________________
પર હતો તેવો જ આ વખતે ભારે ખુશી ભરેલો દેખાતો હતો. આ મહારાજને છોડવા તે ખુશીનો ખબર તેમને
જ્યાં જ્યાં ઓલખાણ અને તેમની બીનાથી ભારે અફસોસ તેમને ત્યાં એટલે વીરમગામ, મુંબઈ, કલકત્તા અને મુરશીદાબાદ એ ઠેકાણાઓએ તાર મુકીને ખબર કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહારાજશ્રીને મેનામાં બેસારી વાજાંગાજાની બડી ધામધુમથી લાવી તેમના ગચના (ગચ્છના) અપાશરે ઉતારેલા હતા.
લીંબડીના કવિ ભવાનીશંકર નરસિંહરામે આ પ્રસંગની “ગરબી' રચી હતી અને તે અમદાવાદના શેઠ કેશવલાલ છોટાલાલે ‘શ્રીપુજ હેમચંદ્રસૂરિનો મુકદમો' નામની પુસ્તિકામાં છપાવી હતી. એ કાવ્યમાંની થોડીક કડીઓ
સાચ તરે ને જુઠ ડુબે એ સત્ય છે જો, કાળા પર ગોરા વરતાવે કેર જો; આવે છે અંગ્રેજો એવા ઉપરી જો, વાંક વગર કાળા પર રાખે વેર જો......૬૮ હજાર દશથી વણીક અધિક હાજર થયા જો, વધતા જડજ તણા બહુ કર્યા વખાણ જો; બારીષ્ટરને શાબાશી દીધી બહુ જો, મમતાથી મસ દીધું લોકે માન જો....૬૯ વૃષ્ટિ પુષ્પણી કરી ગુરૂ વધાવીઓ જો, વળતી કીધો વરધોડનો વેત જો; વાજા, ઢોલ, નગારાં લાગ્યાં વાગવા જો, હજાર લોક મળ્યા આણીને હેત જો;....૭૧ ઉલટચા લોકો વરઘોડામાં ઉલટ જો, અબીલ ગુલાલ છવાઈ ગયું આકાશ જો; દિવાળીથી છવ કીધો દશ ગણો જો, પળમાં આવી પહોંચ્યા દેવળ પાસ જો;.૭૩ ઉતારામાં હેમચંદસુરી ઉતર્યા જો, પ્રગટયું પેલા ભવનું પુરણ પુન્ય જો; વંચાશે ગુજરાત વીશે આ વારતા જો,
જન નહીં ભુલે અઢાર બાસી જુન જો; ૭૪ આ કેસ તરફ આખા ભારતનું ધ્યાન ખેંચાયું હતું. બોંબે ગેજેટ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, મુંબઈ સમાચાર, કેસરી, ગુજરાત મિત્ર, અમૃત બજાર પત્રિકા વગેરે મુખ્ય અખબારોએ આ કેસની છણાવટ કરી હતી. તા. ૧૫ ઓગષ્ટ ૧૮૮૨ના મુંબઈ સમાચારમાં લખે છે કે –
વીરમગામના ગોરજી મહારાજવાળો મુકદમો ઉડી ગયેલો જોવાથી હમોને કશી અજાયબી લાગતી નથી. તે પરથમથી જ શક ભરેલો લાગતો હતો અને વાદી તરફથી કાયદા વિરુધ્ધ વરતણુક શરૂઆતથી જ ખુલી રીતે દેખાતી હતી. સરાવક લોક પ્રાણહતયા કરવાથી એટલા તો દૂર રહેનારા છે કે દાંત પરના મેલમાં થતાં અનદીઠ જીવડા મરણ ન પામે માટે તેઓમાંના કેટલાક વરસમાં ચોક્સ વખત પર દાતણ વટીક કરતા
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only