________________
પંડિતપ્રવરને વન્દના
કાનજીભાઈ પટેલ
“ જેમ કેાઈ જંગલી છેાડ પેાતાની મેળે વાંકાચૂકા વધે અને જીવે તેમ મારું જીવન એમ તે એમ વાંકુંચૂંકું વધ્યું છે. જગલી છેડને ઉછેરનારા કાઈ આવી મળ્યા હાત તા કદાચ તે વધારે ઉત્તમ દેખાત; તેમ મને પણ બચપણથી જ કાઈ સંસ્કાર-સંપન્ન રક્ષક મળ્યા હેત તા કદાચ અત્યારે હું તેના કરતાં વિશેષતાવાળા ખતત એવા મને આભાસ છે. સભવ છે તે ખેાટા પણ હાય.'' ઉપર્યુક્ત શબ્દો છે સ્વ. પડિત બેચરદાસ દાશીના—જીવનની પળે પળને મૂલ્યવાન સમજીને તેને સદુપયાગ કરનાર, વિઘ્નાની પરંપરા વેડીનેય વિદ્યાની સંપ્રાપ્તિ કરનાર, જૈનધર્મના તત્ત્વને સમજીને (સમાજના વિરાધ સહીનેય) તેને સમાજમાં પ્રસારિત કરનાર, પ્રાકૃત ભાષાને યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠા અપાવનાર, સમાજને સત્યને માર્ગ ચીંધનાર, રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ઝુકાવી દઈને પેાતાને માથે મુસીખતા નેતરનાર અને પોતાના પાંડિત્યથી ગુજરાતને ગૌરવ અપાવનાર વિરલ વિભૂતિના.
તાજેતરમાં તા. ૧૧-૧૦-૮૨ને દિતે એ દીવા બુઝાઈ ગયા પણ એને! પ્રકાશ રહ્યો છે. એમનું જીવન આજેય અનેકને માટે પ્રેરણાદાયક બની શકે તેમ છે.
ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં વલ્લભીપુરનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. તે હાલના વળામાં પડિત એચરદાસ દોશીને જન્મ સ ૧૯૪૬માં પોષ વદી અમાસની રાતે થયેલેા. પિતાનું નામ જીવરાજ લાધાભાઈ દેાશી અને માતાનું નામ આતમખાઈ. જ્ઞાતિએ વીસા શ્રીમાળી દેરાવાસી જૈત, તેમનાં માતાજી કથા કરતાં કે “આ રાયાને માટે મે પત્થર એટલા દેવ કર્યા છે, ભાતભાતની ખાધા આખડી રાખેલી અને ધણા ભૂવા અને જતિઓની પણ આરાધના કરેલી,'' ખચપણથી જ ખેંચરદાસના નસીબમાં વિષમ સંજોગોના સામના કરવાનું જ જાણું લખાયેલું હતું.
એકદા પણુના વરધાડા વખતે ઘેાડા વિક્ર્યાં, ઝાડ થયા અને પંડિતજીના પિતાને વગાડયુ, જયાં ખાવાના સાંસા હેાય ત્યાં દવા કાંથી થાય? પિતાને પગની કાયમની ખેાડ રહી ગઈ. શરીરે સાવ અસક્ત થઈ ગયા. તાય તે લાકડીને ટેકે દુકાને જતા, અને ધરતું પાષણ કરતાં. પણ એવામાં મેચરદાસના કાકા હરખા લાધાનુ કાલેરાથી મેાત થયું. ભાઈના મૃત્યુના આધાત જીવરાજ જીરવી ન શકા અને વળતે દિવસે તેય ભાઈ પાસે ચાલી નીકળ્યા અને બેચરદાસને માથે આભ તૂટી પડયું, પેાતાની પાસેનીવાલની વીંટી વેચીનેય માતાજીને કારજ કરવું પડયું. ધર કારમી ગરીબીની ભીંસમાં ભી’સાયું. માતાજીએ હિંમત રાખી, કાળી મજૂરી કરી છેાકરાંને મેટાં કરવા તરફ ધ્યાન આપ્યું. માને કાળી મજૂરી કરતી જોઈ બેચરદાસના જીવ કપાઈ જતા. પેાતાની માતાને મદ્દ કરવામાં તેમણે કદી પણ શરમ કે નાનમ અનુભવી ન હતી. અનાજમાં ભેળવવા રાખ ચાળવી, કાલાં ફાલવાં, કાલાંના ઠાળીઓમાંથી રૂ એકઠું કરવું, દાળમશાલી વેચવી વગેરે જે કામ મળે તે પતિજી કરતા રહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org