SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ અધ્યાત્મ ચિંતન (શ્રી અરવિન્દ અને જૈનદષ્ટિને સુમેળ) લેખકઃ સ્વ. છોટાલાલ હરજીવન પરીખ સુશીલ (૧). શાન્તિઃ દિવ્યજીવનની પહેલી શરત શાન્તિના પાયા ઉપર જ આધ્યાત્મિક જીવનની ઈમારત રચી શકાય. અને તે પણ ગંભીર, અચળ જીવનના પ્રત્યેક ભાગમાં વ્યાપેલી શાન્તિ હેવી જોઈએ. પરંતુ વાસના અને આસકિતઓથી ક્ષુબ્ધ થયેલ જીવમાં એવી શક્તિ હોતી નથી. એટલે એ જીવ ઉપરથી પ્રકાશ પામી શકે નહિ. વિશુદ્ધ દિવ્યજીવનને આનંદ તેને મળી શકે નહિ, તેથી એ જીવ વારંવાર સમતલપણું કે આત્મસંયમ ગુમાવી બેસે છે. આ પ્રકારે બધી દિશામાં ખેંચાયા કરતે જીવ, મિથ્યાના બળને (મિથ્યાત્વને) સહેલાઈથી ભેગી થઈ પડે છે. આપણે કમ (કાર્ય કરવાની વૃત્તિ)ની પાછળ દેડીએ છીએ, જ્ઞાન માટે તૃષ્ણા રાખીએ છીએ અને ઈન્દ્રિયોના ક્ષણિક આનંદ માટે આતુરતાથી દોડાદોડી કરીએ છીએ. નિરંતર કંઈ ને કંઈ મેળવવાની ચિંતા, ગુમાવવાને ભય તેમ જ વિદો અને નિષ્ફળતાઓથી ઉપજતી અધીરતા અનુભવતા હોઈએ છીએ. આ બધી બેચેનીનું મૂળ કારણ આપણી ગેરસમજ છે. આપણે એમ માનીએ છીએ કે, આપણા કર્મના આપણે પોતે માલિક છીએ અને અભિમાનયુકત આપણી વાસનાતૃપ્તિ અને સુખભગ એ જ આપણા જીવનને ઉદ્દેશ અને અર્થ છે. ખરું જોતાં તે જ્ઞાન, કિયા કે ભકિતને અંતિમ હેતુ, જીવ માત્રને પિતાના આત્મવિકાસ દ્વારા સહજ આનંદ પ્રાપ્ત કરાવવાને છે. એ જાતના આંતરિક સમાધાનમાં જ ખરી શાન્તિ રહેલી છે. આ પ્રકારનું નિશ્ચયાત્મક જ્ઞાન–ભાન આપણા જીવનમાં સતત ચાલુ રહે એટલા માટે સર્વ પ્રકારની ઈચ્છાઓ અને વાસનાઓ આપણા જીવનમાંથી દૂર કરવી જોઈએ. કારણ કે ઈચ્છાઓ અને વાસનાઓ જ આપણા શાન્તિ અને આધ્યાત્મિક જીવનની શત્રુઓ છે. તેથી ઉચ્ચ અને દિવ્યજીવન તરફથી આવતી પ્રેરણા સિવાય આપણે બીજા કેઈથી ચલિત થવું ન જોઈએ. આપણા સ્વરૂપની મૂળભૂત શાન્તિની અવસ્થામાં આપણે અચળ બનીને બેસવું જોઈએ. એમ થાય તે જ દિવ્ય શકિત આપણામાં કામ કરી શકે અને દિવ્યજીવનમાં આપણને લઈ જઈ શકે. આપણું વર્તમાન જીવન, નિમ્ન પ્રકૃતિ (આસુરી પ્રકૃતિ)ની જરૂરિયાત પૂરી પાડવા માટે થતી ક્રિયા અને પ્રતિક્રિયારૂપે ચાલતા યંત્ર જેવું છે. પદાર્થો અને તેનાં બળે, બહારથી આવીને આપણા ઉપર આઘાત કરે છે. પરિણામે આપણાં મન તથા ઈન્દ્રિય ચલિત થાય છે. એટલે કે મન તથા ઈન્દ્રિયે બહારથી આવતા લલચાવનારા વિષયેને પકડવા દોડે છે, તેને કબજો મેળવે છે અને અહંભાવે તેને ઉપયોગ કરે છે. આના પરિણામે આપણામાં વિચારે, ક્રિયાઓ, વિકારે અને લાગણીઓ ઉત્પન્ન થાય છે. જેને સમગ્રપણે આપણે આપણા જીવન તરીકે ગણીએ છીએ. બસ, આ ઠેકાણે જ આપણું બંધન છે. બહારથી આપણું ઉપર અથડાતા બળે આપણામાં જે પ્રત્યાઘાત ઉપજાવે છે તે જ આપણું બંધન છે, એટલે કે આપણી પરતંત્ર દશા છે. આપણી આસપાસ પ્રકૃતિનાં જે બળે આપણને ઘેરી વળ્યાં છે, અને જે નિરંતર આપણી ઉપર કિયા કર્યા જ કરે છે તેની દયા ઉપર નભવાની આપણું સ્થિતિ થઈ પડે છે. તેથી ઊલટ, આપણે જે આપણી જાતને મજબૂતપણે સુરક્ષિત રાખી શકીએ અને આ પ્રત્યાઘાતે રોકી શકીએ એટલે કે બહારથી આવતા બધા સ્પર્શોને જો આપણે અક્ષુબ્ધભાવે ગ્રહણ કરી શકીએ તો જ આપણે ખરા અર્થમાં “મુક્ત થઈ શકીએ. આવા શાન્ત અને પ્રત્યાઘાતથી મુકત થયેલા મન અને હૃદયમાં ઉચ્ચતમ દિવ્યજીવનને આનંદ અને પ્રભાવ પ્રકાશી શકે છે. [૮] Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy