________________
પંડિત પ્રવરને વન્દના
પંડિતજીમાં નાનપણથી જ ભણવાની ભારે જિજ્ઞાસા હતી. તેઓ ચાર-પાંચ ગુજરાતી મોસાળ સણોસરામાં ભણ્યા. પહેલેથી જ એમનામાં વિદ્યાપ્રીતિ અને સંસ્કારો તે પહેલા જ હતા. તેઓ સણોસરા ભણતા હતા ત્યારે એમના ઉપર હેત રાખનાર એમના એક શિક્ષકે એમને ઈશારાથી કાપી કરી લેવાની સૂચના કરી હતી. પણ બેચરદાસે તે માની નહીં. તે અરસામાં જૈનાચાર્ય વિજયધર્મસૂરિ મહારાજે જેન વિદ્વાને તૈયાર કરવાના ઉદ્દેશથી માંડળમાં જૈન પાઠશાળાની સ્થાપના કરી હતી. વળામાં છ ગુજરાતી પૂરી કરીને તેઓ માંડળ ભણવા ગયા. એ વખતે એમના ઉચ્ચારો શુદ્ધ નહીં. ચિદમાં ને બદલે સંતના બેલે. પણ ત્યાં એમને શરૂઆતમાં જ ધમકી મળી ગઈ કે શુદ્ધ ઉચારણ ન થઈ શકે તો ઘરભેગા થઈ જાઓ અને એમણે દયાન રાખીને ઉચ્ચારણ-શુદ્ધિમાં સફળતા મેળવી. માંડળમાં છ-સાત મહિના રહીને કૌમુદીને અભ્યાસ કર્યો. ગુજરાતમાં જૈન વિદ્વાનો તૈયાર કરવા મુશ્કેલ છે એમ મુનિશ્રીને લાગતાં તેમણે વિદ્યાકેન્દ્ર કાશીમાં જવાનો વિચાર કર્યો. એમની સાથે બેચરદાસને બનારસ જવાની ઈચ્છા થઈ. પરંતુ મહારાજ “બેચરને સાધુ બનાવી દેશે”— એવા ભયને લીધે માતાએ સંમતિ આપી નહીં અને બનારસ જવાનું માંડી વાળવું પડયું. પગપાળા બનારસ જવા નીકળેલા બેચરદાસને ગોધરાથી વલ્લભીપુર પાછા આવવું પડયું. પછી પાલિતાણું ગયા અને શ્રી સિદ્ધિવિજયજી મહારાજ પાસે રહીને નવતત્વ વગેરેનો અભ્યાસ કર્યો. ત્યાં જમવા વગેરેની બહુ મુશ્કેલી વેઠવી પડી. પ્રભાવના વગેરેમાં જે કંઈ મળે તેનાથી ચલાવી લેવું પડતું. કઈ દિવસ તે એકાદશી પણ થઈ જતી. જામનગરના સદ્દગૃહસ્થ શ્રી સૌભાગ્યચંદ કપૂરચંદે માસિક રૂ. ૧૦/- આપવાનું નક્કી કર્યું એટલે તેમને માર્ગ કંઈક સરળ બન્યો. પાલિતાણામાં એક વર્ષ રહી વળી પાછા વળા આવી ગુજરાતી નિશાળે સાતમી ચોપડી ભણવા બેઠા. માને મદદરૂપ થવા વળાના જિનમાં રૂનાં ઊડી ગયેલાં પૂબડા વીણી લાવવાનું – વાણિયાના દીકરાને ન શોભે એવું – કામ કરવા માંડ્યા. બેચરદાસ પિતાને સોંપાયેલું કામ – કોઈ જોનાર હોય કે ન હોય – બરાબર કરતાં. એક પળ પણ વેડફાતાં તેમનો જીવ કચવાતો. આ ટાણેય મન તો બનારસને જાપ જપતું હતું. પુત્રની તીવ્ર ઈચ્છા જઈ માતાએ બનારસ જવાની સંમતિ આપી. ફીના પૈસાની જોગવાઈ થઈ અને બનારસ જવાની તૈયારી પૂરી થઈ ત્યાં વળી આફત આવી. સગાંવહાલાંએ બેચરદા સતી માતાને ભય બતાવ્યો કે કદાચ છોકરાને મહારાજ દીક્ષા આપી દે. એમ થાય તો કોઈ તેમની પડખે ઊભું નહીં રહે તેવી ધમકી આપી. માતાનું મન ડગી ગયું અને તેમણે પુત્રને બનારસ જતો અટકાવ્યો. તેઓ રોજ રોજ રડ્યા કરે અને ભણવા જવા વિશે ગોખ્યા કરે પણ માતાજી પાસેથી બનારસ જવાની સંમતિ મળે એમ ન હતી એથી બેચરદાસે મહેસાણું જવાની સંમતિ મેળવી. મહેસાણામાં એક જ માસમાં ભાંડારકરની સંસ્કૃત ચોપડી બરાબર પૂરી કરી ત્યાંથી એક દિવસ માતાને પૂછયા વગર જ (સં. ૧૯૬૨-૬૩ માં) તેઓ મિત્રો સાથે સીધા બનારસ પહેાંચી ગયા.
બનારસમાં પંડિતો પાસે ભણવાનું શરૂ કર્યું. પણ પંડિતાની ભાષા સમજવામાં પડતી મુશ્કેલીને નિવારવા પાઠશાળાના સ્થાપક શ્રી ધર્મવિજયજી મહારાજે મુનિરાજ અમીરવિજયજી પાસે ભણવાની વ્યવસ્થા કરી આપી. પહેલી જ મુલાકાતમાં, પાઠમાં ભૂલ થવાથી નેતરની સોટી સજા મળી. બેચરદાસે મૂંગે મોઢે એ શિક્ષા સહી લીધી. એમની પાસેથી એ સિદ્ધહેમ લઘુત્તિ ભણ્યા.
બનારસની એ પાઠશાળાનું વાતાવરણ વિચિત્ર હતું. પાઠશાળામાં માત્ર સાધુઓનું જ વર્ચસ્વ હતું; વિદ્યાર્થીઓનું જરાય નહીં. વિદ્યાર્થીઓએ પણ સાધુ જેવા નિયમો પાળવા પડતા. પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org