SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પૂત્ર વ વવવ ૫. નાનચંદજી મહારાજ જન્મશતાહિદ સદ્ગુરુની કૃપા (રાગ – શ્યામ કલ્યાણ, ઢબ – મંડપ ર આજ (૨)) રાળુની કૃપા થાય, આનંદ ઉભરાય (૨) - ગુરુવરની સંગતિ કરતાં, આપેલ એહને મંત્ર ઉચચરતાં, પામેલ ન તેહ પમાય, શંકાઓ માત્ર સમાય; દિલનાં દુઃખ સર્વ દબાય, આનંદ ઉભય . સદગુરુની. ૧ - અનુભવીઓ વિણ કેણ ઉગારે? વિષમપંથથી અવર ન વારે; ભવભેદ એહ ભણાવે, સાચે ગુરુપંથ સુણાવે, બુટ્ટી એ હકીમ બતાવે, આનંદ ઉભરાય.. સદ્ગુરુની. ૨ - તરનારા ભવસિંધુથી તારે, ઊગરી ગયા છે એહ ઉગારે; છુટેલા તે જ છોડાવે, સમજેલા તે સમજાવે, અનુભવીઓ અનુભવાવે, આનંદ ઉભરાય ... ગુરુની ૩ - ગુરુ ઉપદેશના રસમાં ગળ્યાથી, બંધનકારક બીજ બન્યાથી; એ પરમ સુધારસ પાય, તે જન્મ-મરણ મટી જાય, દોષો પછી સહજ દળાય, આનંદ ઉભરાય ... સદ્ગુરુની ૪ - એ ભવને કેમ વિસારું? અમૂલ્ય એહ જ ભૂષણ મારું; તે કદી ન અળગું કરાય, મુજ જીવનથકી જરાય, આ “ સંતશિષ્ય ગુણ ગાય, આનંદ ઉભરાય છે. ગુરુ. ૫ સદગુરુની કૃપા (રાગ – સારંગ, ઢબ - હરિભજન વિના) ગુરુકૃપા વિના, માયાવાળા મનને પાર ન આવે, શી શોધ કરું, અજાણ નરને અધારે કેમ ફાવે? .... ટેક. મનમાયા એક થઈ ચાલે, મહિપતિ થઈને મંદિર મહાલે, એને સદ્ગુરુ વશ કરી ઝાલે . ગુરુકૃપાઠ -૧ માયા ખવરાવે તે ખાવે, માયા ગવરાવે તે ગાવે; એ વિણ અમૃત પણ ના ભાવે . ગુરુકૃપા-૨ જેમ સ્થિર કરું તેમ તેમ ભાગે, જરૂરી વિણ નવીન નવીન માગે; લગની પ્રભુમાં ક્ષણ નવ લાગે છે. ગુરુકૃપ૦ -૩ જપ-તપથી ટેવ નથી જાતી, ઉપદેશની અસર નથી થાતી; મનમાં એ મૂંઝ નથી માતી - ગુરુકૃપા -૪ દિન – રાત કરે દોડાદેડી, એના વેગની જગમાં નથી જેડી, વ્રત નિયમ બધાં નાખે તેડી . ગુરુકૃપા -૫ ગીતામાં ઔષધ ગાયું છે, શત્રે પણ ખૂબ સમજાવ્યું છે; “સંતશિષ્ય ” ને રહસ્ય જણાવ્યું છે ... ગુરુકૃપ૦ -૬ જીવનઝાંખી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy