________________
આપશ
ફાવટ પ. નાનજી મહારાજ જHIRING
ઉપરોક્ત વગીકરણ કરવા છતાં એવી સીમારેખા ખેંચી શકાતી નથી કે અન્ય આગમમાં અન્ય વર્ણન નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ધર્મકથાઓ સિવાય દાર્શનિક તત્ત્વ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ભગવતી સૂત્ર તે બધા વિષયનો મહાસાગર છે જ. આચારાંગ આદિમાં પણ આ જ હકીકત છે. તાત્પર્ય એ છે કે થોડા એક આગમોને છોડીને શેષ આગમમાં ચારે અનુગા નું સંમિશ્રણ છે. એ કારણે પ્રસ્તુત વગીકરણને રડ્યૂલ વર્ગીકરણ કહી શકાય.
દિગંબર સાહિત્યમાં આ ચાર અનુયેનું વર્ણન કંઈક રૂપાન્તરથી મળે છે. તેમના નામ આ પ્રમાણે છે :(૧) પ્રથમાનુગ (૨) કરણાનુગ (૩) ચરણનુયાગ (૪) દ્રવ્યાનુયેગ.
પ્રથમાનુગમાં મહાપુરૂષનાં જીવનચરિત્ર છે. કરણનુગમાં લોકાલોક વિભકિત, કાળ, ગણિત આદિનું વર્ણન છે. ચરણાનુયોગમાં આચારનું નિરૂપણ છે અને દ્રવ્યાનુયેગમાં દ્રવ્ય, ગુણ, પર્યાય, તત્ત્વ આદિનું વિશ્લેષણ છે.
દિગમ્બર પરંપરા આગમનો લેપ થયો હોવાનું માને છે. તેથી પ્રથમાનુગમાં મહાપુરાણ અને અન્ય પુરાણ, કરણનુગમાં ત્રિક-પ્રજ્ઞપ્તિ, ત્રિવેકસા૨, ચરણનુયેગમાં મૂલાચાર, અને દ્રવ્યાનુયોગમાં પ્રવચનસાર, ગેમ્પસાર આદિને સમાવેશ કરવામાં આવ્યો છે.'
શ્રીમદ રાજચંદ્ર ચારે અનુયોગોને આધ્યાત્મિક ઉપયોગ બતાવતા લખ્યું છે- “જો મન શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગનું ચિન્તન કરવું જોઈએ, પ્રમાદમાં પડી ગયું હોય તો ચરણકરણનુયોગનું, કષાયથી પરાજિત થયું હેય તો ધર્મકથાનુગનું અને જડતા ને મૂઢતામાં પડયું હોય તો ગણિતાનુયોગનું ચિન્તન કરવું જોઈએ.
આ અનુયોગેની સરખામણી વૈદિક સાધનાની સાથે કરવામાં આવે તે દ્રવ્યાનુયોગને અન્ય જ્ઞાન સાથે છે, ચરણુકરણનાગને કર્મયોગ સાથે, ધર્મકથાનુયોગને ભકિતયેગ સાથે અને ગણિતાનુયોગ (મનને એકાગ્ર કરવાની પદ્ધતિ હોવાથી) રાજયોગ સાથે જોડી શકાય છે. અંગ, ઉપાંગ, મૂળ અને છેદ
આગમનું સૌથી છેલ્લે ચતુર્થ વર્ગીકરણ છે– અંગ, ઉપાંગ, મૂળ અને છે.
નદી સૂત્રકારે મૂળ અને છેદ આ બે વિભાગ કર્યા નથી. તેમ તે જગ્યાએ “ઉપાંગ શબ્દને પણ પ્રયોગ થયેલ નથી. ઉપાંગ શબ્દ પણ નન્દીસૂત્રની રચના પછી જ વ્યવહત થયેલ છે. નન્દીમાં ‘ઉપાંગના અર્થમાં જ “અંગબાહ્ય શબ્દ આવ્યું છે.
આચાર્ય ઉમાસ્વાતિએ જેમને સમય પં. સુખલાલજીએ વિક્રમની ૧લી શતાબ્દિથી ૪ થી શતાબ્દિની મને માન્યો છે. તરવાર્થભાષ્યમાં અંગની સાથે ઉપાંગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપાંગથી તેમનું તાત્પર્ય અંગખાદ્ય આગમથીજ છે.
આચાર્ય શ્રીચને, જેમને સમય ઈ. સ. ૧૧૧૨ થી પૂર્વ માનવામાં આવે છે તેમણે સુખબધા સમાચારીની રચના કરી. તેમાં તેમણે આગમના સ્વાધ્યાયની તપવિધિનું વર્ણન કરતાં અંગખાદ્યના અર્થમાં “ઉપાંગ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
૧ પ્રથમાનુયોગ મર્યાખ્યાનું ચરિત્ન પુરાણમવિપુર મ છે બોધિસમાધિનિધાન બેધતિ બોધ : સમીચીન: ૫૪૩
લોકાલોક વિભકતેકુંગ પરિવૃત્તશ્ચિતુર્થતીનાં ચ | આદર્શમિવ તથામતિરāતિ કરણાનુયોગ0 m૪૪ ગૃહમેશ્ચનગારાણાં ચારિત્રાત્પત્તિવૃદ્ધિ રક્ષાંગમ ચરણનુયોગસમયંસમ્યજ્ઞાન વિજાનાતિ ૪પા જીવાજીવસુતત્વે પુણ્યાપુણે ચ બંધ મેક્ષ ચા દ્રવ્યાનુયોગદીપ: ચુતવિઘાલકમાતનુતે ૪૬ો.
- રત્નકરણ્ડ શ્રાવકાચાર અધિકાર ૧, પૃ. ૭૧ થી ૭૩ ૨ તત્ત્વાર્થસૂત્ર - પં. સુખલાલજી વિવેચન પૃ. ૯. ૩ અન્યથા હિ અનિબદ્ધમંગેપાંગશ: સમુદ્રપ્રસરણવ દુરધ્યવસેય સાત
- તસ્વાર્થ ભાગ ૧-૨૦ ૪ સુખબોધા સમાચારી પૃ. ૩૧ થી ૩૪
આગમસાર દેહન
૧૪૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only