________________
પંડિતપ્રવર બેચરદાસજી
મધુસૂદન ઢાંકી
પ્રાકૃતા અને પ્રમાણુશાસ્ત્રના પારગામિ, શ્રુત-પ્રāતા, પાંડિત્યમહાદધિ (સ્વ.) બેચરદાસ દેશી સાથે અમદાવાદમાં શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિરમાં મારે એ'એક વાર મળવાનું થયેલું; પણ જે વિષયેમાં તેઓ નિપુણ હતા તેમાં મારી ચાંચ ડૂબે તેમ નહેતું; એટલે વિશેષ વાતચીત થઈ શકે તેવી કેઈ બૌદ્ધિક ભૂમિકા નહેાતી. પશુ પછીથી આગમેાનાં અતિહાસિક પાસાંઓના અન્વેષણમાં રસ લાગ્યાથી તેમના લેખનેાનું અધ્યયન કરવાને અવસર સહેજે પ્રાપ્ત થયેા; ત્યારે પ્રસ્તુત વિષયામાં તેમનાં વ્યાપ અને પ્રજ્ઞાપન કેવાં વિસ્તૃત છે તે વિષે કલ્પના થઈ. તે વાત્સલ્યપૂર્ણ ગુરુજન, સફળ અધ્યાપક અને જન્મજાત સજજન હોવા અંગે તે જુદા જુદા મિત્રો, પરિચિતા પાસેથી ધણું ઘણું સાંભળેલું, અને એથી જ તા પંડિત સુખલાલજી અને પડિત બેચરદાસજી ગુજરાતના અને ભારતના સારસ્વતક્ષેત્રે એક ધ્યાન ખેંચે તેવી જોડી બની ગયેલા. આજે એમની બન્નેની અનુપસ્થિતિમાં પ્રાકૃતાની ગવેષણાના મહામેાજ હવે કાણુ ઉઠાવશે એ મેટા પ્રશ્ન છે. શરીરને સારસ્વત-કાર્યનું સુસાધન બનાવનાર સાધુમ્રુતિ સ્વ. પંડિત ખેચરદાસજી, વેદ્યુક્ત આયુસીમા સમીપ પહોંચ્યા પછી અને દશકા પર્યન્ત સતત વિદ્યાલાભ દીધા પછી અમરત્વને વર્યા છે. એઆ અક્ષર-સમૃદ્ધિને અખુટ ખાતે આપણા માટે મૂકી ગયા છે. તેમાંથી આવતારી ઘણી પેઢીઓને પેાતાનાં શાધકાની વસ્તુ અને ભૂમિકા સદૈવ મળતાં રહેશે.
નવું જાણવું, વાંચવું, લખવું એમ તેની સતત સાધના ચાલતી જ રહેલી. અને શતક સમીપ પહેાંચેલી વૃદ્ધાવસ્થામાં પણ એમનામાં જિજ્ઞાસુ વિદ્યાથી ઓને પઠન કરાવવાની જે ધગશ હતી, અને જ્ઞાનસાધના, જ્ઞાનયેાગમાં પ્રતિક્ષણ સંલગ્ન રહીને પેાતાના વિશાળ અનુભવ તથા જ્ઞાનતા, વિદ્યાનેા, સમાજ અને શ્રીસ'ધને સતત લાભ જે રીતે તેઓ આપી રહેલા તે જોતાં આનંદ ઉપરાન્ત આશ્ચર્ય પણ થતું.
પંડિતજી પેાતાના જ્ઞાનનેા, પીઢ અન્વેષણાનાં પરિણામેાને જે સ્વસ્થ, સમતાલ અને માતબર વારસા મૂકી ગચા છે તેના લાભ આપણને સૌને લાંબા કાળ સુધી મળતા રહેશે તેવી શુભ ભાવના આજે એમને જાણનાર સૌ કાઈના અંતરમાં હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org