SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ #પજ્ય દેવ કવિવર.પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ વર્તમાનકાળમાં “પૂર્વ” ને દ્વાદશાંગીથી પૃથક માનવામાં આવતા નથી. દષ્ટિવાદ બારમું અંગ છે. “પૂર્વગત” તેનેજ એક વિભાગ છે તથા ૧૪ પૂર્વે આ જ “પૂવગતની અન્તગત રહેલાં છે. જૈન અનુકૃતિ અનુસાર શ્રમણ ભગવાન મહાવીરે સર્વ પ્રથમ “પૂર્વગત” અર્થનું નિરૂપણ કર્યું હતું, અને તેને જ ગૌતમ પ્રભૂતિ ગણુધરેએ ‘પૂર્વકૃતના રૂપે નિમાણ કર્યું હતું. પરંતુ “પૂવગત’ શ્રત અત્યન્ત કિલષ્ટ અને ગહન હતું તેથી તેને સાધારણ અભ્ય શકતો ન હતો. એટલે અહ૫ મેધાવી વ્યકિતઓ માટે આચારાંગ આદિ અન્ય અંગેની રચના કરવામાં આવી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સ્પષ્ટ કહ્યું છે કે–દષ્ટિવાદમાં સંપૂર્ણ શબ્દજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે તે પણ અગિયાર અંગેની રચના અ૮૫ મેધાવી પુરૂષ અને મહિલાઓ માટે કરવામાં આવી હતી. જે શ્રમણ અત્યંત પ્રતિભાસંપન્ન–મેધાવી હતા તેઓ તો “પૂર્વોનું અધ્યયન કરતા હતા. અને જેમનામાં પ્રતિભાની તેજસ્વિતા નહોતી તેઓ અગિયાર અગેનું અધ્યયન કરતા હતા. જ્યાં સુધી આચારાંગ આદિ અંગસાહિત્યનું નિર્માણ થયું નહોતું ત્યાં સુધી ભગવાન મહાવીરની કૃતિરાશિ ૧૪ પૂર્વ અથવા દષ્ટિવાદના નામથી જ ઓળખાતી હતી. જ્યારે આચાર આદિ ૧૧ અંગેનું નિર્માણ થયું ત્યારે દષ્ટિવાદને ૧૨ મા અંગમાં સ્થાન આપવામાં આવ્યું. આગમ સાહિત્યમાં બાર અંગ ભણનારા અને ચૌદ પૂર્વ ભણનારા" – એમ બે પ્રકારના સાધકોનું વર્ણન આવે છે પરંતુ બન્નેનું તાત્પર્ય એક જ છે. જે ચૌદવી હોય છે તેઓ બાર અગન જાણુક ર પણ હાય છે, કારણ કે બારમા અંગ દષ્ટિવાદમાં ચૌદ “પ્ર સમાયેલા છે જ અ ગ – જૈન, બૌદ્ધ અને વૈશ્વિક ત્રણે ભારતીય પરંપરાઓમાં ‘અંગ” શબ્દનો પ્રયોગ થયે છે. જૈન પરંપરામાં તેનો પ્રાગ મુખ્ય આગમ ગ્રન્થ ગણિપિટક'ના અર્થમાં થયું છે. ટુવાલસંગે ગણિપિડશે એમ કહ્યું છે (૧) આચાર (૨) સૂત્રકૃત (૩) સ્થાન (૪) સમવાય (૫) ભગવતી (૬) જ્ઞાતાધમકથા (૭) ઉપાસક દશા (૮) અન્નકૃ૬ દશા (૯) અનુત્તરે ૫પાતિક (૧૦) પ્રશનવ્યાકરણ (૧૧) વિપાક અને (૧૨) દષ્ટિવાદ આ બાર અંગે છે, આચાર આદિ આગામે શ્રતરૂપી પુરુષના અંગેના સ્થાને પરિકલ્પના કરેલ હોવાથી પણ તે અંગ કહેવાય છે.” વૈદિક પરંપરામાં વેદના અર્થમાં અંગ શબ્દ વપરાયું નથી પરંતુ વેદના અધ્યયન કરવામાં જે સહાયક ગ્રો છે તેમને અંગ કહેવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે છે. ૮ (૧) શિક્ષા – શબ્દોચ્ચારણના વિધાનને પ્રરૂપનાર ગ્રન્થ. (૨) કલ્પ – વેઢ નિરૂપિત કર્મોનું યથાવત પ્રતિપાદન કરનાર ગ્રન્થ. ૧ જઈવિય ભૂતાવાએ, સવિર્સ વગય યારો! નિજ હણા તહાવિ હુ, દુમેહે ૫૫ ઈથી ! - વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૪ ૨ ચોદસ અવાઈ અહિજજઈ– અંતગડ વર્ગ ૩, અ. ૯ (ખ) સામાઈયમાઈયાઈ ચોપુવાઈ અહિજજઈ -અંતગડ વર્ગ ૩, અ. ૧ (ગ) ભગવતી ૧૧–૧૧-૪૩૨, ૧૭-૨-૬૧૭ ૩ સામાઈમાઈયાઈ કારસ અંગાઇ અહિ૪જઈ - અંતગડ વર્ગ ૬, અ. ૧૫ (ખ) ભગવતી ૨-૧-૯, (ગ) જ્ઞાતાધર્મકથા અ. ૧૨ તથા આ. ૨-૧ ૪ જોગડ વર્ગ ૪, અ. ૧, ૫ અાગડ વર્ગ ૩, અ. ૧ --૬ સમવાયાંગ-પ્રકીર્ણ, સમવાય સૂત્ર –૮૮ ૭ મૂલારાધના ૪/૫૯૯ વિજયોદયા, ૮ પાણિનીય શિક્ષા ૪૧-૧૨. આગમસાર દેહન Jain Education International ૧૩૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy