________________
મસ્તીમાં જ લાકડી ફટકારવી, વૃક્ષને પથરાં મારવા એ અનર્થદંડ છે. તળાવમાં ફકત ગમ્મત ખાતર પથરો ફેંકવા, વિના કારણે પાણીનો વ્યય કરવો એ અનર્થદંડ છે.
માણસ પોણો કલાક બાથરૂમમાં ન્હાય છે. સત્તર ચોરસ ફૂટની કાયા માટે આખરે કેટલું પાણી જોઈએ ? ધોધની જેમ પાણી વેડફાય છે. મહેમાનોને ગ્લાસ ભરીને પાણી આપીએ છીએ. કેટલા ઘૂંટડા પાણી પિવાય છે ? બાકીનું ખાળમાં ફેંકી દેવાય છે. આ વેડફાટ ગુનાહિત છે. ગ્લાસની સાઈઝ નાની કરવાનું કોઈને સૂઝતું નથી. એક સમયમાં પાણી માટે લોટો વપરાતો અને લોટા પર નાનકડો વાડકો રહેતો. મહેમાન પણ જરૂરી હોય એટલું પાણી લોટામાંથી રેડીને પી લે. - અઢાર પાપસ્થાનકો - છિદ્રોમાં પાપનો આસ્ત્રાવ અટકાવવો તે સંવર. સંવરનો ત્રીજો ભેદ છે અપ્રમાદ. મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા એ પાંચ પ્રમાદો મનુષ્યના દુશ્મન છે. એનાથી નિવૃત્તિ થાય, તો અપ્રમાદ સાધ્ય થાય અને પાપનો સંવર થાય. અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ ને માયામૃષા એ નિંદાનાં જ પ્રકાર છે, પાસાં છે, અને પ્રમાદનાં આવિષ્કાર છે.
અભ્યાખ્યાન : જાણતાં કે અજાણતાં કોઈના ઉપર પણ ખોટું આળ ચડાવવું તેને બદનામ કરવું, આળ - આરોપ મૂકવો. આ અધમ કક્ષાની પ્રવૃત્તિ છે.
પૈશુન્ય : ચાડી ખાવી, ચુગલી ખાવી, કોઈની ગુપ્ત વાત, અંગત વાત ઉઘાડી ન પાડવાની શરતે કહેવામાં - જાણમાં આવી હોય, તે ખુલ્લી કરી દેવી.
પર પરિવાદ : કોઈની નિંદા કુથલી કરવી. બીજાના અવગુણોનું આરોપણ કરી સાચાં ઠેરવવાનો પ્રયત્ન. વાંકુ બોલવું.
માયામૃષા : કપટ કરી જુઠું બોલવું અને તેને સાચું ઠરાવવાની કોશિષ કરવી.
કર્શિવચન : કઠોર ભાષા વાપરવી. દિલ દુભાય એવી રીતે બોલવું. શાસ્ત્રોમાં નિર્દેશ છે કે કઠોર વચન બોલવાથી એક દિવસના ઉપવાસનું ફળ નષ્ટ થાય છે. ખોટું આળ ચડાવવાથી એક મહિનાનાં ઉપવાસનું ફળ નષ્ટ થાય છે. ને શ્રાપરૂપ વચનો ઉચ્ચારવાથી એક વર્ષનાં ઉપવાસનું ફળ નષ્ટ પામે છે.
જિનદર્શને નિર્દેશેલાં નવ તત્વો છે :
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ અને (૯) મોક્ષ
પાંચમું તત્ત્વ છે આશ્રવ તત્ત્વ
આશ્રવ એટલે કર્મોનું આવવું. આ+વ આચારે બાજુએથી અને થવઆવવું તે. અર્થાત આત્મા તરફ કાશ્મણ વર્ગણાના પુલોનું ચારે બાજુથી આકર્ષાઈને આવવું તે આથાવ.
આશ્રવના સામાન્ય પ્રકારે ૨૦ ભેદ છે જેમાં પ્રથમ પાંચ મિથ્યાત્વ, અવિરતિ-અવત, પ્રમાદ, કષાય અને યોગ, જે કર્મબંધના મુખ્ય હેતુઓ છે. ૬ થી ૧૦ પંચમહાવતનાં ભાગરૂપ છે.
અપ્રમાદ
૧૩૭'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org