________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. તેને તલસ્પર્શી વિચાર – તેનું ઊંડાણથી અધ્યયન, તેનું અનુશીલન – પરિશીલન અને તેના પરિણામે નિશ્ચયાત્મક ઉકેલ તે સમ્યક વિચાર છે. સ્વ. અમારા પૂજ્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજે આ જ સમ્યક વિચારને પિતાની કાવ્યમય આગવી શૈલીથી નીચે મુજબ સમજાવે છે:
સમ્યક્ વિચારના મુદ્દા (રાગ - ધનાશ્રી: ઢબ – મન તું ગમાર થા મા) કેણુ તું ક્યાંથી આયે, સાથે શું સામાન લા? ટેકા – આવિ તું કેમ આહીં, કારણ સમજ કાંઈક
કાળ કયાં બધે તે ગુમા – કેણુ તું...કોણ....૧ કેનાથી સંબંધ તારે, વેગે કરી લે વિચારે દુઃખમાં કણે દબાવ્યો? – કણ તું....કેણ....૨ કામ તારું શું કહેને? લક્ષમાં તું એહ લેને
ફંદમાં કોણે ફસા – તું....કેણ...૩ – તાહરે સ્વભાવ છોડી, વિભાવે રહ્યો તું દોડી,
બધ આ કેણે બતા ? – કેણ તું...ણ....૪ - ફેરા ભવમાં ફરીને, કમ દુઃખદા કરીને;
કહે ને નાણા શું કમાયે? - કેણ તું...કોણ....૫ - તારું છે સ્વરૂપ કેવું? અંતરે વિચાર એવું;
આ જાદુખેલ શું જમા ? – કેણ તું....કે....૬ - સાચું સુખ તારું શેમાં, આંખ તું ઉઘાડ એમાં
કેણે બેલ તને બના ? – કેણુ તું...કે....૭ – વાલા આ વિચારવાને, સુબોધ સુણાવવાને; પ્રશ્ન “સંતશિષે પૂછાવ્ય – કણ તું...કોણ....૮
જીવનદષ્ટિ
(મહામાનવની ભૂમિકા – ચાલુ) ભવગ અથવા સંસારરૂપી દુઃખને મટાડવા માટે જે અમેઘ ઔષધિ છે તે “સ વિચાર છે. જેની વિચારણા કરતાં આપણે ત્યાં સુધી આવ્યા કે એ “વિના સશાસ્ત્રમાંથી મેળવી શકાય છે. એટલે કે સત્વશાસ્ત્રનું અવગાહન કરવાથી – મનન, ચિંતન કરવાથી સમ્યવિચારના મુદ્દા પામી શકાય છે. આ સમ્યવિચાર માટે, અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબને કે ઊંચે ખ્યાલ હતો તે તેઓએ, એક જિજ્ઞાસુ આત્માને પત્ર દ્વારા નીચે મુજબ જણાવેલ છે :
પ્રાણીમાત્રને ત્રિદેષને વાયુ વળગે છેઃ મિથ્યાત્વ, માયા ને નિયાણુ (વાસના). એને ઉપાય સમ્યવિચાર છે. એવા વિચારથી જ જંબૂ કુમાર આઠ આઠ નવવધૂઓના મેહમાંથી બચ્યઃ શાલિભદ્ર જેવા વિભવી પણ પ્રગાઢ માયાના બંધનથી છૂટયા: એ જ સમ્યક વિચારથી સ્થૂલિભદ્ર, કેશા નિવાસમાં નિલેપ, નિશ્ચિતભાવે રહી શકયાઃ એવા વિચારના બળે પ્રદેશી પ્રેમથી મૃત્યુને ભેટી શકે અને એ જ વિચારથી શિકારે નિકળેલ મૃગઘાતક સંયતિરાજા, રાજ્યદ્ધિ, સમૃદ્ધિ અને વિપુલભેગ-ઐશ્વર્ય છોડીને દીક્ષિત થયાઃ એ વિચારની પરિપકવતાથી ગૃહસ્થાશ્રમની ગૂંચવણમાં અબંધભાવે રહી શકાય. એ વિચારની શ્રેણી હદયની આંતરશુધ્ધિથી પ્રગટે છે, અને આંતરશુદ્ધિ સમ્યવિચાર ટકાવી રાખે છે. તમારે પત્ર વાંચતાં તમે એ જ ગડમથલમાં જણઓ છે. પ્રકૃતિઓની ધમાલથી–તેની સતત પ્રવૃત્તિઓથી પર રહી–ષ્ટા તરીકે-સાક્ષીરૂપે નીરખવા મથે છો અને તેમાં [૩૮]
તત્ત્વદર્શન,
Jain Education International
For Private & Personal Use Only