________________
પંડિત પ્રવરને વન્દના વિષય પર વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું. એમણે વિકફવર્ગની સંનિધિમાં એ વ્યાખ્યાને આપ્યાં, જે પુસ્તકાકારે પ્રગટ થયાં.
અમદાવાદની એલ. ડી. આટર્સ કૅલેજમાં વર્ષો સુધી અર્ધમાગધીના અધ્યાપક તરીકે તેમણે સેવા આપી. એમના જેવા મહાપંડિત જે કેલેજમાં અધ્યાપક હોય તે ગૌ૨વ કેમ ન લે ? એમની પાસે તૈયાર થયેલા શિને આજે પણ ગુરુનું સ્મરણ થતાં આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. કોલેજમાંથી નિયમ પ્રમાણે અવકાશ પ્રાપ્ત થયા છતાં માનદ્ અધ્યાપક તરીકે સેવા લઈ લેજે પિતાનું તેમ જ પંડિતજીનું ગૌરવ વધાર્યું. ત્યાર પછી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સાથે તેમણે નાતો જોડો. પં. શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે આચાર્ય જિનભદ્રના વિશેષાવશ્યકભાષ્યનું સંપાદન કર્યું. એટલે ૯૦ વર્ષની ઉંમરે આચાર્ય હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમ–શબ્દાનુશાસન (લઘુવૃત્તિ)નું ત્રણ ભાગમાં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તરફથી પ્રકાશન થયું.
આવો છે આ વણિક બ્રાહ્મણને જીવન-ઈતિહાસ. વણિકપુત્ર હોવા છતાં એમણે વિત્તને બદલે વિદ્યાની સંપ્રાપ્તિને મહત્ત્વ આપ્યું છે. સત્યને પામવું અને સમાજને વિરોધ સહીનેય સમાજમાં પ્રસારવું, એવી એમણે વૃત્તિ રાખી છે. જીવનની પળેપળને અમૂલ્ય ગણુને એને સદુપગ કર્યો છે. સરસ્વતીને આ પુત્રે સમાજ અને રાષ્ટ્ર બનેની સેવા કરી છે. જૈન સાહિત્યની તેમની વિરલ સેવાને લીધે અનેક મહત્ત્વના ગ્રંથે પ્રકાશમાં આવ્યા છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના તો પંડિતજી અસાધારણ વિદ્વાન તરીકે ખ્યાતિ પામ્યા છે. દેશ અને દુનિયાના ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત ભાષાના તેઓ ઉકટ વિદ્વાન તરીકેની ખ્યાતિ પામ્યા છે. ભારત સરકારે “રાષ્ટ્રીય એવોર્ડ” આપીને તેમનું ઉચિત સન્માન કર્યું છે.
પંડિત બેચરદાસજી પ્રાચ્યવિદ્યાના ઊંડા અભ્યાસી અને વિદ્યા પુરુષ હતા. તેઓ પ્રકૃતિથી અતિ સરળ અને આકૃતિથી અતિ સૌમ્ય તથા વૃત્તિથી અતિ ઉદાર હતા. આવા ઋષિ વિદ્યાપુરુષને કેટિ કોટિ વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org