SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જૈન આગમ સાહિત્ય : એક અનુશીલન આગમ સાહિત્યનું મહત્વ જૈન આગમ સાહિત્ય ભારતીય સાહિત્યની એક અમૂલ્ય-અણમોલ ઉપલબ્ધિ છે, અનુપમનિધિ અને જ્ઞાનવિજ્ઞાનને ભંડાર છે. અક્ષરદેહથી તે જેટલું વિશાળ અને વિરાટ છે તેથી પણ વધુ તેનું સૂક્ષ્મ અને ગંભીર ચિંતન વિશદ અને મહાન છે. જેનાગનું પરિશીલન કરવાથી સહેજે સમજાય છે કે અહીં માત્ર શેખચલ્લીની જેમ રંગીન ક૯૫નાઓ કે તરંગોના ઘોડા દોડવ્યા નથી કે નથી બુદ્ધિના ખેલ કરવામાં આવ્યા, કે નથી અન્ય મત-મતાંતરોના ખંડન-મંડનની માથાકૂટ કરી. જેનાગ જીવનના ક્ષેત્રમાં ન સ્વર, નવે સાજ અને નવું શિલ્પ લઈને ઊતરે છે. તેમણે જીવનને સજીવ, યથાર્થ, ચૈતન્યના પ્રકાશથી ઝગમગતે દષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે અને જીવનના ઉત્થાન અને ઉત્કર્ષની પ્રબળ પ્રેરણું આપી છે. આત્માની શાશ્વત સત્તા અને અખંડ અસ્તિત્વનો દિવ્ય ઉદ્ઘોષ કર્યો છે તેમજ તેની સર્વોત્કૃષ્ટ વિશદ્ધિ પરમાત્મપદ પ્રાપ્તિનો માગ પ્રદર્શિત કર્યો છે. તેના સાધનરૂપે ત્યાગ, વૈરાગ્ય અને સંયમથી જીવનને નિર્મળ અને તેજસ્વી સૂર્યની જેમ ચમકાવવાનો શાશ્વત સંદેશ આપે છે. તેમણે સંયમ–સાધના, આતમ-આરાધના અને મનોનિગ્રહ દ્વારા જીવન પરિવર્તનનો અનુપમ ઉપદેશ આપે છે. જેનાગોના પુરરકત માત્ર દાર્શનિકે જ ન હતા, પરંતુ મહાન અને સફળ સાધકો હતાં, તેમણે “કાંટની જેમ એકાન્તમાં બેસીને તાવની વિવેચના કરી નથી કે નથી “હેગેલ”ની જેમ રાજયને આશ્રય પામી પોતાના વિચારોનો પ્રચાર કર્યો કે ન તે તે વૈદિક ઋષિઓની જેમ આશ્રમમાં રહીને કંદમૂળ ફળ ખાઈને જીવન અને જગતની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમણે સર્વપ્રથમ મનના મેલને સાફ કર્યો. આત્માને સાધનાની અગ્નિમાં તપાવી સુવર્ણની જેમ નિર્મળ બનાવી તેજસ્વી કર્યો. પહેલાં પિતેજ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાધના કરી, કઠોર તપની આરાધના કરી અને અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર આત્માના ગુણનો જ ઘાત કરનાર કર્મોને નષ્ટ કરી આત્મામાં અનન્ત પરમાત્માના ઐશ્વર્ય અને વૈભવનાં દર્શન કર્યા. ત્યાર પછી તેમણે બધા જીવોની રક્ષા કરવા રૂપ દયા માટે પ્રવચનો કર્યા. આત્મસાધનાનું નવનીત – સાર જનસમુદાયની સમક્ષ પ્રસ્તુત કર્યો. આજ કારણથી જૈનાગમમાં જેવા પ્રકારનું આત્મસાધનાનું વૈજ્ઞાનિક અને કમબદ્ધ વર્ણન ઉપલબ્ધ થાય છે, તેવું વર્ણન કઈ પણ પ્રાચીન પૌત્ય અને પાશ્ચાત્ય વિચારકના સાહિત્યમાં મળતું નથી. વેદોમાં આધ્યાત્મિક ચિન્તનની અપેક્ષાએ લેકચિન્તન વધારે પ્રમાણમાં થયું છે. તેમાં જેટલી દેવસ્તુતિની મહિમા ગવાઈ છે તેટલી આમસાધનાની નહિ. ઉપનિષદે આધ્યાત્મિક ચિન્તન તરફ જરૂર આગળ વધ્યા છે, પરંતુ તેમને બહ્મવાદ અને આધ્યાત્મિક વિચારણું એટલા બધાં દાર્શનિક છે કે સર્વસાધારણ માટે તે સમજવું કઠણુ જ નહિ અતિ કઠણ છે જેનાગમની જેમ આમસાધનાને અનુભૂત માર્ગ તેમાં નથી. કે. હર્મન જેકોબી, ડે, શઝિંગ વિ. પાશ્ચાત્ય વિચારકે પણ આ સત્યતને એક સ્વરથી સ્વીકારે છે કે જેનાગમમાં દર્શન અને જીવનનો, આચાર અને વિચારને, ભાવના અને કર્તવ્યને જે સુંદર સમન્વય થયો છે તેવો અન્ય સાહિત્યમાં દુર્લભ છે. યોગી આનંદઘનજી મહારાજ કહે છે: “જિનવરમાં સઘળા દર્શન છે, દર્શને જિનવર ભજના હે.” આ વાત બિલકલ યથાર્થ છે. કારણ કે વૈદિક અને બૌદ્ધસાધનાનું જિન શાસન પૂરક અને પરિપૂર્ણ સાધ્ય છે તેથીજ જૈન સાધુવર્ગનું વેદવિનિયોગ વિશેષણ શેભે છે. આગમના પર્યાયવાચી મૂળ વૈદિકશાસ્ત્રને જેમ “વેદ” બૌદ્ધશાસ્ત્રોને જેમ “પિટક" કહેવાય છે તેવી જ રીતે જૈનશાને “શ્રુત” સૂત્ર” અથવા આગમ કહેવાય છે. વર્તમાનમાં “આગમ” શબ્દનો પ્રયોગ વધુ પ્રચલિત થયેલ છે. પરંતુ અતીતકાળમાં ૧ સવજગજીવરકખણ દયયાએ પાવયણે ભગવચા સુકહિય. - પ્રશ્નવ્યાકરણ, સંવર દ્વાર. આગમસાર દોહન Jain Education International ૧૩૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy