________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
T
કરણ તે ઘણી કરી પણ અહંના (માનના) અજગરે બધું ફેક કર્યું એટલે સમજ્યાનું સમજાયું નથી. જે વસ્તુને વતુરૂપે ઓળખી નથી એટલે જ રખડપટ્ટી મટી નથી. હજી સમય હાથમાં છે. પુરુષાર્થ કરી સવળી દિશાએ પ્રગતિ કરે તે મનુષ્યજન્મ સફળ થાય.
૫૬
૦ ૦ ૦ અન્તઃકરણથી શરણ યાચનારને શરણ મળે છે. જરા ઉપયોગ જોરદાર હવે જોઈએ, અને તે શરણ વીતરાગ પરમાત્માનું હોવું જોઈએ.
અરવિન્દના સિદ્ધાન્તમાં તો સમર્પણ, અભીપ્સા અને સંકલ્પશકિત માણસની શુદ્ધિ અને ઉર્ધ્વગમન કરવામાં સહાયક થાય છે.
જે વિચારવું પણ કઠણ લાગે છે તે હંમેશના અભ્યાસે સહજ થાય છે. અણિતામાં અહંવૃત્તિ જ દીવાલરૂપ છે. અહંવૃત્તિ ગયા વિના અણતા સંપૂર્ણ પણે થઈ શકતી નથી. અને એ કાઢવા માટે લાંબા કાળના સતત પુરુષાર્થની જરૂર છે. પ્રકૃતિ સાથે યુદ્ધ કરવાનું છે. આપણને ખ્યાલ પણ ન રહે એમ એ ગોથું ખવરાવી આડે ભાગે લઈ જાય છે અને આપણે સત્યમાગે છીએ એમ સમજાવે છે. એ એની કરામત છે. એમાં ગુરુકૃપા પહેલાં અત્મકૃપાની પ્રથમ જ જરૂર છે, અર્થાત્ આત્મ-જાગૃતિની જરૂર છે. એ જાગૃતિ જ્યારે હૃદયમાં ચેટ લાગે ત્યારે આવે છે. જેને ચોટ લાગે તે જાગે અને જે જાગે તે પ્રકૃતિની માયાને ત્યાગે, એના વલણને સમજે.
એનું વલણ– એનું સ્વરૂપ – એનું રહસ્ય બરાબર સમજાય ત્યારે જ અહંવૃત્તિના બંધને ઢીલા થાય અને સમર્પણ માટે તે યુગ્ય ગણાય. પછી અભીસાનો અવાજ જેને સંભળાવવાનું છે તે સાંભળે અને તેની રહસ્યભરી મદદ મળે ત્યારે જ રાગદ્વેષનાં ઢઢ ઢીલાં પડે. અને જ્યારે પશ્ચાતાપની આગ પ્રજળે ત્યારે જ સ્વયં-સ્વરૂપને દષ્ટિપથ નિર્મળ થાય,
નિરાશ થવાનું કોઈ કારણ નથી. અરવિંદ જેવાને વરસો સુધી સાધનામાંથી પસાર થવું પડ્યું છે. તેમને પણ સહજમાં નથી બન્યું. માટે ધીરજ અને શ્રદ્ધાથી પથને કાપે જાવ. જેના હૃદયમાં પ્રભુનું સ્મરણ-ચિંતન છે, પાપભિરૂ છે, આગળ જવાની ઝંખના છે તેને વિજય છે.
દઃ ભિક્ષુ
પ૭
વ્યકિતગત ઉપદેશ ૦ ૦ ૦ વિરોધી સ્વજન તો આપણી પારાશીશી છે. કેઈ જીવની પ્રકૃતિ સામાને નમાવવા કે ઘસડવા અને છેલ્લી હદ સુધી જતી અનુભવાય તો એ આપણી પોતાની કસોટી–પરીક્ષા છે. અને એ વખતે આપણી શ્રદ્ધાની કક્ષા કે દશા કેવી રહી તે જાણવા માટેની એક પારાશીશી છે. તેવા સમયે સામા તરફે સહેજ પણ અવહેલના થાય કે તિરસ્કારવૃત્તિ થઈ જાય, રોષ આવે તે પતન થયું સમજવું. સેવાનો પ્રસંગ સાંપડયે પ્રેમભાવે તેની સેવા કરવી.
ચેયની બાબતમાં અને આપણાં આદર્શ પરત્વે મક્કમ રહેવું. એને લીધે આ પણે અક્કડ લાગીએ તો ભલે પણ આપણા હદયની કોમળતાને જવા ન દેવી. કલેશ કંકાસ કે ઉપાધિથી મનમાં જરાય સંતાપ ન થવું જોઈએ અને આપણાં દયેયને વળગી રહેવું જોઈએ. એ જાતની સતત જાગૃતિ રાખવી.
આપણું સ્વજન સંસારમાં આપણને આપણું માર્ગથી નીચે ઉતા૨વા મોટામાં મોટા હથિયાર બને છે. કારણ કે આપણે તેની સાથે સંકળાયેલા હોઈએ છીએ. એમનાં પ્રત્યે આપણને બીજા કરતાં વધારે પ્રેમ જાગેલો હોય છે. એ સાધના પથે-પગેની પગદંડી
૨૫૩ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only