________________
પૂ ગુરુદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
૨. કતૃત્વબુદ્ધિને ત્યાગ :- કર્તાપણું ઉપાધિગત માને, આત્માને અકર્તા માને, કર્મની શરૂઆત સુધરે, ચિત્તમાંથી
વિક્ષેપ દૂર થાય. ૩. નિષ્કામતા :- જે કર્મથી આત્માનાં સ્વરૂપ-લક્ષણ અનુભવમાં આવે તેવાં કર્મ કરે, ચિત્તમાંથી આવરણ દૂર થાય.
નિષ્કામ થયા પછીને કર્મચગ-અંતરંગ દશા ૪. સેવા રહસ્ય - મન, વચન અને કર્મથી બધાને પ્રભુ માની સેવા કરે, જ્ઞાન અને કર્મની એકતા; આત્મજ્ઞાનને
આવરણ ન કરે તેવી સેવા કરે. ૫. સેવક રહસ્ય:- બધા ભગવાન છે એવું જ્ઞાન થતાં સેવક પણ ભગવાન છે એવું જ્ઞાન થાય. મોટી વસ્તુ
ભગવાનરૂપે દેખાય અને નાની વસ્તુ પણ ભગવાનરૂપે દેખાય. જ્ઞાન અને જ્ઞાતાની એકતા. ૬. સેવ્ય રહસ્ય - સેવક, સેવા અને સેવ્ય ત્રણે ભગવાનરૂપે અનુભવમાં આવે. જ્ઞાતા, જ્ઞાન અને રેયની એકતા. શરીરનાં બધાં
દ્વારેમાં પ્રકાશ ઉત્પન્ન થાય, ભગવાન જેમ અંશથી અવતાર લે છે તેમ અલ્પશકિતથી ઘણી સેવા થઈ શકે. ૭. નિષ્કર્મે સિદ્ધિ :- બીજા શરીરમાં પણ પિતે છે એવો અનુભવ. સર્વત્ર એક સત્તા છે એ સાક્ષાત્કાર. ઈચ્છા અને બીકને અત્યંત અભાવ. સત્ય, જ્ઞાન અને અતિશય આનંદની લહેરમાં રમતે પૂર્ણ કમલેગી.
(૨)
વેદાન્ત-કેવલાદ્ધત–ાનમાર્ગ જ્ઞાનની ઉત્પત્તિ માટે સાધન:- (૧) વિવેક, (૨) વૈરાગ્ય, (૩) વસંપતિ-એટલે-શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન; (૪) મુમુક્ષુતા, (૫) નિષ્કામ કર્મ દ્વારા મળ દૂર કરે, (૬) ઉપાસનાથી વિક્ષેપ દૂર કરે, (૭) આત્મજ્ઞાનથી આવરણ દૂર કરે.
ભૂમિકા ૧. શુભેચ્છા - શ્રવણને ક્રમ, સંસાર તરફ અરુચિ, આત્માના કલ્યાણને માર્ગ શોધવાની જિજ્ઞાસા, એકાંત ગમે અથવા
શાસ્ત્ર અને સત્સંગ ગમે. ૨. વિચારણું :- મનન ક્રમ, પ્રસ્થાનત્રયને અભ્યાસ, દૈવી પ્રકૃતિનું પાલન અને આસુરી પ્રકૃતિને ત્યાગ કરવાની ઈચ્છા,
ગુરુનું શરણુ, આત્મ-સાક્ષાત્કારની ઈચ્છા. ૩. તનમાનસા:- નિદિધ્યાસન, એટલે સજાતીય પ્રવાહ વધે અને વિજાતીય પ્રવાહ ઓછો થાય, જ્ઞાનની શરૂઆત. ૪. સવાપત્તિ :- ઉપરની ત્રણ ભૂમિકાના અભ્યાસથી આત્મામાં સ્થિતિ બંધાવા લાગે, માન-અપમાન સમાન જાણે, મિત્ર
અને શત્રમાં સમાનતા, જાત મૃગજળ સમાન લાગે, મન અને વાસનાને કેટલેક અંશે ઉપશમ. આત્મા દેહ, પ્રાણ અને મનથી જુદે બ્રહ્મવિત્ લાગે. - જ્ઞાનની નિષ્ઠા (અવિચળ સ્થિતિ) માટે ભૂમિકા કમ
અવસ્થા ૫. અસંસકિત :- સમાધિના સુખની શરૂઆત, શકિત વધે, મન અને વાસનાને ઉપશમ, સુખ-દુઃખમાં સમાન વૃત્તિવાળો,
સ્વસ્થ લેતું અને એનું સમાન ગણે, પરમ વૈરાગ્યવાળે, સમાધિમાંથી પિતાની મેળે વ્યુત્થાન થાય, પ્રિય
અને અપ્રિયમાં તુલ્ય, ધીર, બહારની વેદના થાય પણ સહન કરે, જગત સ્વપ્ન જેવું લાગે, બ્રહ્મવિદ્વર. ૬. પદાર્થોભાવિની:- પ્રપંચને અભાવ એટલે પ્રપંચ બ્રહ્મમય લાગે. બીજા માણસ ભેદ જણવે ત્યારે પ્રયત્નથી ખબર પડે,
મન અને વાસનાને ક્ષય, વ્યુત્થાનદશામાં કર્તવ્ય દેખતો નથી, ગુણાથી ચલાયમાન થતું નથી. ઉદાસી
જેવો સ્તબ્ધ. બીજા માણસ સમાધિમાંથી ઉઠાડે ત્યારે ઊઠે, અડું ઈદ એક લાગે, બ્રહ્મવિદ્ વરીયાન. ૭. તુરીયા :- ભાવ-અભાવ રહિત એક આત્મ-સ્વભાવમાં નિષ્પકંપ સ્થિતિ, પ્રકાશસ્વરૂપ, આનંદઘન, નિત્ય સમાધિસ્થ,
વ્યુત્થાન પામે નહિ, બ્રહ્મવિદ વરિષ્ઠ. [૧૨].
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org