________________
સમઝાવો સુકડિ પ્રતેં હજી ન ઉડઈ ઉધ પંણી પર્વત આગલઈ માંડઈ નિજ માહાભ્ય
કૂપડેડકી કિમ લહઈ ગુરુ સરોવર ગમ્ય - એમ સુકડિને પુણી અને પોતાને પર્વત, તેને કૂવાની ફુલાણ દેડકી અને પોતાને વિશાળ સરોવર ગણાવે છે.
પોતાના નામનો અર્થ લૌકિક વ્યુત્પત્તિની રીતે કરતાં ઓરસીયાના ઓ એટલે ઓમકાર યાને જિનેશ્વદેવ, જિનપૂજા, જૈનધર્મ અને તેમાં રસીયો તે ઓરસીયો વળી તેના નામનો એક અર્થ સુપુરુષ જણાવી તેનાં લક્ષણો વર્ણવે છે. આમ પોતાની સમજ અને મહાત્મ દર્શાવે છે. રાજા ભરત આના નિરાકરણ માટે ગણધરને પ્રાર્થના કરે છે ત્યાં આ વિવાદ સંભાષણનો અંત આવે છે.
ચોથી ઢાળની ચોથી કડીથી આરંભાયેલ આ ૨૦૨ કડીના વિવાદાત્મક સંભાષણ બારમી ઢાલમાં સમાપ્ત થાય છે. તેરમી ઢાલમાં ગણધરદેશના માં કવિ કાર્ય, કારણ સંબંધની વિસ્તૃત ચર્ચા રજૂ કરે છે. ધૂમ્રવહ્નિન્યાય સમજાવતાં જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ એવો સંબંધ સમજાવે છે. કારણો પાંચ પ્રકારનાં દર્શાવે છે. જેમાં એક કારણ છે સ્વભાવકારણ - સ્વોપાદાન જેના પરિણામે માતા મરૂદેવી સિદ્ધ થયા. તે જ પ્રમાણે સુકડિ અને ઓરસીયો બન્ને જિનપૂજનાર્થે સ્વોપાદાન કારણો છે. બંને મહત્વનાં છે. બંને અનિવાર્ય છે.
પછીની દેશનામાં સ્યાદ્વાદ એકાન્તવાદને ભંજક છે. તેમાં સાત નયને સમુદાય જ્ઞાનદષ્ટિ આપનાર છે. આ સાત નયમાં ચાર દ્રવ્યના છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર તથા ત્રણ પર્યાયનય છે શબ્દ, રૂઢ અને પર્યાય. આ દરેકના શતપ્રકારભેદે સાતસો નય થાય. આમ છતાં આ સર્વની સમગ્રપણે વિચારણા કર્યા બાદ એમ તારણ કાઢી શકાય કે સુકડિ સુગંધ સ્વભાવને લીધે પ્રધાન કારણ છે છતાં પ્રથમ ઓરસીયા કારણ આવ્યા બાદ જ તે જિનઅંગે ચડે.
ગણધરદેશનામાંની આ શાસ્ત્રસિદ્ધાંતની તથા નયની ચર્ચાકવિએ અત્યંત સરળ રીતે રજૂ કરી છે. ઘરગથ્થુ દષ્ટાંતો આપી તેમાં તેમણે સચોટતા આણી છે.
પચનવિધિ ક્રિયા વિણ પાક ન ધાનનો બોલ્યા વિના ઉડઈ નહી સ્વર કોઈ ગાનનો અન્નકવલ ઉદ્યમવિણ નવિ આવઈ મુખઈ
વિણ પુણે કિમ સંપત્તિ ભોગવીય સુખઈ આમ મારી સુકડિ વાત ઓરસીયાને સીસ નમાવતી, ખમાવતી અને “મેલ થયો ઓરસીયા સાથે મલપતો' થી સંવાદ સધાઈ વિવાદનો અંત આવે છે. દ્રવ્યપૂજાની તૈયારી થતાં પ્રતિષ્ઠા મહોત્સવના
૧૯૩
સકડિ ઓરસીયા સંવાદ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org