________________
વિશેષ પ્રકારે આશ્રવના ૪૨ ભેદ છે. જેમાં પાંચમો ભેદ છે ક્રિયા. ક્રિયા: કાયિકી, અધિકરણકી વગેરે ૨૫ પ્રકારની ક્રિયાથી પણ પુષ્કળ કર્મોનો આશ્રવ થતો રહે
જેમાં ૧૮મો ભેદ છે : વિદાણીયા ૧૯મો ભેદ છે : આણાભોગી વિદારણીયા : સજીવ કે નિર્જીવ વસ્તુને તોડવી ફોડવી તે. અણાભોગી : ઉપયોગ રહિત શૂન્ય ચિત્તે ક્રિયા કરવી તે.
માનવી પૂળ વસ્તુઓ સાથે કેવો વ્યવહાર કરે છે, તેના પરથી એની સંસ્કારિતાનું માપ નીકલે છે. સ્થૂળ પ્રત્યે આદર, સવ્યવહાર એ સભ્યતાની પારાશીશી છે, ધૂળ કે જડ વસ્તુઓ આપણે સમજીએ છીએ એટલી જડ નથી હોતી. તેમાં પણ સૂક્ષ્મ અણુઓનું પરિવર્તન નિરંતર થયા જ કરે છે. તેની વ્યાખ્યાઓ વૈજ્ઞાનિક દૃષ્ટિએ બદલાતી જાય છે. ધૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ એ ઉર્ધ્વક્રમ રહ્યો છે. નિર્જીવ ભાસતી વસ્તુ સાથે પણ દુર્વ્યવહાર કરાય નહિં.
જર્મનીના આધ્યાત્મિક કવિ રેઈનાર મારિયા રિલ્ક એક કુમળા હૃદયનાં સજ્જન હતા. દરવાજામાં પ્રવેશતાં જો ઠેસ વાગે, કે બારણાં સાથે અથડાય, તો બારણાની માફી માગતા ! બારણું હતું ત્યાં જ હતું, વાગી ગયું તો ચાલનારની જ ભૂલ કહેવાય. માણસને ચલતાં કોઈ પથ્થર સાથે ઠેસ વાગે, ઠોકર લાગે તો માણસ ગુસ્સામાં પથ્થરને જ ખરી ઠોકર મારે ! પથ્થર તો પોતાની જગ્યાએ જ હતો, પણ માણસ બેધ્યાનપણે ચાલતાં પથ્થરને જ ઠોકર મારે છે. પોતાની ભૂલથી વાગે છે, અને સજા પથ્થરને આપે છે.
રિલ્ક અને જર્મન લેખક સ્ટીફાન ઝલીગની ગાઢ મૈત્રી હતી. રિલ્ક ઝવીગ પાસેથી વાંચવા માટે પુસ્તકો લઈ જાય. પુસ્તક પાછું આપે, તો એમ ને એમ ન આપે. એ પુસ્તકને સુંદર ગિફટ પેપરમાં વીંટાળી, લાલ રિબિન બાંધી, જાણે કોઈ ભેટ આપતો હોય, તેમ આદરપૂર્વક પાછુ આપે. આમાં માત્ર જ્ઞાનનો જ નહિ પણ સ્થળનો પણ આદર છે. સ્ટિફાન ઝવીગે જ્યારે પોતાની પત્ની સાથે જળસમાધિ લીધી, ત્યારે રિલ્કનાં બધા ગિફટ પેપરો અને રિબિનો શરીરને વીંટાળીને સમાધિ લીધી.
જ્યારે પુસ્તક જેવી મૂલ્યવાન સંપદા સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? કોઈનું પુસ્તક લઈ આવીએ, તો પ્રથમ તો પાછું આપવાની વાત જ ન હોય ! ક્યાં મુકાઈ ગયું છે, મળતું જ નથી. અરે મેં પણ હજી વાંચ્યું નથી. આવા મનુષ્ય માત્રએ પ્રમાદનો રસ્તો છોડી પુરુષાર્થનો માર્ગ પસંદ કરવાનો છે.
પ્રમાદથી કોઈ નુકશાન કે કષ્ટ સહન કરવું પડે તે અનિષ્ટ-ત્યાજ્ય છે. દુર્ગુણ છે. ઉત્તમ પરિણામ માટે પુરુષાર્થ કરતાં આવી પડેલું કષ્ટ સહન કરવું, એ પુરુષાર્થ છે અને તેથી ઈષ્ટ છે – સદ્દગુણ છે. કોઈ
૧૩૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org