________________
નથી. માકડ, ચાંચડ અને મચ્છર સરખાં પીડાકારી જંતુઓ તેમને ગમે એટલો કંટાલો આપે અને જોઈએ તેટલા તેમને કરડી ખાય તો પણ તેમને વટીક મારવાને તેઓ હાથ ઉંચકતા નથી.
અમૃત બજાર પત્રિકામાં જણાવાયું છે કે - તપાસ કરનાર માજિસ્ટ્રેટ અંગરેજ, ફરિયાદી અંગરેજ, શાહેદ અંગરેજ છે. તેથી સંપૂર્ણ ત્રણે દેવ એક થયા. ગોરજી પર તહોમત મૂકયું અને કેસ સેશન્સ કમિટ કર્યો. સેશન જડજે મહારાજને છોડી મૂકયા, પણ એમ ન ઠરાવ્યું કે આ કેસ બિલકુલ જૂઠો છે. એમ ઠરાવ્યું હોત તો ઈવઝાર્ડને શિક્ષા થાત... મહારાજ ઉપર આ ગેરીયત ગુજરી તેનો બદલો વળવાનો નથી... મહારાજ ઉંચી પંકિતના છે અને ઇંગ્લાંડના એક અમીર ઉપર તેના માણસો ભાવ રાખે તેના કરતાં તેમના પર લોકો વિશેષ ભાવ રાખે છે. આવા માણસ પર હંગામો કરવામાં આવ્યો છે અને તેમને ભારે નુકશાન કરવામાં આવ્યું છે. એન્ડરસન તેની જુબાનીમાં કહે છે કે મહારાજ કેદમાં રહેવાથી ઘણા લેવાઈ ગયા છે'...
મહાપુરુષોના હૃદય પુષ્પથીયે કોમળ હોય છે ને વજથી યે કઠોર. શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના આચરણમાં આ પંક્તિ ચરિતાર્થ થતી જોવાય છે. જીવરક્ષાની પુષ્પકોમળ ભાવનાથી પ્રેરાયેલા શ્રી પૂજ્યજી અપમાન અને કષ્ટ સહન કરવામાં વજ-શા કઠોર બની ગયા.
અનેક પ્રતિભાવંત મુનિઓ અને આચાર્યોએ જુદા જુદા સમયે અભયદાનના આદેશો સત્તાધીશો પાસેથી મેળવ્યા છે. અભયદાન અર્થે જાતે જંગમાં ઉત્તરી, વિધર્મી વિદેશીસત્તાને પણ મજબૂર કરવાની જવાંમર્દી દાખવનાર શ્રી હેમચંદ્રસૂરિજીની આ ઘટના એક અનોખી ઘટના છે
શ્રી કુશલચંદ્રજી મહારાજની જન્મભૂમિ કોડાય એ જ તેમની જન્મભૂમિ હતી. શ્રી કુશલચંદ્રજી મહારાજના દીક્ષા પ્રસંગમાંથી જ તેમને પણ પ્રેરણા મળી હોય અને પાર્જચંદ્રગચ્છમાં યતિદીક્ષા તેમણે લીધી હોય એવી સંભાવના કરી શકાય છે. વિ.સં. ૧૯૬૭ બીકાનેર મુકામે તેમનો સ્વર્ગવાસ થયો.
પરિહર પચિંતા જંજાલ, કર એક આપણની સંભાલ, તારે કરણી આપ આપની, સત્ય જ ભાળ્યો ત્રિભુવન ઘણી.
- દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ હે આત્મના તું પારકી ચિંતા અને પારકી જંજાળ છોડી દે, તારી પોતાની સંભાળ લે. પોતાની કરણી જ પોતાને તારે છે. ત્રિભુવનના નાથ જિનેશ્વરે ભાંખેલી આ વાત સાચી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
Jan સંઘસૌરભ
--------
y.org
======
==