________________
મહત્ત્વ દર્શાવે છે. જિનેશ્વરદેવના છત્ર રૂપે અશોકવૃક્ષ, દેવતરુ, કલ્પવૃક્ષ અને દૈવી દશ તરુવરોની તે વંશજ છે. જિનપ્રતિમા, જિનમંદિરહાર, સાધુકરનો દંડ, મંત્રજપ માટે માળા ઈત્યાદિમાં કાષ્ટ પ્રયોજાય છે. જગતને પોષણ આપનાર અનાજ, આરોગ્ય આપનાર ઔષધિ, સુગંધી ઈંદ્રિયઉપભોગ તેલઅત્તરાદિ સામગ્રી આપનાર વનસ્પતિજાતિ જ હોઈ તેનું સ્થાન ઉચ્ચ જ છે.
ઓરસીયો તુરત જ તેની દલીલનું ખંડન કરતાં જણાવે છે કે તેની સંગતિ તો કોની કોની સાથે છે ? માથે સર્પ યા કુહાડી છે. પવન તેના પરિમલનો ચોર છે. વળી સૂત્રસિધ્ધાંતનુસાર દસ તરુવરો વનસ્પતિજાતિના નહિ પણ પૃથ્વીકાય યાને ઓરસીયાની જાતિના છે. વળી જલ, વનસ્પતિ, સર્વપ્રાણીના આધાર રૂપ પૃથ્વી જ છે. જિનમંદિર, જિન પ્રતિમા, ગઢ, મઢ તેનાં જ બને છે. જીવને પોષક આહાર પકાવવા માટે પાત્ર આવશ્યક છે તે માટીનું જ છે. સપ્તધાતુ રત્નો આદિ પૃથ્વીની જ પેદાશ છે. આભૂષણો પણ તેનાં જ બને છે. લવણ પૃથ્વીકાય વિના ભોજનમાં રસ નથી. આમ છતાં પર્વતપુત્ર ઓરસીઓ અને પર્વતે ઊગેલ સુકડિ બન્ને સમાન મહત્ત્વ ધરાવતાં હોઈ ભાઈબહેન સમાન
છે.
સુકડિનો રોષ અધિક વધતાં તે ઓરસીયાને હરાયા ઢોર સમ અને અભિમાને ફૂલી ગયેલા ચોળા સમ કહી સુકડિ સાથે વાદ કરવા માટે તેને અપાત્ર ગણાવે છે.
દેખી ટોલું લોકનું હુઈ ભૂરાયું ઢોર
તિમ તું ભૂરાયો થયો રહ્યો સંઘ તુઝ કોરિ
સુકંડ પોતાના નામની વ્યુત્પત્તિ કરી તેના સમાનાર્થી શબ્દ સુકટિ ‘સુકૃતકારિકા’ સુક્રિયા, શુભનારી, શીલવતી સતી એમ દર્શાવે છે. અને પછી કુલવતી નારીના આચાર-વિચારનું, કાર્ય-અકાર્ય અંગેની તેની ઔચિત્ય સમજનું વિસ્તૃત વર્ણન કરી પોતાની ઉચ્ચતાનું પ્રમાણ આપે છે. સાથે સાથે નીતિ-બોધ-ઉપદેશ દષ્ટિએ પણ સુકડિની આ ઉક્તિ શ્રોતાઓ માટે સમૃધ્ધ બની રહે છે.
૧૯૨
જે તે માથું ઉપાડી મુઝસ્યું કરવા વાદ ઘેટાંની પરિ ઘરહર્યો સવિં સુણ્યો તવ સાદ.
આ ઉક્તિ બાદ ભરતરાજાની રાણીઓ સુકડિનો પક્ષ લઈ ઓરસીયા સાથે સુકડિની ઈચ્છા વિરૂધ્ધ ન લગાડવા જણાવે છે. પરંતુ ભરત રાજા તટસ્થપણે બન્ને પક્ષને પૂર્ણપણે સાંભળવાના મતના છે, તેથી ઓરસીયાને જવાબ આપવાની તક મળતાં જ સુકડિને ઉતારી પાડતાં કહે છે ગર્વ મ કરિ રે ગહિલડી પામી ગંધ પયચ્છ,
જો જિન અંગે નવિ ચઢી તુ તુઝ જનમ અક્ચરછ છતાં સાથે સાથે સમજાવટનો સૂર પણ કાયમ રાખે છે.
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org