________________
સંઘના અગ્રણીઓને ખબર પડી. તેઓની દૃઢતા જોઈને તેઓને સ્વીકારી લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતી કરી. આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, અલબત્ત, સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલો આવ્યા. પાલીતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ. નવદીક્ષિતોને ચલિત કરવા માટે જેલની કોટડીમાં પૂરવામાં આવ્યા. ભૂખ્યા રખાયા; છતાં કોઈનો નિશ્ચય ડગ્યો નહીં. છેવટે દરબારે વડીલોને તેમની ઈચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની છૂટ આપી. અંતે બે જણને વડીલોની સંમતિ મળી. ત્રણને તેમના વડીલો પાછા લઈ ગયા. હેમરાજભાઈને પાછા ફરવું પડયું. કોરશીભાઈ અને બીજા એક મિત્ર દીક્ષામાં રહ્યા - કોરશીભાઈનું નામ પડ્યું કુશલચંદ્રજી.
શ્રી હર્ષચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યતિ આચાર્ય હોવા છતાં શુદ્ધ સંવેગમાર્ગના પક્ષપાતી હતા. તેમની નિશ્રામાં શ્રી કુશલચંદ્રજી સંવેગી દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા ગયા. સં. ૧૯૧૩માં શ્રી હર્ષચંદ્રસૂરિજીએ કાળ કર્યો ત્યાં સુધીમાં શ્રી કુશલચંદ્રજી એક સમર્થ મુનિ બની ચૂકયા હતા. હવે તેઓશ્રી કાઠિયાવાડ-હાલારમાં વિચરવા લાગ્યા હતા. આડંબરી, શિથિલાચારી, પરિગ્રહધારી યતિઓ-ગોરજીઓથી ઘેરાઈ ગયેલી જનતા શ્રી કુશલચંદ્રજી મહારાજના સરળ, શુદ્ધ સંયમથી આકર્ષાઈ અને સંવેગમાર્ગ તરફ વળી. સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો, ઘર્મવિરુદ્ધ આચાર-વિચારો તરફ શ્રી કુશલચંદ્રજી મહારાજે શ્રાવકોનું ધ્યાન દોર્યું. તેમની ઉપદેશ શૈલી સરળ, મધુર અને કરુણાસભર હતી. કાઠિયાવાડ, હાલાર અને કચ્છમાં ધાર્મિક જાગૃતિ લાવવા માટે તેઓશ્રી સતત પ્રયાસ કરતા રહ્યાં. જામનગરમાં તેમના કુલ ૧૭ ચાતુર્માસ થયા હતા, એ હકીકત એ પ્રદેશોમાં તેઓશ્રી કેવા લોકપ્રિય હતા તેની નિશાની છે. ભદ્રેશ્વર તીર્થમાં સં. ૧૯૩૯માં જીર્ણોદ્ધાર બાદ પુનઃપ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ ઉજવાયો ત્યારે કચ્છ અને હાલારના સંયુક્ત નેજા હેઠળ ઉજવાયેલા મહોત્સવમાં પૂજ્યશ્રીએ ખાસ જામનગર બાજુથી વિનંતિપૂર્વક તેડાવ્યા હતા. અંચલગચ્છીય યતિવર્યો શ્રી સુમતિસાગરજી તથા શ્રી વિવેકસાગરજીએ “ભદ્રેશ્વરના ચોઢાળિયામાં આ હકીકતનો ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
પાછલાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં જ વિચરેલા. તેઓશ્રીનું જીવન ઋજુતા–સરળતાના આદર્શ નમૂનારૂપ હતું. તપાગચ્છના તે સમયના સંવેગી પક્ષના ધુરંધર મુનિરાજ શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ વગેરે સાથે શ્રી કુશલચંદ્રજી મહારાજનો પૂર્ણ મૈત્રીભાવ હતો. શ્રી દીપચંદ્રજી વગેરે તેમના કુલ ૧૧ શિષ્યો હતા. અનેક સાધ્વીદીક્ષાઓ તેમના હાથે થઈ. પાર્થચંદ્રગચ્છમાં સાધ્વી સંઘ બંધ પડી ગયો હતો તે તેઓશ્રીના હાથે જ પુનઃ સ્થાપિત થયો. સં. ૧૯૬૯ માં કોડાયમાં તેમનો સ્વર્ગવાસ થયો. ૬૩ વર્ષ જેટલો દીર્ઘ દીક્ષા પર્યાય અને ૮૭ વર્ષ જેટલી ઉંમરમાં સતત આરાધના, પ્રચુર લોકોપકાર અને શાસનની સંનિષ્ઠ સેવા દ્વારા તેમણે સાધુતાનો ઉચ્ચ આદર્શ સિદ્ધ કરી દેખાડયો. એક ધર્મક્રાંતિના પુરસ્કર્તા તરીકે જૈન શાસનના ઇતિહાસમાં તેમજ પાર્જચંદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં શ્રી કુશલચંદ્રજી ગણિવરે ધ્રુવતારક સમું ચિરંજીવ સ્થાન મેળવી લીધું છે. કોટી કોટી વંદના હજો એ સમર્થ સાધુવરને!
જીવિતવ્યની મ કરીદા આસ, સાણ તણો કેવો વિશ્વાસ? | નિણખિણ આવે બિણબણ જાય,થન કરતાં નહથિર થાય.
- દાદાસાહેબ શ્રી પાર્વચંદ્રસૂરિ
સંઘસૌરભ
૩ ૨૯ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org