________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
જેથી માણસના મન- બુદિધ, દુરન્ત એવા મોહસાગરમાં તુરત જ ફેંકાઈ જાય છે, અર્થાત્ મેહમય બની જાય છે, તેવા કુશાસ્ત્રોના અભ્યાસથી, શ્રવણથી કે જાણપણાથી શું લાભ? હવે એ જ મહાગી આચાર્ય પુરુષ સશાસ્ત્રની કસેટી બતાવે છે :
अयमात्मा महामोहकलङ्की येन शुध्ध्यति ।
तदेव स्वहितं धाम, तच्च ज्योतिः परं मतम् ॥ મહામહના કલંકવાળો આ આત્મા, જેનાથી (જે સાધનથી) વિશુદધ પવિત્ર થાય તે જ ખરી રીતે સ્વને માટે – આત્માને માટે હિતકારી ગણાય અને તે જ ઉત્કૃષ્ટ પતિ કે પરમ તેજરૂપ મનાય છે. અર્થાત જેનાથી આત્માનું લક્ષ જાગ્રત થાય તે સશાસ્ત્ર અને તે સિવાયના બીજા બધા કુશાસ્ત્ર સમજવા.
તે પછી જે શાસ્ત્રમાંથી સમ્યક વિચાર પામી શકાય છે તે સતુશાસ્ત્ર કયું? એનો જવાબ એ છે કે, સશાસ્ત્ર એટલે સતનું શાસ. સતુ એટલે ત્રણે કાળમાં જે અબાધિત છે, જે શાશ્વત છે, જે અજર – અમરઅવિનાશી વસ્તુ છે તે સતુ. એવા સતને પૂર્ણપણે સમજવાનું, અનુભવવાનું જે શાસ્ત્રથી કે જે ગ્રંથથી બની શકે તે સત્ શાસ્ત્ર. એ દષ્ટિએ વિચારીએ તે આત્મા એ જ સત્ છે. આત્મા–રૌતન્ય પિતે જ શાશ્વત - અમર છે. એટલું જ નહિ પણ આત્મા પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. તેથી આત્મા જ સને પર્યાયવાચક શબ્દ છે. આત્માને લગતું શાસ્ત્ર તે સત્શાસ્ત્ર f =31ણામ, શમન રિ અળતિમ. મતલબ કે, અધ્યાત્મશાસ્ત્ર કહો, સશાસ્ત્ર કહો કે જ્ઞાનશાસ્ત્ર કહો. બધા
એક જ વસ્તુના પ્રતિપાદક શબ્દ છે. તેથી જ “જ્ઞાનાવ’ના રચયિતા તત્ત્વજ્ઞ આચાર્ય શ્રી રામચંદ્રજી મહારાજે નીચેના કાવ્યમાં, સસ્તુશાસ્ત્ર કે જ્ઞાનશાસ્ત્ર માટે બુલંદ અવાજે પિતાને અભિપ્રાય જણાવ્યું છે :
__ अहो, सति जगत्पूज्ये, लोकद्वय विशुध्धिदे।
शानशास्त्रे सुधीः कः स्वमसच्छास्त्रेविडम्बयेत् ॥ આશ્ચર્યની વાત છે કે, આ જગત ઉપર, આ લોક અને પરલોક બનેને શુદ્ધ – પવિત્ર કરનાર, જગતપૂજ્ય એવું “જ્ઞાનશાસ્ત્ર - અધ્યાત્મશાસ” વિદ્યમાન હોવા છતાં, એ કોણ બુદ્ધિમાન પુરુષ હોય કે જે અસત્શાસે કે કુશાસ્ત્ર વડે પિતાની વિડમ્બના કરે?
સમ્યક્ વિચારના મુદ્દાઓ આત્મા શું છે ? આત્મા કેવી રીતે બંધાય છે? કેવી રીતે મુક્ત થઈ શકે? કર્મ શું છે? મન, બુદ્ધિ, પ્રાણ અને ઈન્દ્રિયનું કેવું સ્વરૂપ છે? આત્માની સાથે આ બધાને કેવો સંબંધ છે? વગેરે વસ્તુનું જેમાં યથાર્થ વર્ણન આવે-જેમાં અનુભવપ્રધાન વર્ણન હોય તે સતુશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર કે જ્ઞાનશાસ્ત્ર. એવા અધ્યાત્મશાસ્ત્રમાંથી, ભવરગ એટલે કે સંસારરૂપી રેગને નાશ કરવા માટે સમ્યક વિચારરૂપી ઔષધ લેવાનું છે. જીવનની એ સર્વોત્કૃષ્ટ દિવ્યકળા છે. એવા સત્શાસ્ત્રના ચિંતનીય મુદ્દાઓ અનુભવી પુરુષોએ નીચે મુજબ જણાવ્યા છે.
___ कोऽहं कथमिदं जातं, को वै कतोऽस्य विद्यते ।
उपादानं किमस्तीह, विचारः सोऽयमीदृशः॥ હું કેણુ? આ બધું કયાંથી આવ્યું ? આનો કર્તા કેણ હશે? આ બધાનું ઉપાદાન (મૂળ) કારણ શું? આ સમ્યક વિચારના મુદ્દાઓ છે. બીજી રીતે વિચારીએ તો
कोऽहं कथं केन कुतः समुद्गतो यास्यामि चेतः क्व शरीरसंक्षये। किमस्ति चेहागमने प्रयोजनम्
वासोऽत्र मे स्यात् कति वासराणि?॥ હું કોણ? અહીં કેવી રીતે આવ્યો? કયા કારણથી આવે? કયા સ્થળેથી, કયા ક્ષેત્રમાંથી આવ્યો? હવે શરીર પડી જશે-વિરમી જશે ત્યારે અહીંથી હું કયાં જઈશ? આ સ્થળે, આ જ કુટુમ્બમાં ઉત્પન્ન થવાનું કારણ શું? અને અહીં મારે કેટલા સમય સુધી વાસ – ઉતારે છે? વગેરે વિચારવા ગ્ય મુદ્દાઓ અધ્યાત્મશાસ્ત્રના છે.
ચિંતનીય વિચારધારા Jain Education International
[૩૭] www.ja nelibrary.org
For Private & Personal Use Only