SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ सवणे णाणे य विन्नाणे, पञ्चक्खाणे य संजमे ! अणण्हये तवे चेव, वोदाणे अकिरिया सिध्धि॥ શ્રી ભગવતી સૂત્ર, શતક-૨, ઉદ્દેશ-૫, સૂત્ર-૧૧૧ મતલબ કે તથા પ્રકારના એટલે કે જેવા હોવા જોઈએ તેવા આદર્શ સંતપુરુષની પર્ય પાસના (ચારે બાજુથી ઉપાસના) કરવાથી જીવને શું લાભ થાય ? જવાબમાં કહ્યું કે :- શ્રવણને લાભ થાય. એવું સાંભળવાનું મળે કે જે જીવે કદી સાંભળ્યું ન હોય “શ્રુતપૂર્વ એવા શ્રવણથી શું લાભ થાય? સાંભળવા પછીની ક્રિયા તે મનન, ચિંતન અને નિદિધ્યાસન. યથાર્થ સાંભળ્યું ત્યારે કહેવાય કે જ્યારે સાંભળેલી વસ્તુના હાર્દને બુદ્ધિ દ્વારા પકડી શકાય એટલે શ્રવણથી પરંપરાએ વસ્તુનું જ્ઞાન-ભેદનાન થાય, અર્થાત્ શ્રવણથી જ્ઞાનને લાભ થાય. એટલે કે સ્વ અને પરને ભેદ સમજાય. નળે કરે? એવા જ્ઞાનથી શો લાભ થાય? જવાબમાં કહ્યું કે એવા જ્ઞાનમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય, વિજ્ઞાનનું ફળ મળે. વિજ્ઞાન એટલે વિશિષ્ટજ્ઞાન અર્થાત્ ભેદવિજ્ઞાન થાય એટલે કે જે જ્ઞાન–ભાન થયું હોય, ૨૦-પર ભેદ સમજાયે હોય તે ધારાવાહી બની રહે-સતત ચાલુ રહે. પછી પ્રશ્ન કર્યો કે વિજ્ઞાળ f fe? વિજ્ઞાનથી શું લાભ થાય ? ઉત્તર: વિજ્ઞાનથી પચ્ચકખાણનું ફળ મળે એટલે કે સમજપૂર્વક વસ્તુની આસક્તિને ત્યાગ કરે. વળી પ્રશ્ન થાય કે, પચ્ચકખાણથી શું લાભ થાય? ઉત્તર-પચ્ચકખાણ, જે સાચા અર્થમાં થયા હોય તે એના ફળરૂપે સંયમની પ્રાપ્તિ થાય, એટલે કે મન, બુદ્ધિ, પ્રાણ, વગેરે આત્મલક્ષી બને-સમગ્ર જીવનતંત્ર અંતર્મુખી બને. પ્રશ્ન-સંયમથી શું લાભ થાય ? અથવા સંયમનું શું ફળ? ઉત્તર : સંયમથી અનાશ્રવી થવાય, એટલે કે કમને જે પ્રવાડ આત્મા ઉપર રેલાતું હોય છે તે અટકી જાય; અર્થાત્ આશ્રવ થતો અટકી જાય, નવા કર્મ બાંધે નહિ. ત્યારે પ્રશ્ન થાય કે અનાશ્રવથી શું લાભ? ઉત્તર : અનાશ્રવી સાધક હળુકમી થયે હોવાથી ખરા અર્થમાં તપના ફળને પામે છે. એટલે કે પિતાના તનને તેમ જ મનને તપાવવાની-વધારે શુદ્ધિ કરવાની તપશ્ચર્યા દ્વારા પ્રવૃત્તિ કરે છે. પ્રશ્નએવા તપનું શું ફળ? ઉત્તર-એવી રીતે તપનું આચરણ કરનાર તપસ્વી વ્યવદાનના ફળને પામે છે, એટલે કે કર્મની નિર્જરા કરે છે. અર્થાત્ આત્મપ્રદેશ ઉપર લાગેલ કમરૂપી રજને ખંખેરી નાખે છે. પ્રશ્ન-વ્યવદાન-નિર્જરાથી શું લાભ થાય? ઉત્તર-વ્યવદાનથી અક્રયાનું ફળ મળે. કે મન-વચન અને કાયાના વેગને નિરોધ થાય. પ્રશ્ન-અક્રિયાથી શું લાભ થાય? ઉત્તર-શાશ્વત સિધિ જેનું લક્ષણ છે એવું–જેમાં બધાય કર્મને છેડે આવી જાય છે–એવું મોક્ષપદ મળે એટલે કે એ સાધક પછી સિધ-બુધ્ધ અને મુક્ત બને છે. અહીં આ બધા પ્રશ્નોને આવરી લેતી ગાથા પણ ઉપર જણાવેલ છે. આ પ્રકારે “જ્ઞાન વિના મુક્તિ નથી’ એમ જે આગળ કહ્યું તે જ પ્રમાણે જૈન આગમ-શાસ્ત્ર શ્રી ભગવતી સૂત્ર પણ, ઉપર મુજબ સર્વોચ્ચપદ એટલે કે મોક્ષપ્રાપ્તિને ક્રમ સત્યુ દ્વારા જ પ્રાપ્ત થાય છે એમ ફરમાવે છે. તેથી વિકાસક્રમમાં આગળ વધતા સાધકને સત્પુરુષ કે સદ્દગુરુઓનો મહિમા સમજવામાં આવે તે પહેલાં એમના જીવનની ભૂમિકા નીચે મુજબ તૈયાર થઈ જવી ઘટે. ભગવાન મહાવીરે જે ચાર અંગ અતિ દુર્લભ કહ્યા છે તેમાં પહેલું અંગ તે માણસાઈ...એટલે કે મનુષ્યત્વ છે. પછી શ્રુતિ એટલે યથાર્થ સાંભળવું તે. ત્રીજું શ્રધ્ધા-આત્મવિશ્વાસ અને ચોથું અંગ તે આત્મસ્વરૂપમાં રમણતા કરવા જેવું વીર્ય–સામર્થ્ય સુરાવવું તે છે. આ ચારે અંગે ઉત્તરોત્તર દુર્લભ છે. આપણે ઉપર જોઈ ગયા તેમ વિચાર અને વિવેકશક્તિથી જેમ જેમ સાધક આગળ વધતું જાય છે તેમ તેમ તે પાશવિક સંસ્કાર અને માનવના સંસ્કાર વચ્ચે ભેદ પારખતે થાય છે અને એ રીતે પિતાની જાતને ઘડતાં-ઘડતાં-હૈયાર કરતાં કરતાં તેના જીવનમાં કષાય (ક્રોધ, માન, માયા, લેભ)ની મંદતા બની રહે છે. (શમ.) કંઈક આગળ વધવાને વેગ-સમ્યક પ્રકારને વેગ વધતું જાય છે. (સંવેગ.) પછી પિતે જે માગ–જે યેય નકકી કરેલ હોય તેમાં જ તેની મને વૃત્તિ કેન્દ્રિત રહ્યા કરતી હોય છે, એટલે કે પછી બીજી કઈ બાબત પરત્વે તેને રસ હોતું નથી. (નિદ) બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવાથી કોઈનું દુઃખ તે જોઈ શકતા નથી. (અનુકમ્પા.) અને જીવનમાં કઈ શાશ્વત વસ્તુ છે અને તે જ મારા માટે પરમ ઈષ્ટ છે. (આસ્થા) એમ તેને લાગતું હોય છે. તેથી તે સાધક પિતાના દેહસુખને એટલે કે તુચ્છ સ્વાર્થને ગૌણ રાખી, બીજાને કેમ ઉપગી થવું એ [૪૦] [૪૦] Jain Education International For Private & Personal Use Only તવદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy