસાણિ છેઅરશુરાણિ ચરણકરણાણુગ ત્તિ કાલિયન્થ ઉવગાણિ. આવશ્યકનિયુકિત સૂત્ર ૭૭૭
વિશેષાવશ્યક ભાષ્ય ૨૨૯૫ ૫ છેદસુતાણિ તીહાદી, અન્થય ગતો ય છેદસુતાદી, મંતનિમિત્તોસહિ પાહડે, ય ગાઉંતિ અણસ્થ - નિશીથભાષ્ય ૧૯૪૭
(ખ) કેનાનિકલ લિટરેચર પૃ. ૩૬ માં જુઓ. ૬ જૈનાગમધર અને પ્રાકૃત વાય.
લે. પુણ્યવિજ્યજી મુનિ હજારીમલ સ્મૃતિગ્રન્થ પૃ. ૭૧૮
૭ સ્થાનાંગ સૂત્ર ૫, ઉ. ૨, સૂત્ર ૪૨૮ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૨૬૦ - ૧૨૭૦. ૮ પદ વિભાગ, રામાચારી છેદસૂત્રાણિા
- આવશ્યકનિર્યુકિતે ૬૬૫ મલયગિરિવૃત્તિ. ૯ કતર સુi? દસાઉકષ્પો વવહારોય ! કતરાતો ઉદધૃતં? ઉચ્ચતે – પચ્ચકખાણપુવાઓ - - દશાશ્રુતસ્કલ્પચૂણિ પત્ર ૨ ૧૦ નિશીથ ૧૯૧૭
૧૧ છેયસુચમુત્તમસુર્ય - નિશીથભાષ્ય ૬૧૮૪ Jain E18 International
તત્ત્વદર્શન For Private & Personal Use Only
W
w.ainelibrary.org