SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયનદ્રજી મહારાજ જન્મતાહિદ સ્મૃતિગ્રંથR જાણુ, બુઝ ને કર ઉપચારે, મુકિતને તું માલિક થા, વિભાવના પરમાણુ છોડી, સ્વભાવ શાન્તિ શેધક થા, કાળજૂની આ ભાવ-બીમારી તુજને મોત સરીખી થા, સ્વભાવથી ભરપૂર જીવનને એક દિલે આચરતે થા. બાંધવ, વિરા, નિઃશંક થઈને હસતું મુખ ફેરવતો થા, કરું ચિકિત્સા દુઃખ – દઈની ઉપચારે પાવર થા; રાગ ઘટે ના, દ્વેષ ઘટે ના, પુગલ ફંદે ફસતો ના, શુદ્ધ સ્વરૂપે અમૃતરૂપી, વિષમય રસ તું પીતે ના. તે ઈચ્છેલો માનવમેળે ભેળો આજ થયેલો જેવી દૃષ્ટિ તે પ્રગટાવી તેવો ખેલ બને યુગ યુગ જૂને પ્રપચ પડદો તારાથી જ પડે દૃષ્ટિને પલટે કરી જાણે તો તું સાવ છૂટેલ છે, છે; છે, છે. જગતયંત્રની ઘાણી વચ્ચે તારું ઘર સંભાળી લે, ફેગટને રખડે છે શાને તારું પદ સંભાળી લે; પૂર્વ પરિચય બેટ જાણી કેટ મજાને બાંધી લે, આશ્રવના ઠેકાણા રૂધી જ્ઞાનબળે ઘર શોધી લે. પ્રેમ – પંથ પાવકની જવાળા જગમાં બીજી છે જ નહી, સત્ય – સૂર્યની અખંડ જ્યોતિ જગમાં બીજી છે જ નહી; આત્મતત્તવની નિત્ય પ્રતિષ્ઠા અન્ય સ્વરૂપ છે જ નહી, વૃત્તિ વાસના દેહાધ્યાસે સહજ સ્વાભાવિક છે જ નહી. -૧૧જે ચેતન તુજને વહાલું છે તે જ બીજામાં જોત જા, પિતાની ઉપમાથી પરના સુખ - દુઃખ હૈયે ધરતો જા, દ્રવ્ય પ્રાણથી ભાવ પ્રાણનું સુંદર રક્ષણ કરતા જા ભાવ પ્રાણને પરમ પુરુષના આશ્રયથી કેળવતે જા. -૧૨જે વાણી તું મુખથી બોલે વીણા અમૃત ઝરતી હો, મનની વાણી પ્રસન્ન વદને કાયા પર તરવરતી હો; અનુભવના અંતર ઉધ્યારે નચિંત થઈ ચીતરતી હો; સ્વ–પરને હિતકારક વાણી ત્રિકાળમાં ઝગમગતી હો. ચિંતનીય વિચારધારા Jain Education International ચિતનીય વિચારધારા [૯] www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy