SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિધય"પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આચાર્ય જિનભદ્ર જેમણે ઈ. સ. ૧૩૦૬ માં “વિધિમાર્ગપ્રથા” નામને ગ્રથ પૂર્ણ કર્યો હતો, તેમાં તેમણે આગમનાં સ્વાધ્યાયની તપિવિધિનું વર્ણન કરતાં “ઇયાણિ ઉવંગા” લખીને જે અંગને જે ઉપાંગ છે, તેને નિર્દેશ કર્યો છે." જિનપ્રભે “વાયણ વિહી ની ઉસ્થાનિકામાં જે વાકય આપ્યું છે તેમાં પણ ઉપાંગ વિભાગને ઉલેખ થયો છે.” પં. બેચરદાસજી દોશીને અભિમત છે કે ચૂર્ણિ સાહિત્યમાં પણ ઉપાંગ શબ્દનો પ્રયોગ થયો છે. પરંતુ આને પ્રયોગ સર્વપ્રથમ કોણે કર્યો તે અન્વેષણનો વિષય છે. મળ અને છેદ સૂત્રોનો વિભાગ કયા સમયે થયે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિની નિર્યુકિત, ચુર્ણિ અને વૃત્તિમાં મૂળ સૂત્ર સંબંધી કંઈ પણ ચર્ચા કરવામાં આવી નથી. આથી આ અનુમાન સહેજે થાય છે કે ૧૧ મી શતાબ્દિ સુધી “મૂળ સૂત્ર આ પ્રકારનો વિભાગ થયો ન હતો. જે થયે હોત તે અવશ્ય તેનો ઉલ્લેખ આ ગ્રન્થમાં થયે હોત શ્રાવકવિધિના લેખક ધનપાલે, જેમને સમય વિક્રમની ૧૧ મી શતાબ્દિ માનવામાં આવે છે, તેમણે પિતાના ગ્રન્થમાં ૪૫ આગમનો નિર્દેશ કર્યો છે. અને વિચાર-સાર-પ્રકરણના લેખક પ્રદ્યુમ્નસૂરિએ પણ જેમને સમય વિક્રમની ૧૩મી શતાબ્દિ છે, ૪૫ આગમને તે નિર્દેશ કર્યો છે પરંતુ મૂળ સૂત્રના રૂપમાં વિભાગ કર્યો નથી. વિ. સં. ૧૩૩૪માં રચાયેલ પ્રભાવકચરિત્રમાં સર્વપ્રથમ અંગ, ઉપાંગ, મૂળ અને છેદ એમ વિભાગે મળે છે. અને ત્યાર પછી ઉપાધ્યાય સમયસુન્દરગણીએ પણ સમાચાર શતકમાં તેને ઉલેખ કર્યો છે. ક એ છે કે ‘મૂળ સૂત્ર” વિભાગની સ્થાપના ૧૩મી શતાબ્દિના ઉત્તરાર્ધમાં થઈ ચૂકી હતી. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ આગમને “મૂળ સૂત્ર” એવું નામ શા માટે આપવામાં આવ્યું તે સંબંધમાં વિભિન્ન વિએ વિભિનન કલ્પનાઓ કરી છે. છે. વિન્ટરનિસ્ત્રનું એવું મન્તવ્ય છે કે આ આગમ ઉપર અનેક ટીકાઓ છે. તેમનાથી મળ ગ્રન્થને અલગ પાડવા માટે તેમને “મૂળ સૂત્રો કહ્યાં છે. પરંતુ તેમને આ તક વજનદાર નથી, કારણ કે તેમણે પિડનિર્યુકિતને મૂળ સૂત્રમાં ગણેલ છે. પરંતુ તેની અનેક ટીકાઓ નથી. ૧ જૈન સાહિત્યને બૃહદ્ ઈતિહાસ ભાગ ૧ ની પ્રસ્તાવનામાં પૃ. ૩૮ પં. દલસુખ માલવણિયા ૨ એવં કમ્પતિખાઈવિહિ પુરસ્સર સાહૂ સમાણિય યલોગવિહિ મૂલગૂન્યનન્કિ અણુઓ દાર - ઉત્તરજઝયણ, ઈસિભાસિય, અંગ, ઉવાંગ, પVણય - છયગ્રન્થ આગમે વાઈજજા. - વાયણાવિહિ પૃ. ૬૪, જૈન સાહિત્ય . ઈ. પ્રસ્તાવના પૂ. ૪૦-૪૧ ૩ જૈન સાહિત્યનો ઈતિહાસ ભાગ ૧, “જૈન શ્રુત’ પૃ. ૩૦. ૪ જએ - દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ અને ઉત્તરાધ્યયનની શાંતાચાર્યકૃત બ્રહવૃત્તિ. ૫ ગાયા રાહસ્ત્રીમાં સમયસુન્દરગણીએ ધનપાલકૃત “શ્રાવકવિધિનું નિન ઉદ્ધરણ આપ્યું છે. પણયા પીસ આગમ લે. ૨૯૭, પૃ. ૧૮. ૬ વિચારલેસ, ગાયા ૩૪૪ - ૩૫૧ (વિચારસાર પ્રકરણ) ૭ તતતુર્વિધ: કાર્યોડનુયેગડતી મયા, તાડગોનાગ મૂલાખ ગ્રન્થરછેદ કૃતાગમ : ૫ ૨૪૧ | - પ્રભાવક ચરિતમ્ દૂસરા આર્યરક્ષિત પ્રબન્ધ, પ્રકા. સિંધી જૈન ગ્રન્થમાલા • અહેમદાબાદ ૮ સમાચાર શતક પત્ર - ૭૬ A history of Indian Literature part II page 446. Why these texts are called "root-sutras" is not quite clear. Generallly the Word Mula is used of fundamental text, in the contradiction to the commentary. Now as there are old and important commentaries. in the existance precisely in the case of these texts they are probably termed "Multa-Texts". ૧૪૬ Jain Education International તત્ત્વદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy