________________
અધ્યાત્મપ્રેમી પૂજ્ય મુનિરાજશ્રી પાર્શ્વયશચંદ્રજી મહારાજ
લેખિકાઃ પૂ.પૂ.સા.શ્રી ૐકારશ્રીજી મ.ના
શિષ્યા સા. પદ્યરેખાશ્રીજી
કચ્છ દેશના માંડવી બંદર પાસે આવેલા સુંદર ને સોહામણા, કચ્છની કાશી ગણાતા એવા કોડાય ગામમાં પિતાશ્રી દામજીભાઈ દેવજી ગડાના કુળમાં અને માતુશ્રી લક્ષ્મીબેન દામજી ગડાની કુશીથી પ્રથમ પુત્રરત્ન રૂપે પૂજ્યશ્રીનો વિ.સં. ૨૦૦૮ વૈશાખ સુદ ૧૩, બુધવાર તા. ૭/૫/૧૯૫રના સુદિવસે એમના મોસાળના મેરાવા ગામે જન્મ થયો.
ઘરમાં પ્રથમ સંતાનની પ્રાપ્તિ સમગ્ર પરિવાર માટે પ્રસન્નતાની પળ હોય છે. એમાં પણ પુત્રરૂપે જ્યારે પ્રથમ સંતાન પ્રાપ્ત થાય ત્યારે સૌ કોઈના હૃદય પ્રફુલ્લિત અને હર્ષિત થાય એ સ્વાભાવિક છે, એ પ્રફુલ્લિત હૃદયની સ્મૃતિને ચિરંજીવ બનાવવા માટે જ જાણે બાળકનું નામ રાખવામાં આવ્યું પ્રફુલ્લકુમાર.
વ્યવસાયના કારણે પિતાશ્રી દામજીભાઈ પરિવાર સાથે મુંબઈ નાયગામ-દાદરમાં સ્થાયી થયેલા હતા આથી માતાજી પુત્રરત્નને લઈ કચ્છથી મુંબઈ આવ્યા. આપણા ચરિત્રનાયક પ્રફુલ્લકુમાર પિતાના લાડ ને માતાના કોડથી મોટા થવા લાગ્યા. પાંચ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૫૭માં સેંટ જોસેફ સ્કૂલમાં K.G.માં દાખલ કરવામાં આવ્યા. ધીરે ધીરે અભ્યાસમાં આગળ વધી ઈ.સ. ૧૯૬૯માં પુના બોર્ડની એસ.એસ.સી. પાસ કરી અને ૧૯૭૦મા ખાલસા કૉલેજમાં જોડાયા અને FY.Sc.ની પરીક્ષા પાસ કરી. સ્કૂલમાં હતા ત્યારે રાષ્ટ્રીયભાષા પ્રચાર સમિતિની પ્રારંભિક પ્રવેશ અને પરિચય પરીક્ષાઓ પાસ કરેલી. ચિત્રકલામાં એલીમેન્ટ્રી પરીક્ષા પાસ કરેલ, સ્કૂલના બેન્ડમાં પણ રસ લીધેલ, સ્કાઉટીંગ અને કેમ્પીંગની પ્રવૃત્તિમાં રસ હતો. ઈ.સ. ૧૯૬૮માં પ્રફુલ્લકુમારને બેસ્ટ પેટ્રોલ (Best Petrol) સ્કૂલ તરફથી મળેલ. સ્કૂલની સ્વર્ણજયંતિ પ્રસંગે જયજવાન-જયકિસાન પ્રોજેકટમાં પ્રફુલ્લકુમાર મોખરે હતા. ઉપરોક્ત બાબતોથી આપણને સહજ ખ્યાલ આવી શકે છે કે એમની તેજસ્વીતા કેવી હતી અને અધ્યયનાદિ પ્રવૃત્તિ પ્રત્યે કેવી લગન અને ખંત હતી.
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only