________________
હિંસારૂપ હોઈ પાપ છે. મહર્ષિ ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રમાં અધ્યાય ૭મી ૮મી ગાથામાં કહ્યું છે :
प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।८। પ્રમત્ત યોગથી, પ્રમાદથી, પ્રાણીના પ્રાણ લેવા એ હિંસા છે. તેમ જ પોતાની અસાવધાનીથી, બેદરકારીથી પ્રાણીની હિંસા થાય એ પણ પ્રમત્તયોગવાળી હિંસા છે. પ્રમત્તદશા ભાવહિંસા છે, અને પ્રાણીનાં પ્રાણનો નાશ કરવો એ દ્રવ્યહિંસા છે.
આઠમું અણુવ્રત છે : અનર્થદંડ વિરમણ.
અનર્થ એટલે નિરર્થક, દંડ એટલે પાપ. અનર્થદંડનો અર્થ થયો : નિરર્થક પ્રયોજન વગર પાપાચરણ વિના પ્રયોજને આત્મા દંડાય. આગOાદ - અર્થ વિના દંડાય. અનો ત્યાગ તે અનર્થદંડવિરમણ
ગૃહસ્થને ઉદ્યોગ અને આરંભી હિંસા વળગેલી છે. વિરોધી હિંસા કરવાનું પણ આવી પડે છે. કુટુંબ નિર્વાહ અર્થે ધનઉપાર્જન અને ઉચિત પરિગ્રહ પણ જરૂરી બની જાય છે. આમ ગૃહસ્થ જીવન બહુ આરંભોથી ભરેલું છે. છતાં આણુવ્રતો અને ઉપકારક વ્રતોનાં ધારણાં એમનાં નિસ્તારના માર્ગ છે. ગૃહસ્થને જ ફરજો બજાવવી પડે છે. સંસાર ટકાવવા જે કરવું અનિવાર્ય અને આવશ્યક હોય છે તે બાબત ઉપર પૂરતું ધ્યાન આપી આ વ્રતથી ડહાપણ ભરેલી સૂચના આપતાં કહ્યું છે : નકામા પાપ ન કરો.
विरतिरनर्थदण्डे, तृतीयं, स चतुर्विध: अपध्यानम्।
प्रमादाचरितम् हिंसाप्रदानम् पापोपदेशश्च ।। પ્રયોજનવિહીન કાર્ય કરવું, કોઈને સતાવવો એ અનર્થદંડ કહેવાય છે. એમાં ચાર ભેદ છે : અપધ્યાન, પ્રમાદપૂર્ણચર્યા, હિંસાનાં ઉપકરણ વગેરે આપવા અને પાપનો ઉપદેશ આપવો એ ચારેનો ત્યાગ. અનર્થદંડ વિરતિ નામક ત્રીજું ગુણવ્રત છે.
પાપોપદેશ ન કરવો, માણસ પોતે જે દુર્બસનમાં ફસાયેલો હોય, તેનો શોખ બીજાને લગાડવા પ્રયત્ન કરે, તે અનર્થદંડ પાપોપદેશ છે. માણસ પોતાની લત ન છોડી શકે, તો યે એણે એ ન વખાણતાં વખોડવું જોઈએ. વ્યસનનો ખેદ હોવો જોઈએ. પ્રજનવશ કાર્ય કરવાથી અલ્પ કર્મબંધ થાય છે. પ્રયોજન શુભ અને શુભહેતુપૂર્વકનું હોવું જોઈએ. પ્રયોજન વગર કાર્ય કરવાથી અધિક કર્મબંધ થાય છે. કારણ કે સપ્રયોજન કાર્યમાં તો દેશ-કાલ આદિ પરિસ્થિતિઓની સાપેક્ષતા રહેલી છે. દેશકાળ-ક્ષેત્ર અને ભાવને લક્ષમાં રાખી ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ થાય છે. પરંતુ નિપ્રયોજન પ્રવૃત્તિ સદા અમર્યાદિતરૂપથી કરાતી હોય છે. જ્યાં લક્ષ્ય નથી. ત્યાં મર્યાદા નથી હોતી.
નિરર્થક જમીન ખોદવી, વ્યર્થ આગ સળગાવવી વગેરે પ્રમાદર્યા અનર્થદંડ છે. રસ્તે ચાલતાં કોઈ જાનવર ઉભું હોય, ગાય કે બળદ હોય, તેને નિ:કારણ વ્યર્થ લાકડી ફટકારી દેવી, કોઈ છોડને
૧૩૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org