________________
એમને સાયન્સ વિષયમાં રસ હતો અને ડૉકટર થવાની ઈચ્છા હતી પણ સંયોગ કોઈ જુદા સર્જાયા હતા. દ્રવ્યરોગ મટાડનાર ડૉકટર નહીં પણ ભાવરોગ મટાડનાર ડૉકટર બનવાનું સૌભાગ્ય લલાટે લખાયેલું હતું. આથી એ જ અરસામાં પ્રખર પ્રવચનકાર પાર્થચંદ્રગચ્છના તેજસ્વી હીરલા પૂજ્ય મુનિરાજશ્રી સુયશચંદ્રજી મ.સા. આદિ ઠાણાનું દાદર નાયગામમાં ચાતુર્માસ થયું. પૂજ્યશ્રીનો પરિચય થયો. પ્રવચન સાંભળવાનો મોકો મળ્યો અને પૂર્વના પુણ્યોદયે પ્રફુલ્લકુમારના હૃદયમાં વૈરાગ્યના અંકૂર ફૂટી નીકળ્યા. જે સત્સંગના યોગે વધુ ને વધુ વધતા ચાલ્યા. એ જ અરસામાં દાદર ગામે મોટીખાખરના શ્રી લીલાધરભાઈ ખેતશીના સપરિવાર સંયમગ્રહણના પ્રસંગને જોઈને ચારિત્ર પ્રત્યેની ભાવના પ્રબળ બની, વૈરાગ્ય વિશેષ દૃઢ બન્યો. વ્યાવહારિક અભ્યાસમાંથી રસ ઉડી ગયો. શાસ્ત્રજ્ઞાનોપાર્જનમાં મન મસ્ત બન્યું.
ગુરુ મહારાજનું સ્વાથ્ય ગરબડ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ પ્રફુલ્લકુમારે ખડે પગે રહી ગુરુભક્તિનો અનુપમ પરિચય કરાવ્યો. અતિ આદરભાવે વૈયાવચ્ચનો લાભ લીધો. ગુરુ મહારાજનું ચોમાસું બીકાનેર થતાં ત્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરી. પૂજ્યશ્રી સાથે મુંબઈથી પાલિતાણા સુધીનો વિહાર પણ કરેલ.
એક તરફ વૈરાગ્ય પ્રબળ થતો જતો હતો તો બીજી તરફ માતાજીનો મોહ પણ એમના પ્રત્યે સબળ થતો જતો હતો. પોતાના પ્રથમ પુત્રરત્નની પ્રવજ્યા-સંસારત્યાગ માટે માતાજીનું મન માનતું નહોતું એટલું જ નહીં પણ ઘણી વખત પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી આથી પ્રવજ્યા ગ્રહણમાં વિલંબ થતો ગયો.
માતાજીના મનને પ્રસન્ન રાખવા એમની આજ્ઞા શિરોધાર્ય કરી પિતાજી સાથે સ્ટેશનરી ધંધામાં જોડાયા. ધંધામાં બંધાઈ જવાથી કેટલાક સમય સુધી ગુરુ મહારાજના દર્શન માટે પણ જવું મુશ્કેલ બની ગયેલ. હવે એકતરફ ધંધાની પ્રગતિ માટે મન દોડવા લાગ્યું તો બીજી તરફ ઘર્મના માર્ગે જવા માટે પણ મન તલસતું હતું. નિર્ણય સ્વયંને કરવાનો હતો, એ ગડમથલના અંતે આખરી નિર્ણય પર આવવાનું હતું કારણ બે રસ્તામાંથી કોઈપણ એક માર્ગે જવું જરૂરી હતું – કાં સંસાર કાં સંયમ, સમય સરકતો જતો હતો. સાધનાનો અમૂલ્યકાળ નીકળી રહ્યો હતો. આખરે ધર્મના પક્ષે વિજય થયો, ઘનના પક્ષે પરાજય થયો, ત્યાગમાર્ગનો વિજય થયો, રાગમાર્ગનો પરાજય થયો. માતાજીને પણ મનાવી લીધા અને એમણે પણ પોતાની કાળજાની કોર જેવા દીકરાને પ્રસન્નતાપૂર્ણ હૈયે આશીર્વાદ આપી પ્રવજ્યા માટે અનુજ્ઞા આપી. પ્રફુલ્લકુમારનો મનમયૂર નાચી ઉઠ્યો. વર્ષોથી સેવેલા સ્વપ્નને સાકાર થવાની ઘડીઓ ગણાવા લાગી. અંતરના અરમાન પૂર્ણ થવાનો પ્રસંગ ગોઠવાઈ ગયો. વિ.સં. ૨૦૩૦ મહા સુદ ૫ ને સોમવારે તા. ૯/૨/૧૯૮૧માં શ્રી ભદ્રેશ્વર મહાતીર્થે શાંત સ્વભાવી પૂ. મુનિશ્રી બાલચંદ્રજી મ.સા.ના શિષ્યરત્ન પ્રખર પ્રવચનકાર પૂ.મુ.શ્રી સુયશચંદ્રજી મહારાજના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કરી પૂજ્યશ્રીના શિષ્ય બન્યા, દીક્ષાર્થી પ્રફુલ્લભાઈ હવે મોક્ષાર્થી મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી બન્યા.
સંયમ સ્વીકાર્યા પછી ગુરુ સાંનિધ્યમાં રહી સાધનાના માર્ગે આગળ વધતા રહ્યા. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ગુરુ સંગે વિચરી આરાધનાનો યજ્ઞ માંડ્યો. દીક્ષા પહેલાં અને દીક્ષા બાદ પણ પૂજ્યશ્રી હમેંશા એકાસણાનું વ્રત કરે છે. દિવસમાં ક્યારે પણ બે વખત આહાર નથી લીધો. 1માં ૨ મોયપા-આ દશવૈકાલિક સૂત્રની આજ્ઞાને પૂજ્યશ્રીએ આત્મસાત કરી રસનેન્દ્રિય પર વિજય મેળવ્યો છે. અન્ય તપમાં પણ અઠ્ઠાઈ, વર્ષીતપ, વર્ધમાન તપની ૧૧ ઓળીઓ વિગેરે તપસ્યા કરી છે. અઠ્ઠમના પારણે પણ પૂજ્યશ્રીને એકાસણું જ હોય છે. ઘન્ય છે એમના તપપ્રેમને, તપોમય જીવનને. સંઘસૌરભ
૪૯ E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org