________________
કાનજીભાઈ પટેલ
મુનિ જિનવિજયજી, પં. સુખલાલજી, અધ્યાપક રામચંદ્ર આથવલે, શ્રી રામનારાયણ પાઠક, શ્રી હરિનારાયણ આચાર્ય વગેરેની વિદ્વદ્રમંડળી પોતપોતાના વિભાગનું કામ ચલાવતી. પં. સુખલાલજી સન્મતિતર્કનું સંપાદન કરવાનું ઇચ્છતા હતા. તેમની માગણીથી ઈ. સ. ૧૯૨૨ થી પં. બેચરદાસ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યારથી અમદાવાદમાં આવીને વસ્યા. વિદ્યાપીઠમાં જોડાવાથી આશ્રમના જીવનની ઠીક ઠીક અસર થઈ અને તેમને પોતાનું જીવન ધન્ય લાગવા માંડયું.
આ પછી તો ગાંધીજીની દાંડીને ઐતિહાસિક પ્રસંગ આવી પડ્યો. એ ટાણે ગાંધીજીએ એમને જેલમાંથી પત્ર લખીને જણાવેલું કે “તમારે તો પૂંજાભાઈ ગ્રંથમાળાનું કામ કરવાનું છે.” પણ મન માન્યું નહીં. મહાત્માજી જેવા સન્તપુરુષ જેલમાં હેય અને પોતે બહાર રહે એ કેમ બને ? તેથી હસ્તલિખિત “નવજીવનનું તંત્રીપદ સંભાળ્યું. બ્રિટિશ સરકારે એમની ધરપકડ કરી. પહેલાં સાબરમતી જેલમાં અને પછીથી નવ માસ માટે વિસાપુરની જેલના મહેમાન બન્યા. એમને ઘણું સહન કરવું પડયું પણ એને એમને કયારેય અફસોસ થયો નથી. પોતે જે કંઈ કર્યું તે તો રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ હતી ને ! પણ પંડિતજીની ખરી મુશ્કેલીને સમય તે જેલમાંથી છૂટયા પછી શરૂ થયો. તેમને બ્રિટિશ હુકુમતમાં પ્રવેશ કરવાની મનાઈ હતી જે ઈ. સ. ૧૯૩૫-૩૬ સુધી ચાલુ રહી. આ સમય દરમિયાન કુટુંબના ભરણપોષણ માટે મારવાડમાં સ્થાનકવાસી સાધુઓ અને બીજાઓને ભણાવીને પોતાને વિકટ પંથ કાપતા રહ્યા. આ સમય દરમિયાન એક અણનમ યોદ્ધાની જેમ પંડિતજી જીવન-સંગ્રામ ખેલતા રહ્યા. અનેક જૈન મુનિઓને અને પ્રાકૃત શીખવા ઇચછનારાઓને એમણે દિલ દઈને પ્રાકૃત ભણવ્યું. “પ્રાકૃત માર્ગો પદેશિક ” નામે પ્રાકૃત વ્યાકરણ અને અપભ્રંશ વ્યાકરણ લખ્યાં.
એમને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સંસ્કૃત અને પાલિને સ્થાન છે તે પછી પ્રાકૃતિને કેમ નહીં ? એમણે પ્રાકૃત સાહિત્યને લગતી એક મોટી નોંધ તૈયાર કરી. પ્રાકૃત સાહિત્યને બરાબર ખ્યાલ આપતો નિબંધ તૈયાર કર્યો. અને એની મુંબઈ યુનિવર્સિટીમાં રજૂઆત કરી. થોડા સમય પછી મુંબઈ યુનિવર્સિટીએ સંસ્કૃતની પેઠે જ હાઈસ્કૂલમાં પાંચમા ધોરણથી અર્ધમાગધી ભાષા પણ શરૂ કરવાનું જાહેર કર્યું. પં. બેચરદાસજીએ આગમોની ભાષાની સેવામાં ચત કિંચિત નિમિત્તરૂપ બન્યાની ધન્યતા અનુભવી.
વિદ્યાપીઠનું ગ્રંથમાળાનું કામ બંધ થતાં તેમણે “જૈનશાસન” નામના એક પાક્ષિક પત્રના સંપાદનની જવાબદારી સ્વીકારી. એ પત્રમાં તેમણે મર્યાદિત દીક્ષાની પદ્ધતિ, દીક્ષા લીધા પછી તે ન પાળી શકાય એવું લાગે તે દીક્ષા છોડી દઈને સિદ્ધપુરુષ થવાની યા શ્રાવકધર્મ આચરવાની પ્રાચીન રીત, ઉપધાન પાછળ ખર્ચ વગેરે બાબતો પર શાસ્ત્રીય દષ્ટિએ ચર્ચા ઉપાડી.
અમદાવાદ નિવાસ દરમ્યાન એમને લાગ્યું કે અમે જે કંઈ જાણીએ છીએ તે અમદાવાદના લોકો પણ જાણે એવી કોઈ યોજના થાય તો સારું. આ વિચારબીજ પાંગર્યું અને એમને ઘેરથી પયુંષણ વ્યાખ્યાન માળાને પ્રારંભ થયો. આજે તો મુંબઈ, અમદાવાદ, કલકત્તા અને પૂના સુધી વ્યાખ્યાનમાળા પહોંચી ગઈ છે. તેને ઉપક્રમે અપાયેલા વ્યાખ્યાને પુસ્તકાકારે બહાર પડે છે.
વળાના જિનમાં રૂનાં પૂમડાં વણતા એ બેચરદાસની વિદ્વાન તરીકેની કીર્તિ ચોતરફ વિસ્તરવા માંડી. મુંબઈ યુનિવર્સિટીએ સાત ચોપડી ભણેલા બેચરદાસને ‘ ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org