________________
પૂજ્ય ગુરૂદેવ કવિઘ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આજે અખંડ એક સૂરમાં રે, બધા ભેદ્ય ગળી જાય રાગ-દ્વેષ ટળી જા....ચ, ‘ચિત્ત’પ્રસન્ન
X
[ ૭૮]
Jain Education International
થાય આંગણે....આજે ૧૦
X
પૂજ્ય ગુરુદેવનું
વૈરાગીદશામાં વિચરતી વખતે, પ્રસંગે પ્રસંગે સંયમી જીવનના ઉત્કૃષ્ટ પરિણામે જાગૃત થવામાં, સાંનિધ્ય કેવુ. ઉપકારક બન્યું હતું તેના ભાવવાહી ચિતાર આ રાસમાં પૂ. ચિત્તમુનિ' એ તે કાળે વ્યકત કર્યા હતા. જેનુ' અનુશીલન આજે પણ સાચા સાધકને ભાવિવભાર બનાવી દે તેવું છે. (મેળવેલી હકીકત) મા પ્રતીક્ષા અને દિવ્યસદેશ
( સવૈયા એકત્રીસાની ઢબે )
(ભવભ્રમણને અંતે સરળ જીવનના અંતઃકરણમાં ઉદ્ભવતા આદિ પ્રશ્ન)
--
અયે મુસાફિર ! કયાં તુ આવ્યા ? હવે પછી કયાં જાવું છે ? પેાતાના મારગને મૂકી કયાં સુધી અથડાવુ છે? હું-તું ને આ મારું – તારું સર્વ ધૂળ થઈ જાવું છે, ચઢેલો કફની ઉતરી જાતાં, વીલું મુખ થઈ જાવુ છે.
--
તારા
જીવન મંદિરમાં તે કઈ મૂરત પધરાવી છે ? ભાવ ભરેલા શુદ્ધે જીવનમાં કઈ શેાભા અપનાવી છે ? જીવન – મરણની સુંદર રચના કઈ રીતે અજમાવી છે ? અણુમેલી વસ્તુની કિંમત કઈ રીતે ખરચાવી છે ?
(પાતાની કરુણસ્થિતિ-દશાનું દિગ્દર્શન)
-3
હું સંસારી જીવ આંધળા ચાર ગતિમાં રઝળું છું, વૃત્તિ વાસના દેહાધ્યાસે ભ્રમિતપણે બહુ ભટકું છું, માલિકના મુખ દર્શન માટે ભીખ માગતા લથડું છું, ભવ-ભવ ફેરા ફરી ફરીને અધવચ્ચે આવી અટકું છું. -૪
અંધ બનેલા પરની આશેમાપ્રતીક્ષા યાચું છું. ડગલે ડગલે સ્ખલના પામી, એથ અનેરી માગું છું; જાણભેદુ કાઈ દયા બતાવે ત્યાં પણ પગલું માંડું છું, કાળચક્રમાં ભવભવ ફેરે થાકીને ઘર છાંડું છું.
(દિવ્ય સંદેશ )
-૫
અહા બિરાદર ! ભ્રાન્તિમાં ને ભ્રાન્તિમાં કાં ભટકે છે ? સર્પાકારે દોરડી દેખી ભયભીત થઈ કાં ભડકે છે? જીવ નહિ તું શાશ્ર્વત શિવ છે તિમિર પડળ તને ભરખે છે, વિભાવના ચગડોળે બેસી ઊલટ – સુલટ કાં નીરખે છે?
For Private Personal Use Only
X
તત્ત્વદર્શન
www.jainelibrary.org