SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનત્રદ્રજી મહારાજ જન્મતાકિદ સ્મૃતિગ્રંથ ૨. દાસભાવ :- ભગવાનને શેઠ માને, સેવક સેવાનું સુખ લઈ શકે પણ ભેદ, ભય અને સંકેચ રહે, એશ્વર્યજ્ઞાન રહે, અથ પુલક થાય; ફળનેહ અને માન. ૩. સખ્યભાવ - ઊંચા-નીચા ભેદ મટે, સેવાને લાભ અને સમાનતા, ભગવાનને મિત્ર માને, એશ્વર્યજ્ઞાન ભૂલે, પણ પ્રેમ સાપેક્ષ રહે, ફળ-પ્રણય અને રાગ. ૪. વાત્સલ્યભાવ - નિરપેક્ષ પ્રેમ, ભગવાનને મા અથવા બાપ માને. સેવા, સમાનતા અને રક્ષણ મળે પણ ઉંમરમાં ફેર લાગે, ફળ-અનુરાગ અને સ્થાયી ભાવની શરૂઆત. અંતરંગ સાધન – વિયેગ, ફળ - માધુર્ય પ. કાન્તાભાવ – ભગવાનને પતિ માને, સેવા, સમાનતા, રક્ષણ અને એકતા મળે, ગુણકીર્તનાસકિત, રૂઢ ભકિત. ૬. આત્મનિવેદન - ભગવાનને યાર માને, પરકીયાના જે પ્રેમ, મર્યાદાભંગ, ભગવાન સિવાય અન્યની વિસ્મૃતિ, વિધિ-નિષેધને અભાવ, ભકતના શરીરમાં ભગવાનને પ્રવેશ, એકાંતમાં ભગવત્ સંબંધ, ભાવેદેહ. ૭. મધુરભાવ :- રાધાભાવ, શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના અલૌકિક આનંદને ભેગ, મહાભાવ એટલે નિર્વિકપ સ્થિતિ; તન્મયતા દિન્માદ, જીવ અને ઈશ્વર બન્નેના એક પ્રાણ, અચિંત્ય ભેદભેદ, અત્યંત અનુરાગ, સુખની પરમ મધુરતા અને પરાકાષ્ઠા. શ્રી અરવિંદ ઘોષને-પૂર્ણ સાધન – બ્રહ્મચર્ય, દઢ ઉત્સાહ, અચળ ભકિત, પવિત્ર વિચાર, ગુરુશરણ, સત્ય આચરણ, નિરભિમાનતા, હૃદયની શુદ્ધિ, તિતિક્ષા, ધૈર્ય, મૌન, સરળતા, અપશુતા, શ્રદ્ધા વગેરે. ભૂમિકા ૧. ઉત્સાહ :- મોબળ, હૃદયની આતુરતા, પ્રાણની ઈન્તજારી, શુદ્ધ આચરણ. ૨. ત્યાગ – (૧) પિતાની કલ્પના, માન્યતા, પસંદગી, ટેવ વગેરે છોડી જ્ઞાન સ્થિર થાય તેવું મન કરવું, (૨) પ્રાણની ઈચ્છા, ઈન્દ્રિયની માગણી, કામના, સ્વાર્થ, અભિમાન, દંભ, લોભ, મેહ, ઈ વગેરેને ત્યાગ કરી દૈવીશક્તિ પ્રાણમાં રહી શકે તેવી પ્રાણની શુદ્ધિ કરવી; (૩) શંકા, અજ્ઞાન, અશ્રદ્ધા, હઠ, આળસ, તમસ વગેરે છોડી શરીરમાં દિવ્ય આનંદ રહી શકે તેવું શરીર કરવું. ૩. શરણાગતિ :- હું અને મારું સર્વ ગુરુને અથવા ભગવાનને સમર્પણ કરવું, ભૂતકાળના જ્ઞાન, ઈચ્છા, ચેષ્ટાનું વિસ્મરણ. મનમાં જે કાંઈ વિચાર આવે તે પિતાને ગણવે નહિ અને ભગવાનની દિવ્યશકિતમાંથી શાંતિ અને મૌન અવતરવા માટે પ્રાર્થના કરવી. ૪. આત્મિક દશા:- દેહથી રમાત્માને જુદો જાણે, પરમાત્માનો સંબંધ થાય, વિધ્રોને ઉપશમ થાય, વેગને લાયક સમતા પ્રાપ્ત થાય. ભગવાનના અનુગ્રહની શરૂઆત – ભગવાનના અલૌકિક ગુણનું અવતરણ ૫. વિજ્ઞાન-આત્માના સ્વરૂપલક્ષણમાં સ્થિતિ બંધાવા લાગે, દિવ્યજ્ઞાનને મનમાં આવિર્ભાવ, પિતાની અંદર એક નાનું છિદ્ર દેખાય, તેને વિકાસ થાય, તેમાં પોતે અને જગત અભિન્નપણે દેખાય; નવા આનંદની શરૂઆત. ૬. દિવ્યશકિતઃ-પ્રાણમાં ફેરફાર, પ્રભુની સહજ શક્તિ પ્રાણમાં અવતરે, પ્રાણ ન બને, આત્મામાં વધારે સ્થિતિ અને આનંદ લાગે, આ શક્તિવાળા ગુરુ પિતાના શિષ્યમાં તે શકિતને સંચાર કરી શકે. ૭. દિવ્યદેહ – પ્રભુની શકિત શરીરના અણુઅણુમાં વ્યાપે, શરીર દિવ્ય અને તેજસ્વી બને, રગેરગમાં આત્માને સ્વાભાવિક આનંદ વ્યાપે, જગતમાં પણ તે આનંદ લાવી શકાય, બીજાને પણ તે આનંદને અનુભવ આપી શકાય. (જ્ઞાન અને આનંદમાં નિષ્ઠા), જીવન્મુક્ત. ધર્મ-વિકાસ [૧૨] Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy