________________
મૃતદેવતાના પરમોપાસક મહત્તરા શ્રીમૃગાવતીશ્રીજી
મારા ઉપકારી વિદ્યાગુરુ આદરણીય (સ્વ.) પંડિત બેચરદાસ દેશીને સ્મરણુજલિ રૂપે સમર્પિત ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે જાણી અમને સૌને અપાર આનંદ થયે છે. આવા ઉચ્ચ કેટિના વિદ્વાનનું મરણોત્તર પણ આ રીતે બહુમાન થાય તે સર્વ રીતે ઉચિત છે.
આ અવસરે (સ્વ.) પંડિતજી વિષે બેંક શબ્દ લખવાની મને પણ ભાવના થઈ આવી. એઓની પાસે ત્રણ ચાતુર્માસ દરમિયાન આગમ ગ્રંથનું મેં અધ્યયન કરેલું. સાધ્વી સુવ્રતાશ્રી પણ પંડિતજી પાસે પ્રાકૃત વ્યાકરણ તથા પાલિ વ્યાકરણ ભણેલાં. અમો બન્નેને જે લાગણી, સ્નેહ અને ઉમળકાથી ભણાવ્યા હતા તે બદલ (સ્વ.) પંડિતજીને ઉપકાર અને જીવનભર યાદ રહેશે.
આગમ ગ્રંથમાં જ સમતાનું વર્ણન આવે છે તે ખરેખર પંડિતજીના જીવનને પસ્યું હતું. ઘણું પ્રસંગોમાં મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે કે ગમે તેવા વિષમ સમયે પંડિતજી શાન્તભાવમાં, સમભાવમાં જ રહેતા; કદી સમતુલા ગુમાવી હોય તેવું મને યાદ નથી. આડંબરથી દૂર રહેવું, બધી વાતોમાં સ્વાભાવિક જ “સ્વભાવમાં રહેવું એ મેં એમનામાં જોયું છે. એમની સરળતા તો બાળક જેવી, એમની નિખાલસતા અને ઋજુતા પણ એટલાં જ અનુપમ.
આગમ ગ્રંથોમાં ભગવાન મહાવીરને ધર્મ તથા ઉપદેશ લગભગ ત્રણ શબ્દમાં આવી જાય છે સરળતા, સ્વાભાવિકતા અને સમતા ! જિનેન્દ્રદેવનો આ ધર્મોપદેશ પંડિતજીને બરોબર સ્પર્યો હતા. એમણે તે આત્મસાત કર્યો હતો તેમ મને લાગે છે.
લાંબા સમયથી પંડિતજીના એક કાન તથા એક આંખ નબળાં પડ્યાં હતાં; છતાં પણ વિદ્યાધ્યાસને પરિશ્રમ છોડેલે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org