SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતનીય વિચારધારા પાંચ જીવનસત્ત્વાની અદ્ભુત લીલા આ અમર્યાદ એવા સંસારમાં, અસંખ્ય દેહધારી જીવા જીવન જીવી રહ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ભારોભાર જીવનસત્ત્વ ભરેલુ છે. એ બધા જુદા જુદા સ્વરૂપે માત્ર દેહધારી હાવાથી એકેન્દ્રિય જીવા કહેવાય છે. પોતાની જાતને અભિવ્યકત કરવા માટે દેહ સિવાય બીજું કોઈ સાધન તેમની પાસે હેતું નથી. તેથી તેની દુનિયા મૂંગી, સ્થિર અને કર્વાચિત્ કષિત હોય છે. કાયા એ જ એની ઈન્દ્રિય છે. ઈન્દ્રિય એટલે સાધન એવા જીવા સ્થિરદશામાં હોવાથી ગતિમાન થઈ શકતા નથી, તેમ છતાં પણ બીજા વિકસિત જીવાને જીવાડવામાં, અવ્યકતપણે પણ તેના મહાન હિસ્સો રહેલા છે. દા. ત. પૃથ્વી, ભૂમિરૂપે હોવાથી બીજા બધા જીવાનું ધારણ-પોષણ તેનાથી થઈ રહ્યું છે પાણીનું જીવનસત્ત્વ કેટલું બધું ઉપયોગી છે તે આપણે જાણીએ છીએઃ અગ્નિ વગર માનવને ચાલતું નથી, તેની પણ જરૂર પડે છે. વાયુ અથવા હવાની કેવી અને કેટલી ઉપયોગિતા છે તે આજના વિજ્ઞાનયુગમાં કહેવાની જરૂર નથી અને વનસ્પતિનું જીવનસત્ત્વ તે વિવિધ સ્વરૂપે જીવ માત્રને તુષ્ટિ-પુષ્ટિ આપનારું છે. આમ આ પાંચ પ્રકારના જીવાનુ, જીવનસત્ત્વ સામાન્યરૂપે કેવું કામ કરે છે તે આપણે અનુભવી શકીએ છીએ. વિશેષ સ્વરૂપે જોવા બેસીએ તો એ પાંચ મહાસત્ત્વાની જ આ બધી લીલા છે એમ લાગશે. ભૌતિક વિજ્ઞાનની શેાધ તરફ નજર કરીએ તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધા જીવનસત્ત્વાના વિવિધ પ્રકારે આવિષ્કાર કરીને આજના માનવી કેવા સમૃદ્ધ થયા છે; આજનું જીવન જીવવામાં એ મહાસત્ત્વો કેટલા બધા ઉપકારક બન્યા છે? માનવ હવે જો સૂક્ષ્મ બુદ્ધિથી એને સદુપયોગ કરી શકે તો જ એ ઉપકારના યચિત્ બદલે વાળ્યો ગણાય; નહિ તે પછી જો એના દુરુપયોગ કે અતિ ઉપયોગ થયા કરશે તે મહાન આફતરૂપે કુદરતની પ્રતિક્રિયાના ભાગ, આખી માનવજાતિ બની રહેશે. જીવનતત્ત્વ-વિકલેન્દ્રિય જીવેા ૧ એથી આગળ વધીને જોઈ એ તો એ ઈન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિયવાળા જીવા પણ આપણી નજરમાં આવશે. બે ઈન્દ્રિયવાળા જીવ એટલે જેને શરીર અને માતુ હાય છે તેવા જીવા. દા. ત. આપણે ઈયળનુ નિરીક્ષણ કરીએ. કહેવાય છે કે એવા જીવા જ્યાં ઉત્પન્ન થાય છે તે તે સ્થાનગત કે ક્ષેત્રગત પરમાણુમાંથી તેઓ પોતાના શરીરની રચના કરી લે છે. શરીર, વર્ણ, રસ વગેરે બધુ ત્યાં ત્યાં તેને અનુરૂપ જ બની રહે છે. આ પ્રકારના જીવા ગતિ કરી શકે છે એટલે પોતાના શરીરનું ધારણ-પોષણ કરવા પોતે હરી-ફરી શકે છે. એમાં જીવનસત્ત્વને-ચેતનતત્ત્વના એ પ્રકારના તરવશટ હાય છે. ત્રણ ઈન્દ્રિયવાળા જીવને શરીર, માં અને નાક હોય છે. એક ઈન્દ્રિય વધી એટલે તેવા જીવા વધુ ઝડપથી ક્રિયારત બની શકે છે. ત્રીજી ઈન્દ્રિય-નાસિકાનો વિષય ગંધ હોવાથી, પોતાના જીવનને માટે ધારણપોષણની વસ્તુ, નાકના ઉપયોગ કરી ગંધ દ્વારા મેળવી લે છે. ક્રીડી જેવા જંતુ, જે રીતે ગંધ અથવા વાસને દૂરથી ગ્રહણ કરી શકે છે તેવી રીતે ખીજા જીવા ગ્રહણ કરી શકતા નથી. એવા જીવાને આંખ નથી હાતી છતાં, અધારી દુનિયામાં, એ માત્ર ગધના દાબ્યા, આડાઅવળા ઘૂમીને પોતાના વિષયને અથવા ઈષ્ટને પકડી શકે છે એ કેવું આશ્ર્ચર્યજનક છે! ઉપરાંત એવા જીવા સમૂહગત જીવન પણ વ્યવસ્થિત રીતે ધારી શકતા હાય છે. ઊધઈ એ પણ ત્રણ ઈન્દ્રિયવાળુ જતુ છે. આજના વિજ્ઞાન એના જીવનનું સંશાધન કરીને જે હકીકત પ્રસિદ્ધ કરી છે તે જોતાં એમ લાગે છે કે આજના માનવી સામાજિક જીવનમાં, ઊધઈ પાસે કેવા હીણા છે ? - ૧ જુએ, ઊઈનું જીવનઃ અનુવાદક: કિશારલાલ મશરુવાળા ચિંતનીય વિચારધારા Jain Education International For Private Personal Use Only [૧] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy