SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો કર્તવ્યવાદ અને શુદ્ધ ધર્મ વચ્ચેની ભેદરેખા જરા સારી પેઠે સમજવા જેવી છે. ગુરુદેવે એ બનેની પણ સમતુલા પિતાના પદ - પુપમાં બતાવી આપી છે. એટલું જ નહીં, બીજી બાજુ તેઓએ એકલા કર્મકાંડ પર જોર આપનારા ધર્મ ઘેલડાઓની મીઠી ભાષામાં ઝાટકણી કાઢી છે, તે અધર્મ અને પાપની સાથે પુણ્યનો અને આવશ્યક કર્તવ્યવાદ કે સેવાધર્મનો ય નિષેધ કરતા ધર્મોપદેશકેનો હાથ પકડીને સાચા માર્ગ પણ ચીંધી દીધું છે. કર્તવ્યવાદમાં વિદ્યાથી, મા-બાપ, પતિપત્ની, સાસુ-વહુ, વિધવા, કેળવણી વગેરે વિષયે ચચે છે, તેમ રાષ્ટ્ર, વિશાળ સમાજ વગેરેની ફરજો પણ સમજાવે છે. શુદ્ધ ધર્મનાં તેમણે નિષેધાત્મક અને વિધેયાત્મક એ બેય સ્વરૂપ બતાવ્યાં છે. નિષેધાત્મક સ્વરૂપમાં કુસંગપરિત્યાગ, નિંદાત્યાગ, માનત્યાગ, આશા, તૃષ્ણાત્યાગ, કૃપણુતાત્યાગ, વિષયાદિ ત્યાગ કરવાનું સૂચવે છે, તેમ વિધેયાત્મક ધર્મમાં વિનય, વિચાર, વિવેક, વીર્યરક્ષા, શિયળ, સદ્દધર્મશ્રવણ, સત્સંગ, પશ્ચાતાપ, દાન, પૂજન વગેરે અંગે પર જોર આપીને ધર્મને સર્વાગી, વ્યવહારુ અને સમાજજીવન વ્યાપી બનાવી દેવા પ્રેરે છે. આમ તે તેઓ શુદ્ધ ધર્મરૂપ સર્વાગી જ્ઞાનમૂલકદશામાં શ્રાવક-શ્રાવિકાઓ અથવા ગાંધીયુગના નવા અને ત્યાગ-તપપ્રિય સેવકને લે છે. પણ એમાંય બે ભેદ પાડે છે - (૧) ચાલુ સમાજની આગેવાની મળી છે, છતાં આગેવાનીની જવાબદારીનું ભાન નથી તેવાઓને ચીમકી આપે છે, તેમજ (૨) જેઓ જવાબદારી બજાવે છે, તેમને અંજલિ પણ આપે છે. પૂ. ગુરુદેવનાં કાવ્યોમાં એક બીજું વૈશિષ્ટય છે, તે નારી પ્રતિષ્ઠાનું. ગાંધીજીને જેમ હરિજન પ્રશ્ન હાડે હતા, તે તે એમને હતું જ, પણ આધ્યાત્મિક વિકાસમાં અને સામાન્ય સમાજમાં પણ નારી અવહેલના તેમને અતિશય ખુંચતી. અને તેથી જ “પુરુષે તણા અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણાં” એ ગાઈને તેમણે નારી-જગતના કુશળ ધારાશાસ્ત્રીનું અદ્ભુત કાર્ય પણ કાવ્યમાં બજાવી લીધું જ છે. તેમાં તેમણે મોક્ષગત ભગવાન રામને પણ છોડયા નથી. જો કે રામને તે ત્યાં રાજધર્મ બજાવ પડે હતો અને રાજાના સમાજધર્મ આગળ વ્યકિતગત દાંપત્યધર્મને ગૌણ ગણ પડયો હતો. પણ સંતે, બ્રાહ્મણો અને પ્રજા સંગઠિતપણે જાગૃત નહોતી. એને પરિણામે સતી સીતાને નાહક કલંકિત બનવાનું આવ્યું તે દુઃખદ ઇતિહાસનું હવે કદી પુનરાવર્તન ન થાય, તે માટે પણ એ કાવ્ય નવયુગની સુપ્રેરણું આપી જાય છે. અને જ્યારે એક ભાદેવ નામના સાધુને પોતાની પૂર્વાશ્રમની પત્ની અને વર્તમાન સુશ્રાવિકા નાગિલા નીચેના ઉદગારો કહી પતિત થતા ઉગારી લે છે. ત્યારે આપણી ભાવી આશાને ઘણું જ પ્રોત્સાહન મળી જાય છે. સિંહ શિયાળ બને નહીં, હંસ બગલે ન હોય છે, કુંદન કથીર બને નહીં, કટકા કરી નાખે કેય . આ ઉદ્દગારોથી ગીતામાં વર્ણવેલી વાણીની નારીમાં વિશેષતા સ્પષ્ટ થઈ જાય છે. મૈત્રી” (માસિક) ૧૬૪ના “મે'ના અંકમાં શ્રી દાદા ધર્માધિકારીએ લખ્યું છે – “શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન બેન કરીને સેવાના ક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રીઓ સમાનભાવથી પરસ્પર આદરભાવ રાખીને સેવાકાર્ય કરવા લાગશે, ત્યારે જ બ્રહ્મવિદ્યાના હાથમાં સામાજિક ક્ષને ઇલાજ આવશે. અને બ્રહ્મવિદ્યાની વ્યકિતગત એકાંગતા દૂર થશે. આ પ્રયોગમાં ખતરો જરૂર છે, પરંતુ ખતરાના ભયથી ડરીને કે પ્રયોગ જ ન કરે, તે તે કાયર પુરુષનું લક્ષણ છે.” હવે આપણે ઉપરના ચિત્ર મુજબ દરેક વિભાગની વિગતોમાં ઊતરીએ અને ઉપરછલ્લી રીતે કેટલાક પદ-પુની મુલવણ પણ કરીએ: ૧ - ૧ (વીતરાગ- તીર્થકર ) તારું શરણું મેં લીધું પ્રભુ પાWજી રે, આશા છોડી છે મેં અવરની અશેષ.” X પામી શકું વહાલા ! સત્ય સ્વરૂપને રે, એ અદશ્ય આપ ઉપદેશ.” ૧૧૪ જીવનઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy