________________
પષ્ય ગુરુદેવ ડવિય પં. નાનારાજેજી મહારાજ જન્મશતાબિદ સૃતિયા
જીવનપાથેય
જીવન ખીલાવવું ઊઠતાં બેસતાં, ધ્યાન તે રાખવું જગતનાથે વિવિધ ખેલે કરે ચતુર ખેલાડી પણ, રાખતે દષ્ટિ તે દર માથે.
ધેર્ય, તપ ને તિતિક્ષાત્રતે વિસ્તરે, હૃદયસાગર વિશાળી બને છે; અડગ ને અમિત અહિં આત્મબળ ખીલતું, જીવ કલ્યાણ પાટે ચડે છે.
કર્મ ને ધર્મ બે જીવનની પાંખ છે, એ જ લઈ જાય છે અમર સ્થાને; કર્મ ને ધર્મ બે જીવનના ચક છે, ખેંચતા શાંતિ કેરા નિધાને.
જીવન હલકું હશે તે તરે સહેલથી, જે હશે ભારે તે ડૂબવાનું માન અહંકારને ભાર ભર નહિ, સરલ નિર્દોષ થઈ નાચવાનું.
નેહ આનંદનાં બે હલેસાં વડે, જીવનનું હેલું નિત્ય હકે; પ્રભુકૃપા વાયુને અનુસરી ચાલવું, રાખ ના મને લેશ ફાંકે.
ભેગવ્યા વગર નહિ નાશ એને કદી, કર્મ પ્રારબ્ધનું કરજ ભરવું; રંક કે રાય હો, જંતુ કે દેવ . કર્મ ઘટમાલમાં સતત ફરવું.
જીવન તે કર્મ છે, કમ તે જીવન છે, કર્મ ને જીવનની અસલ જેડી, જીવન ને કર્મ તેને નહિ વળગતાં, જેમણે પ્રકૃતિ જાળ તેડી.
જીવન છે ત્યાં લગી કર્મ કરવા પડે, ઘડીક પણ કેઈથી ના તજાતું; કર્મસર્જન જૂનું યજ્ઞ છે બ્રહ્મથી, એ થકી ચાલતું વિશ્વખાતું.
ગહન ગતિ કર્મની કેણ જાણી શકે? જીવન ચગવા ચડે કરે, કર્મના મર્મમાં ધર્મ સારો રહ્યો, કમના બીજથી જીવન હે.
કર્મ કીધા વિના કર્મ જાતા નથી, કર્મ વિના નહિ હદયશુદ્ધિ હૃદયશુદ્ધિ વિના જ્ઞાન નહિ સાંપડે, જ્ઞાન વિના નહિ મુક્તિસિદ્ધિ.
દેવ દુર્લભ મળે માનવ દેહ આ, વિષયની વાટમાં કેમ ગાળે ? અર્થ ગુલાબને ખૂબ મેં મળે, ઢળતે કાં અરે કીચ ખાળે ?
રત્નચિંતામણિ હાર હાથે ચડશે, કાચ બદલે અરે કાં ગુમાવે? આંખ ઉઘાડીને નિરખ તું માનવી! પ્રાપ્ત અવસર ફરી હાથ નાવે.
Jain EL 132Jternational
For Private & Personal Use Only
તત્ત્વદર્શન.org