________________
વિવિધ તબક્કાઓ ચૌદમી ઢાલમાં અને ભરતરાજાની ભાવપૂજા પંદરમી ઢાલમાં વર્ણવી કવિ અંતિમ સોળમી ઢાલમાં કૃતિના રચના સમય, સ્થળ, કર્તા નામ, ગુરુપરંપરા, ફલશ્રુતિ આદિ વર્ણવી પૂર્ણાહૂતિ કરે છે. - કવિની દલીલશકિત તર્કશકિતનો પરિચય કરાવતી આ રચના ભાષાદષ્ટિએ પણ નોંધપાત્ર છે. ઉબોધન અને સંભાષણની રજૂઆતમાં બોલચાલની ભાષા તેના વિવિધ લહેકાઓ - કાકૂઓ સાથે પ્રયોજાઈ છે. સુકડિ ઓરસીયાની ઉક્તિઓમાં પોતપોતાની વાતના સમર્થનરૂપે જે અવતરણો ટાકે છે તેનું વૈવિધ્ય ખરેખર ધ્યાન ખેંચે તેવું છે. સામાન્ય લોકોક્તિ, કહેવત, સુભાષિતથી માંડીને કવિતા, છંદ અને ગાથાનો ઉપયોગ કર્યો છે. કુલે બાર અવતરણની સાઠ પંકિતઓમાં આ રજૂઆત થઈ છે. સંગતિ સમાનની જ શોભે - અસમાનની સંગતનાં ફળ વાયસોંસની કથા દ્વારા કહી ચાર પ્રકારની સંગ કહેલ છે.
૧ સજ્જન - સજ્જનનો દૂધ-સાકરનો ૨ સજ્જન - દુર્જનનો સોના-કાચનો ૩ દુર્જન - સજનનો પિત્તળ-માણેકરત્નનો ૪ દુર્જન - દુર્જનનો ચકમક પથ્થરને ને વળી
સંગતિ કી જઈ સાધુકી હરઈ ઉરાંકી વ્યાધિ
ઓછી સંગત નીચકી આડાં પહર ઉપાધિ - જેવી હિંદી શબ્દ છાંટવાળી ઉકિત પણ આ જ સંદર્ભમાં છે. તો નીચ પુરુષને વર્ગતતા કવિત છંદની ભાષા વિશિષ્ટ છે. જૂ લીખાલા, દેહ રોમાલો, ભોલો, ઢીલો, ઢીલંગો, કમેં કાલો, ડીગો, ડોલાલો, ઠીકરઠાલો, ઠોઠ ઠીંગાલો, ભડંગ ભૂખાલો - જેને નહીં ગાંઠઈ ના ધાનનો દાણો તે તો નહીં લક્ષણ નહીં લાવણે એમ બન્ને રીતે ઠાલો છે.
સુલક્ષણી શીલવતી નારીનાં લક્ષણોમાં પતિ પહેલાં જમે નહીં, શિયળની નવ વાડ સાચવે, પર્વતિથિએ બ્રહ્મચર્ય પાળે. જિનપૂજન કરે, એ પ્રકારે આચાર વર્ણન વિશેષ છે. સુપુરુષ પણ શિયળની સીમા સાચવે, પરસ્ત્રી સામે નજર ન કરે, સાત વ્યસનથી દૂર રહે, પાંચ પ્રકારે દાન કરે, સંઘ કાઢે, જિનપૂજા કરે એવા આચાર વર્ણન જ છે.
દલીલબાજીના દાવપેચની અને ઉબોધનની લહેકામય ભાષા; રસમય, સરળ સચોટ નિરૂપણ, દીર્ધકૃતિ છતાં અસ્મલિત કથનપ્રવાહ, લોકોકિત આદિનો સારો ઉચિત ઉપયોગ; થોડાં છતાં સુંદર વર્ણન; કેવળ વાણી વિલાસ ન લાગે તેવી નર્મ-મર્મયુકત બોધક દલીલો, એ આ રચનાનું જમાપાસું છે, જે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદ નામી કૃતિઓમાં નોંધપાત્ર બનાવે છે.
Fિ EFF F GF ; FERF
_EL FFFF
_ E ક ક ]F 5 EFF E FREE E F કી
કે
૧૯૪ Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only
www.jainelibrary.org