SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ કરુણ રસ-મીમાંસામાં અનુયાગદ્વારસૂત્રકારનું પ્રદાન અસલમાં આવતા વીરરસના પાંચમા ક્રમે ભયાનકના સ્થાને આવેલ નવો વીડનક રસ મૂક્યો છે અને ભયાનકને રૌદ્રની અંતર્ગત ગણી લીધું છે. બીભતસ રસ છો મૂકયો છે. હાસ્યને કરુણની પહેલાં તે રાખ્યો છે, પણ કરુણ અને અભુતના સ્થાનની અદલાબદલી થતાં તે સાતમો આવ્યો છે. શાંતને સ્થાને આવેલ પ્રશાંતનું સ્થાન છેલું છે. આમ, સૂત્રકારે નાટયશાસ્ત્રના આઠ રસ અને કાવ્યાલંકારના નવ રસના ક્રમમાં મોટો ફેરફાર કર્યો છે, જે નીચેના કોઠા પરથી જોઈ શકાય છે. નાટયશા કાવ્યાલંકાર અનુગદ્વારસૂત્ર ૧ શૃંગાર ૧ શૃંગાર ૧ વીર ૨ હાસ્ય ૨ હાસ્ય ૨ શૃંગાર ક અદભુત ૪ રદ્ર ૪ રોદ્ર ૪ રોક ૫ વીર ૫ વીર પ બ્રીડનાક ૬ ભયાનક ૬ ભયાનક ૬ બીભત્સ ૭ બીભત્સ ૭ બીભત્સા ૭ હાસ્ય ૮ અદ્ભુત ૮ અદ્દભુત ૮ કરુણ ૯ શાંત ૯ પ્રશાંત લક્ષણ અને ઉદાહરણ: સૂવકારે નવ રસનાં લક્ષણોની શાસ્ત્રીય ચર્ચા કરી નથી, માત્ર તે કેવી રીતે લક્ષમાં આવે છે તે જણાવી દરેકનાં ઉદાહરણ જ આપ્યાં છે. આ માટે વીર, શૃંગાર, શિક, ગ્રીડક, હાસ્ય અને કરુણ માટે સ્ક્રિન શબ્દને અને અદ્દભુત તથા બીભત્સ માટે સ્ટfar શબ્દનો પ્રયોગ કર્યો છે. રસનાં ઉદાહરણે પણ કેટલાંક તો અસરકારક બની શક્યાં નથી. દરેકનું પૃથફ વિવેચન કરતાં આને ખ્યાલ આવી શકે છે. વીરરસ :-સૂત્રકાર પ્રમાણે દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરે, તપશ્ચર્યામાં ધીરજ ધરવી અને શત્રુઓને વિનાશમાં પરાક્રમ કર પણ વ્યાકુળ ન થવું – આવાં લક્ષણે વીરરસનાં છે. ટીકાકારે વીરરસની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે – જે રસ માણસને વીરત્વપૂર્ણ કરે છે; ત્યાગમાં, તપમાં અને કર્મરૂપ શત્રુઓના નિગ્રહકાર્યમાં પ્રેરિત કરે છે તે વીરરસ છે. ( હેમ. વૃત્તિ. પૃ. ૧૩૪). વાસ્તવમાં આ સ્થળે વીરરસનાં લક્ષણ નથી. પણ ભરતમુનિએ જે દાનવીર, ધર્મવીર અને યુદ્ધવીર એમ ત્રણ પ્રકારને વીરરસ કહ્યો છે, તે ત્રણે પ્રકારે સુત્રકારે વીરરસનું લક્ષણ બાંધતાં આપી દીધાં છે. જેમ કે– दानवीरं धर्मवीरं युद्धवीरं तथैव च । સં વીમો પ્રાદુ બ્રહ્મા ત્રિવિધમેવ હ ના. શા.૬/૭ વીરરસના ઉદાહરણમાં સૂત્રકારે જે ગાથા આપી છે તેમાં મહાવીરનું વર્ણન છે. ત્યાં તેમને રાજ્યના વૈભવને ત્યજી દેનાર' ગણાવી દાનવીર, “દીક્ષિત થનાર” કહી ધર્મવીર અને કામક્રોધરૂપ ભયંકર શત્રુઓને “વિનાશ કરનાર' કહીને યુદ્ધવીર એમ ત્રણે પ્રકારના વીર બતાવ્યા છે. આમ, એક જ ઉદાહરણમાં ત્રણેને સમાવી લેવાની સૂત્રકારની શક્તિ અહીં ઉલ્લેખનીય છે. શૃંગાર રસ -શુંગાર વિશે સૂત્રકારે કહ્યું છે કે શૃંગારરસ રતિના કારણભૂત રમણ આદિ સંબંધી અભિલાષાનો જનક હોય છે. વૃત્તિકારે જે રસ પ્રધાનતયા વિષયો તરફ વાળે છે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy